- “ધ્યાન (ગુરુ સિયાગ સિદ્ધ) યોગ સાધનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મંત્ર-જાપ અને ધ્યાન એ સાધનાની બે મહત્વપૂર્ણ બાજુઓ છે. ધ્યાનશું સૂચવે છે? વિશ્વ આજે ધ્યાન કરવા પર વધુ ધ્યાન આપી રહ્યું છે. આનું કારણ છે કે ભૌતિક વિજ્ઞાન પણ મને છે કે જો ધ્યાન કરનારવ્યક્તિ પોતાને સંપૂર્ણ એકાગ્ર કરવામાં સમર્થ હોય તો તબીબી સારવાર કરતા પણ વધુ સારા પરિણામ મળે છે.
- “પરંતુ આ પ્રકારની એકાગ્રતા પ્રાપ્ત કરવી ભાગ્યે જ શક્ય છે. બૌદ્ધ અને જૈન ધર્મો પણ ધ્યાન પર ખૂબ ભાર મૂકે છે. પરંતુ તેઓ ધ્યાનથીઆગળ વધતાં નથી. ધ્યાનના ફાયદા વિષે ખુબજ ઉત્તેજના છે. ડોક્ટર આ વિશે વાત કરે છે; ઘણા લોકો આ વિશે વાત કરે છે. પરંતુ ધ્યાનખરેખર શું સૂચવે છે તે કોઈ યોગ્ય રીતે સમજાવી શકતું નથી.
- “હકીકતમાં ધ્યાન એ સમાધિ મળવા પહેલાનું પગલું છે. પતંજલિ ઋષિએ તેમના ગ્રંથ “યોગ સૂત્ર” માં ધ્યાનની સ્થિતિ વિશે વિગતવારસમજાવ્યું છે. આ ગ્રંથમાં પતંજલિ ઋષિએ યોગને આઠ ભાગોમાં વહેંચ્યા છે, જેને સાધકે અનુસરવાના હોય છે: યમ (નૈતિક સંહિતા), નિયમા (સ્વ-શુદ્ધિકરણ અને અધ્યયન), આસન (મુદ્રાઓ), પ્રાણાયામ (શ્વાસ નિયંત્રણ), પ્રતીહાર (ભાવના નિયંત્રણ), ધારણા (હેતુ/એકાગ્રતા), ધ્યાન અને સમાધિ (ચિંતન).
- “પ્રથમ પાંચ તબક્કા ભૌતિક ક્ષેત્રમાં આવે છે જ્યારે છેલ્લા ત્રણ સૂક્ષ્મ ક્ષેત્રમાં – ધારણા, ધ્યાન અને સમાધિ. જ્યાં સુધી સાધક સફળતાપૂર્વક ધારણામાં થી પસાર ના થાય ત્યાં સુધી તે આગળના તબક્કામાં (ધ્યાન) જઈ શકતો નથી. તે ધ્યાન વિષે કલ્પના કરીને ધ્યાનમાં ઉતરીશકશે નહિ. તમારી ધારણા ત્યારે જ દ્રઢ બનશે જ્યારે તમે કેટલાક આંતરિક અનુભવો કરાવશો અને તમારી સમસ્યાઓના વ્યવહારિકઉકેલ મળશો. આ પ્રકારના આંતરિક પરિવર્તન દ્વારા તમને સમાધાન મળે ત્યારે જ તમે ધારણાની સ્ટેજ પર સફળતા પૂર્વક પહોંચી શકો. અને એકવાર તમે તમારી ધારણામાં દ્રઢ થઈ જશો, તો તમે ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત થવા લાગશે. આ એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે તમારેતમારા મનને આજ્ઞાચક્ર પર એકાગ્રચિત કરવું પડશે. આ પ્રમાણે ધ્યાન એ સમાધિ પહેલાનો તબક્કો છે, અને જ્યારે તમે એકાગ્રતા સાથેઊંડા ધ્યાનમાં જાઓ છો, ત્યારે તમે આપોઆપ સમાધિની સ્થિતિમાં જાવ છો.”
error: Content is protected !!