GSSY નું ધ્યાન અને ગુરૂ સિયાગ દ્વારા અપાયેલા દિવ્ય મંત્ર નો ચોવીસેય કલાક જાપ કરવાથી સાધકના વ્યવહારિક જીવનમાં નીચે પ્રમાણે બદલાવો થાય છે.
- દરેક પ્રકારના શારીરિક રોગોથી મુક્તિ. જેવી કે એચ.આઈ.વી/એઇડ્સ, કેન્સર, દમ, હાઈ અથવા લો બ્લડ પ્રેશર, સાંધાનો રોગ, ડાયાબીટીસ, મણકાના રોગો, હિમોફિલિયા, મેદસ્વીતા, હ્રદયના રોગો, લકવો, ચામડીના રોગો, વગેરે.
- દરેક પ્રકારની નશાકારક દવાઓ અને પદાર્થો, દારૂ, સિગારેટ,ચાવવાનું તમાકુ વગેરેથી મુક્તિ. તેમજ GSSY સાધકને હાનિકારક ખાવાની આદતમાંથી પણ મુક્તિ અપાવે છે.
- ડીપ્રેશન, અનિંદ્રા, તણાવ અને બીજા ઘણા માનસિક રોગોથી મુક્તિ.
- ઘરેલું સમસ્યા, નોકરી, લગ્ન, ભણતર અને આર્થિક તકલીફોથી મુક્તિ.
- જાદુટોણા, કાળાજાદુ અને તાંત્રિક વિધિથી મુક્તિ.
- વિદ્યાર્થીની યાદ શક્તિમાં અભૂતપૂર્વ વધારો થવાની સાથે મનોવાંછિત વિષય તથા વસ્તુ પર એકાગ્રહ થવાની ક્ષમતા.
રોગમાંથી ઉપચાર
પ્રશ્ન: મંત્ર લીધા પછી શું મારો રોગ તરતજ સમાપ્ત થઈ જશે?
ખાલી ગુરુદેવ સિયાગ પાસેથી મંત્ર દીક્ષા લેવી પૂરતું નથી. પૂર્ણ રોગ મુક્ત થવા માટે વધુમાં વધુ મંત્ર-જાપ અને રોજ ૧૫ મિનિટ સવારે/સાંજે ધ્યાન કરવુ જોઈએ. સતત અને નિયમિત સાધના પૂર્ણ રોગમુક્ત થવાની ચાવી છે. ગુરુ સિયાગ યોગ સર્વગ્રાહિતાથી સાધકને રોગ મુક્ત કરે છે માટે રાતોરાત પરિણામ નથી મળતું. તે શરીરને ધીરે-ધીરે રોગ મુક્ત કરે છે. માટે સાધકે ધીરજ રાખીને સાધના કરવી જોઈએ અને તત્કાળ પરિણામ ના મળે તો દુખી ન થતા નિયમિત સાધના કરતા રહેવું જોઈએ. અમુક દુર્લભ કિસ્સાઓમાં, કેટલાક દર્દીઓએ થોડાક જ દિવસોની સાધનાથી રોગમાં નોંધપાત્ર રાહત અનુભવી છે. જોવામાં આવ્યું છે કે જે દર્દી-સાધકે સંપૂર્ણ આસ્થા અને નિષ્ટાથી (અન્ય ઉપાસના અને ધાર્મિક વિધિઓ છોડી) ગુરુદેવ પ્રતિ સમર્પણ કરીને ધ્યાન અને એકાગ્રતપૂર્ણ પ્રાર્થના કરી છે તેઓ ઝડપથી રોગમુક્ત થયા છે.
પ્રશ્નઃ હવે હું GSY નો અભ્યાસ કરું છું, તો શું મારે મારા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા લેવી જોઈએ?
દર્દીએ નીચેની ૨ પરિસ્થિતિઓ માં દવાનું સેવન ચાલુ રાખવું.
૧ – જો દર્દી અત્યંત કમજોર છે અને હોશમાં રહીને મંત્ર-જપ અને ધ્યાન કરવાંમાં સક્ષમ નથી તો દવાઓનું સેવન ચાલુ રાખવું જ્યાં સુધી દર્દી હોશપૂર્વક મંત્ર-જપ અને ધ્યાન કરવા સક્ષમ ન થાય.
