ગુરુ કોણ છે?
“ગુરુ કોઈ નાશવાન શારીરિક વ્યક્તિ નથી. આ શરીર તો એક દિવસ પાંચ તત્વોમાં વિલીન થઇ જશે પણ ગુરુ તો એક દિવ્ય ચેતના છે જે ક્યારેય મૃત્યુ નથી પામતી; તે તો શાશ્વત અને અજર-અમર છે. ગુરુ તમારી અંદર વ્યાપ્ત છે. ગુરુ જો વાસ્તવમાં ગુરુ છે તો તે સર્વવ્યાપી છે. યોગિક વિજ્ઞાનમાં સમય અને અવકાશનું કોઈ મૂલ્ય નથી. હું તમારામાં અને તમે મારામાં છો તો તમે જ્યારે અને જ્યાં યાદ કરશો ત્યાં ગુરુ ઉપસ્થિત રહેશે. ગુરુ સમય અને સ્થળ ની સીમાથી ઉપર છે.”
GSY શું છે?
GSY એક પ્રાચીન યોગની પ્રથા છે, જેને ‘સિદ્ધ યોગ’ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમમાં મોટી સંખ્યામાં યોગા સ્કૂલ હોવાને કારણે, ‘યોગ’ શબ્દનો અર્થ શારીરિક વ્યાયામ અથવા શરીરને મજબૂત બનાવી પ્રક્રિયા તરીકે થાય છે. પરંતુ ‘યોગ’ શબ્દનો ખરો અર્થ ‘પરમાત્મા સાથેનું મિલન’ છે અને ‘સિદ્ધ’ શબ્દનો અર્થ છે કે જે ‘સંપૂર્ણ’, ‘પૂર્ણ’ અથવા ‘સશક્ત’ છે. સિદ્ધયોગ એ એક માર્ગ છે જેના દ્વારા યોગ (પરમાત્મા સાથેનું મિલન) સરળતાથી કરી શકાય છે. આ યોગ શિષ્યના કોઈપણ પ્રયત્નો કર્યા વગર સિદ્ધ ગુરુ ની કૃપાથી સહજતા થી સાકાર થઈ શકે છે.
સિદ્ધ યોગની પરંપરા પ્રાચીન નાથ સંપ્રદાયની મનુષ્યને એક ભેટ છે. પ્રાચીન ઋષિ મત્સ્યેન્દ્રનાથે હજારો વર્ષો પહેલા હિમાલયમાં સ્વયં ભગવાન શિવ પાસેથી યોગનું જ્ઞાન મેળવ્યું હતું. ભગવાન શિવજી એ મત્સ્યેન્દ્રનાથને મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે યોગને સમગ્ર માનવજાત સુધી પહોંચાડવા કહ્યું. ત્યારથી જ જ્ઞાન અને અનુભવથી ભરેલી યોગની આ પ્રણાલી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા પેઢી દર પેઢી આપવામાં આવી રહી છે. આ યોગ એટલો વ્યાપક છે કે તે ભક્તિ યોગ, કર્મયોગ, રાજયોગ, ક્રિયા યોગ, જ્ઞાન યોગ, લય યોગ, ભાવ યોગ, હઠ યોગ વગેરે જેવી યોગની તમામ પદ્ધતિને એકીકૃત કરે છે તેથી તેને પૂર્ણ યોગ અથવા મહા યોગ પણ કહેવામાં આવે છે.
સિદ્ધયોગ દ્વારા પરમાત્મા સાથે મિલન સરળતાથી કરી શકાય છે. આ યોગ શિષ્યના કોઈપણ પ્રયત્નો કર્યા વગર સિદ્ધ ગુરુ ની કૃપાથી સહજતા થી સાકાર થઈ શકે છે. અહીં પ્રયત્નો વગરનો અર્થ એ છે કે શિષ્યને ફક્ત અભ્યાસ કરવો પડશે, પણ તેને પ્રાપ્ત કરવા માટે ચોક્કસ ધ્યેય નક્કી કરવાની જરૂર નથી. આધ્યાત્મિક પરિવર્તન તો આપમેળે થશે.
GSYની પ્રથામાં શું શામેલ છે?
GSY ની પ્રેક્ટિસમાં દિવ્ય મંત્રનો જાપ અને ધ્યાન શામેલ છે. ગુરુ સિયાગ સાધકને દિવ્ય મંત્રની દીક્ષા આપી (જે નો સાધકે બને તેટલો માનસિક જાપ કરવાનો હોય છે) તેને ધ્યાનની પદ્ધતિ પણ શીખવે છે. ચોક્કસ સમયગાળા દરમિયાન સતત મંત્રનો જાપ કરવામાં આવે ત્યારે મંત્ર અજપા-જપમાં પરિણામે છે. અજપા-જપ સાધકની મંત્ર જપવાની તીવ્રતા, વિશ્વાસ અને ગંભીરતા પર સીધો આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં જાપ ફક્ત એક અઠવાડિયાની પ્રેક્ટિસ પછી અજપા-જપમાં પરિણામે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં પખવાડિયા અથવા થોડા મહિના પણ લાગે છે. મંત્રના જાપ ઉપરાંત શિષ્યએ 15 મિનિટ માટે દિવસમાં બે થી ત્રણ વખત ધ્યાન કરવું જરૂરી છે.