૨ – જો દર્દી GSYની પદ્ધતિ પર વિશ્વાસ કરતા નથી. વિશ્વાસના અભાવના કારણે દર્દી સતત GSY ની પદ્ધતિ છોડવાના બહાના જોશે અથવાતો આ પદ્ધતિ અપનાવ્યા પછી તેના રોગમાં વધારો થયો છે તેમ વિચારવા લાગશે. આવા કિસ્સાઓમાં દર્દીએ દવાઓનું સેવન ચાલુ રાખવું જ્યાંસુધી તેની સ્થિતિમાં સારો બદલાવ ન આવે અને તે એટલો શરીરિક/માનસિક સશક્ત ન થઇ જાય કે તે વગર દવાએ પદ્ધતિ ને અનુસરી શકે.
ખાસ નોંધ: ગુરુ સિયાગ તેમના શિષ્યોને તબીબી મદદ અથવા સારવાર મેળવવા માટે ના નથી કહેતા. ગુરુ સિયાગ સાધકોને યોગમાં તબીબી દવાના જેતો જ વિશ્વાસ રાખવાની સલાહ આપે છે. તેમના અનુસાર GSYએ આંતરિક અને બાહ્ય જીવન વચ્ચેના તફાવતને ભરવાનો માર્ગ છે, ” હું તમને એક એવી પદ્ધતિ બતાવીશ જેના દ્વારા તમારા અંદરના ડૉક્ટરને જાગૃત કરી શકાય છે. હું બાહ્ય શારીરિક ડૉક્ટરની સારવાર ચાલુ રાખવા માટે દર્દીઓ અને ડૉક્ટરોને સલાહ આપું છું — હું વિજ્ઞાનને ક્યારેય નકારતો નથી. વિજ્ઞાન એક સત્ય છે, પરંતુ તે હજુ સુધી અપૂર્ણ છે. એલેક્ઝાન્ડરના ગુરુ, એરિસ્ટોટલ, તેમના સમયના એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે કહ્યું કે વિજ્ઞાન એક અપૂર્ણ તત્વશાસ્ત્ર છે, પરંતુ તત્વશાસ્ત્ર એક સંપૂર્ણ વિજ્ઞાન છે. યોગ તત્વશાસ્ત્ર એ એક પૂર્ણ વિજ્ઞાન છે. વિજ્ઞાન તત્વશાસ્ત્રનું પૂરક છે. મેં ક્યારેય વિજ્ઞાનનો વિરોધ નથી કર્યો. પણ હું કહું છું કે તમારી અંદર પણ એક ડૉક્ટર છે. આંતરિક ડૉક્ટર બાહ્ય ડૉક્ટરને માર્ગદર્શન આપે છે અને તે જ બાહ્ય ડોકટરના જ્ઞાનની હદ છે. આંતરિક ડૉક્ટરને બીજું ઘણું આપવા માટે છે. હું તમારો અંદરના ડોક્ટર સાથે ફક્ત પરિચય કરાવી દઉં છું. તેની સાથે મિત્રતા વિકસાવવાનું કામ તમારું છે. આનો અર્થ એ છે કે મેં આપેલા મંત્રનો તમારે સતત જાપ કરવો.”
ગુરુ સિયાગનો યોગ રોગોને કેવી રીતે સજા કરે છે:
- માણસો જે રોગોથી પીડાય છે તે આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા શારીરિક અને માનસિક રીતે બે વ્યાપક વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આની સારવાર આંતરિક દવાઓ અને / અથવા બાહ્ય દવાઓ દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન ભારતીય ઋષિઓ, ધ્યાન દ્વારા જીવનના ઊંડા રહસ્યોમાં ઉતાર્યા અને જાણ્યું કે એકલા જંતુઓ અથવા પેથોજેન્સના આકસ્મિક સંપર્કમાં આવવાથી રોગો થતાં નથી, જેવું આધુનિક ચિકિત્સક વૈજ્ઞાનિકો સમજી રહ્યા છે. તેઓએ જાણ્યું કે મોટાભાગની વેદના અને તકલીફો જેતે વ્યક્તિના પાછલા જન્મના કર્મના કારણે થાય છે. એક જન્મની ક્રિયા તે જ જન્મની પ્રક્રિયા તરફ દોરી જાય છે અથવા તો બીજા જન્મની ક્રિયામાં પરિણામે છે. દરેક વ્યક્તિ જીવન અને મરણના અનંત ચક્રમાં ફસાયેલો હોવાથી, રોગો અને જીવનના ચઢાવ/ઉતાર થી સતત પીડાતો રહે છે. આધ્યાત્મિક શબ્દોમાં કહીયે તો કર્મના બંધનમાં – પાછલા જન્મના કર્મો રોગ રૂપે આ જન્મમાં ભોગવે છે અને એક જન્મ પછી બીજો એમ કદી ન સમાપ્ત થતા જીવનમાં પીડાય છે.
- યોગિક ગ્રંથો અનુસાર, પાછલા જીવનના સંસ્કાર અને વર્તમાનના કર્મ આપણા વર્તમાન જીવનનો માર્ગ બનાવે છે. યોગ સૂત્ર ગ્રંથમાં, પતંજલિ ઋષિએ રોગોને શારીરિક (આદિદૈહીક), માનસિક (અદિભૌતિક) અને આધ્યાત્મિક (આદિદૈવિક) એમ ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કર્યા છે. કોઈ પણ વ્યક્તિ સિદ્ધ ગુરુનો આશ્રય લઈ અને સિધ્ધયોગ સાધના નો નિયમિતપણે અભ્યાસ કરીને આ ત્રિવિધિ-તાપથી પોતાને સંપૂર્ણપણે મુક્ત કરી શકે છે. ગુરુ સિયાગ કહે છે, “સમગ્ર વિશ્વમાં યોગના નામે ફક્ત શારીરિક કસરતો કરવામાં આવે છે. જ્યારે હું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ગયો ત્યારે મેં જોયું કે ત્યાં પણ યોગનો અર્થ શારીરિક વ્યાયામ જ હતો. પરંતુ વૈદિક દર્શનમાં વર્ણવેલ યોગનો ઉદ્દેશ મોક્ષ અથવા જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ છે. હકિકતમાં, વૈદિક દર્શન રોગોની વાત જ નથી કરતા. દાખલા તરીકે, પતંજલિ યોગ દર્શનમાં 195 સુત્રો છે અને તેમાંથી કોઈ પણ રોગો વિશે કંઇ ઉલ્લેખ કરતું નથી. વૈદિક દર્શન તો પૂર્વજન્મના સંસ્કારોનો નાશ કેવી રીતે કરવો તે વિષે વાત કરે છે.
- “માત્ર ગુરુ સિયાગ જેવા આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ યોગનો નિયમિત અભ્યાસ કરવાથી સાધકને તેના તમામ દુઃખોનો આધ્યાત્મિક ઉપાય શોધવામાં મદદ મળી શકે છે. GSYની પ્રેક્ટિસ શિષ્યને પૂર્વજન્મના કર્મોના જાળ કાપી, રોગોથી મુક્તિ કરી અને આત્મજ્ઞાન દ્વારા તેના જીવનના સાચા હેતુને સમજવા માટે મદદ કરે છે.