ધ્યાન અને મંત્ર-જાપથી સુષુપ્ત કુંડલિની (ઉર્જા શક્તિ) જાગૃત થાય છે, જે અનૈચ્છિક યોગ આસન, ક્રિયા, બંધ, પ્રાણાયામ અને મુદ્રાને પ્રેરિત કરે છે.
જીએસવાયનું મહત્વ
1999 માં આપેલા ગુરુદેવના પ્રવચન માંથી અમે તમને એક નાનકડો ભાગ જણાવીએ છીએ. ગુરુદેવ અહીં યોગ શું છે તે વિશે અને ખાસ કરીને સિધ્ધ યોગના ઇતિહાસ અને તેની અસરો વિશે વાત કરે છે. અંતમાં યુવાનો ને સંદેશ અને તેઓ યોગ દ્વારા તેઓ કેવી રીતે પરિવર્તન લાવશે તેના વિશે કહે છે. ગુરુ સિયાગ વિષે કહે છે કે “તમે યોગની વ્યાખ્યા કેવી રીતે કરો છો? પતંજલિ ઋષશીએ તેમના ‘યોગસૂત્ર’ ગ્રંથમાં યોગની વ્યાખ્યા ફક્ત ‘મનની આંતરિક વૃત્તિનું શાન્ત થવું’ તરીકે કરી છે. જ્યાં સુધી મન ચંચળ અને ઉદ્વેગમાં રહે છે, ત્યાં સુધી મન શાંત અને સ્થિર થતું નથી અને ત્યાં સુધી સાધક ન તો ધ્યાન કરી શકે છે અને ન તો તે યોગનો કોઈ અનુભવ કરી શકે છે. સિદ્ધ યોગની પ્રેક્ટિસમાં, જેની હું વાત કરું છું, તે ગુરુ છે જે શિષ્યનું મન ભટકતા અટકાવે છે, તેને શાંત કરે છે અને તેને વિચારથી મુક્ત રાખે છે.
“આપણે જે નાથ સંપ્રદાયનું (સિદ્ધયોગ દ્વારા) પાલન કરીયે છીએ તેનું નેતૃત્વ નવ નાથ (તપસ્વી યોગીઓ) કરે છે જે અમર છે. લાખો વર્ષો પહેલા કાલિયુગનો યુગ શરૂ થયો ત્યારે મહાન ગુરુઓની શ્રેણીમાં મચ્છન્દ્ર નાથજી પ્રથમ હતા.
“ગોરખનાથજી મચ્છિન્દ્રનાથજીના શિષ્યોમાંના એક શિષ્ય હતા. ગોરખનાથજીએ વેદોની તુલના કલ્પતરુ સાથે કરી હતી અને યોગને “વેદોનું અમર ફળ” ગણાવ્યું હતું. સિદ્ધયોગની પ્રેક્ટિસ સાધકને ત્રણ પ્રકારના દુઃખથી મુક્ત કરે છે: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. આ ત્રણેય પ્રકારના દુઃખ સિવાય બીજા કોઈપણ દુઃખ અસ્તિત્વમાં નથી. સિદ્ધયોગની પ્રેક્ટિસ સેંકડો હજારો સાધકોને તમામ પ્રકારના શારીરિક રોગો અને બિમારીઓ થી મુક્તિ આપે છે.
“આ પરિવર્તન મૂર્ત દર્શન પર આધારિત છે. તે કોઈની ઉપજાવી કાઢેલી કલ્પના નથી. હું જાણું છું કે કેટલાક લોકો યોગીક દર્શનને વ્યક્ત કરવા માટે કાલ્પનિક વાતોનો ઉપયોગ કરે છે કારણ કે તેમની વાતો સંપૂર્ણ રીતે સિદ્ધાંત આધારિત છે અને તેમાં અનુભવનો અભાવ છે. કેટલાક “ગુરુઓ” તો એટલી હદ સુધી જઈ કહે છે કે જો સાધક 20 વર્ષ સુધી યોગનો અભ્યાસ કરે છે તો કુંડલિની જાગૃત થઈ શકે છે! તેમની આ વાત પર હું કહું છું, “ગુરુ અને તેના શિષ્ય 20 વર્ષ જીવશે તેની બાંયધરી શું છે? તમે જે આજે પ્રાપ્ત કરી શકો છો તે માટે 20 વર્ષ રોકવાની શું જરૂર છે? અહીં અને હમણાં જ આધ્યાત્મિક ચેતના કેમ ન પ્રાપ્ત થાય? 20 વર્ષ વિશેની આ વાત સાવ નકામી છે.”
યુવાનોને સંદેશ
“બાળપણ અથવા કિશોરાવસ્થા એ તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ કરવા માટેનો યોગ્ય સમય છે. નાની ઉંમરે આધ્યાત્મિક પરિવર્તનમાંથીપસાર થવું યોગ્ય છે. મારા 90 ટકા શિષ્યો લગભગ યુવાન લોકો જ છે.”
“મારી પ્રબળ માન્યતા છે કે જ્યાં સુધી યુવા આધ્યાત્મિક રીતે સભાન નહિ થાય ત્યાં સુધી વિશ્વમાં આધ્યાત્મિક ક્રાંતિ (જાગૃતિ) શક્ય નથી. યુવાનો જ છે જે વિશ્વમાં પરિવર્તન લાવશે. યુવાનોએ પહેલા પણ આમ કર્યું છે, અને તેઓ ભવિષ્યમાં પણ કરશે. ”