તાણથી મુક્તિ
- તબીબી વિજ્ઞાન વ્યસનકારક દવાઓ (શામક દવાઓ, ઉંઘની ગોળીઓ વગેરે) દ્વારા તણાવની સારવાર કરે છે જે ભાગ્યે જ દર્દીના ઇલાજમાં કારગર હોય છે. GSY પણ નશાને એક સારવાર તરીકે જુએ છે, પરંતુ તે નશો એક પ્રકારનો આનંદ છે જે ગુરુ સિયાગના દિવ્ય મંત્રનો નિયમિત જાપ કરીને આવે છે. દિવ્ય ઋષિમુનિઓએ આ દિવ્ય આનંદનો ઉલ્લેખ “દવાઓ વિનાનો નશો” તરીકે કર્યો છે. આ પ્રકારનો આનંદ થોડા દિવસોમાં સાધકને તણાવ અને તણાવ સંબંધી બીમારીઓ જેવી કે ડિપ્રેસન, હાયપરટેન્શન, અનિદ્રા, ફોબિઆસ વગેરેથી મુક્ત કરે છે. ગુરુ સિયાગ આ પ્રક્રિયાને વિગતવાર સમજાવે છે:
- “બીજા હોય છે માનસિક રોગ. ૮૦% બીમારીઓ માનસિક ટેન્શન થી થાય છે. ડોક્ટર પાસે માનસિક ટેન્શન ખતમ કરવા માટે કોઈ દવા નથી. કોઈ એક ફાર્મુલા નથી જેનાથી ટેન્શન ખતમ થઈ જાય. નશાની દવા આપે છે જેનો ૪-૫ કલાક અસર રહે છે. જ્યાં સુધી અસર રહે, ત્યાં સુધી રાહત રહે છે અને અસર ખતમ થઈ તો રોગ એવો ને એવો અને ટેન્શન પણ એવું ને એવું. માનસિક તણાવ ખતમ નથી કરી શકતા ડોક્ટરો. નશો વાસ્તવ માં એક દવા છે, એ આપણે પણ માનીએ છીએ. પણ એ નશો મેટર નો ના હોવો જોઈએ, “સ્પીરીટ” નો હોવો જોઈએ. તે નશો સ્પીરીટ નો હોવો જોઈએ. તો હું તમને જે કૃષ્ણ ના નામનો મંત્ર આપીશ, તેનાથી તમને આનંદ આવાનો શરૂ થઈ જશે. હવે આપણા સંતોએ તેને નામ ખુમારી કહી છે. નાનક દેવજી મહારાજ કહેં છે- “ ભાંગ-ધતુરા નાનકા ઉતર જાય પ્રભાત, ભાંગ-ધતુરા લઇ ને જોઈલો, આંખી રાત સુઈ જાઓ, સવારે નશો સાફ, નામ-ખુમારી નામ કી ચઢી રહે દિન રાત”.
- આ જ વાત કબીરદાસજી એ કહી છે. “નામ અમલ ઉતરે ના ભાઈ, નામ નો નશો ઉતરતો નથી, ઔર અમલ છિન-છિન ચઠે ઉતરે, નામ અમલ દિન બઢે સવાયા”. તો ગીતા માં ભગવાને આને આનંદ કહ્યો છે. દિવ્ય આનંદ કહ્યો છે, અક્ષય આનંદ કહ્યો છે, અનંત આનંદ કહ્યો છે, અદ્વિતીય આનંદ કહ્યો છે, ઈશ્વર ધ્યાન-જાણિત આનંદ કહ્યો છે. ગીતા માં ૫ શ્લોક છે, ૫ માં અધ્યાય માં ૨૧ મો શ્લોક, છઠા અધ્યાય માં ૪ શ્લોક છે- ૧૫, ૨૧, ૨૭, ૨૮. તો એ નામ વાળો નશો ઉતરતો નથી. ડોક્ટર વાળો ઉતારી જાય છે. તેમણે ‘આનંદ’ ને ઘણી રીતે ઉલ્લેખ કર્યો છે: દિવ્ય આનંદ, આનંદ જે ભગવાનના ધ્યાન દ્વારા ઉત્પન્ન થાય છે અને પાંચેય ઇન્દ્રિયોના સુખને વટાવે છે. જ્યાંસુધીમાણસ આ ‘આનંદ’ નો અનુભવ કરે નહિ ત્યાંસુધી તે સુખ અને આનંદ વચ્ચે ભેદ સમજવામાં સમર્થ નથી.
- “જ્યાં સુધી વ્યક્તિ પાસે સંપત્તિ, મોટી કાર, મકાન અને કુટુંબ હોય ત્યાં સુધી તે ખુશ છે. પરંતુ જો આમાંથી એક વસ્તુ પણ છીનવી લેવામાં આવે તો તેનો આનંદ સમાપ્ત થઇ જાય છે. તો શું આ ભૌતિક સુખ સાચુ સુખ છે? આટલું સહેલાઇથી સમાપ્ત થઇ નાશ પામે? અહીંની આ નાનકડી છોકરી બેઠી છે અને રમી રહી છે, અને તે રમવાનો આનંદ માણી રહી છે હું જે કહી રહ્યો છું તેમાં તેને કોઈ રસ નથી, અને તે અહીં કોઈ સુખ નથી મળી રહ્યું. જ્યારે તે 20-25 વર્ષની થશે ત્યારે તેને કંઈક અન્યમાં ખુશી મળશે. જ્યારે તે મારી જેમ લગભગ 70-80 વર્ષની થશે ત્યારે તે કંઈક અલગ રીતે સુખનો અનુભવ કરશે. જે ‘સુખ’નો લોકો પીછો કરે છે, તે ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે. તે આનંદ નથી. ‘આનંદ’ અક્ષય છે. તે ‘ક્ષય’ થતો નથી. કબીરદાસજી એ કહ્યું છે. “ભગવાનના નામ નો નશો ઉતરતો નથી પણ દરરોજ વધતો જાય છે. હું જે મંત્ર આપુ છું તેનો જાપ કરવાથી તમને ‘આનંદ’ આવવા લાગશે. આ ‘આનંદ’ તમને તણાવથી સંપૂર્ણપણે મુક્તિ આપે છે અને તનાવ અને સંબંધિત બીમારીઓથી મુક્ત કરે છે. ‘આનંદ’ રાત દિવસ તમારી સાથે રહે છે. મેડિકલ વિજ્ઞાનના ડોકટરોને આ માનવું ખૂબ મુશ્કેલ લાગે છે.”
મેં પશ્ચિમને સલાહ આપી છે કે ફક્ત પદાર્થ વિજ્ઞાન ઉપર જ ધ્યાન કેન્દ્રિત ન કરો પરંતુ ‘સ્પિરિટ’ (આત્મા / જીવાત્મા) નો પણ સમાવેશ કરો. મેટર પ્લસ સ્પિરિટ તમામ પ્રકારના રોગોથી મુક્તિ અપાવશે.
બાળકો માટે જી.એસ.વાય
બાળકોએ ધ્યાન કેમ કરવું જોઈએ?
બાળપણ જ એક એવો સમય છે કે જેમાં બાળકોને કોઈ જવાબદારી નથી હોતી અને બાળકોએ તેમનું બાળપણ માણવું જોઈએ એવું વડીલોનું માનવું છે. પણ આ અર્ધ સત્ય છે. ચોક્કસપણે બાળકોમાં એટલી સમજ નથી હોતી કે તેઓ પોતાના કાર્યનું પરિણામ સમજી શકે અને તેની ભવિષ્યમાં શું અસર થશે? પણ બાળકોની પોતાની તકલીફો હોય છે.
જેમકે ભણવાનો તણાવ, સ્કૂલની ચિંતા, વડીલોનું તેમના પ્રતિનું વલણ, શરીરને લઈને ચિંતા (રૂપ-રંગ, દેખાવ) વગેરે વગેરે. આ પ્રકારના તણાવો બાળકોના વ્યહવારને, ખાવા-પીવાની આદતોને, શારીરિક વૃદ્ધિને, સ્વાસ્થ્યને, સ્કૂલમાં ભણવા પ્રત્યેના વ્યહવારને, તેમજ બીજા બાળકો સાથેના આદાન-પ્રદાનને નકારાત્મક રૂપ થી પ્રભાવિત કરે છે.
ગુરુ સિયાગનો યોગ બાળકોને આવા તણાવના નકારાત્મક પ્રભાવથી મુક્ત રાખે છે. બાળકોમાં છુપાયેલી યોગ્યતા તથા પ્રતિભાઓને નિખારે છે. ગુરુ સિયાગના યોગને સરળતાથી બાળકોની સ્કૂલ અને ઘરની દૈનિક ક્રિયાઓ માં સમાવિત કરી શકાય છે.
ગુરુ સિયાગ ધ્યાન યોગના બાળકોને થતા ફાયદા –
- બાળકોને તણાવ માંથી મુક્તિ: આપણે મોટેભાગે વિચારીયે છીએ કે ધ્યાન કરવું એટલે વિચાર શૂન્યતાની સ્થિતિ, પણ એવું નથી. આતો અશાંત મનને શાંત કરવાની પદ્ધતિ છે. જેમ પાણી ભરેલા ગ્લાસમાં માટી નાખીને હલાવીયે તો, આખ્ખા ગ્લાસમાં માટી તરતી જોવા મળે છે. પછી ધીરે-ધીરે એ માટી ગ્લાસનાં તળિયે બેસી જાય છે. બરોબર આ જ પ્રમાણે જયારે આપણે ધ્યાન કરીયે છીએ ત્યારે વિચારોનું વમળ થોડા સમય માટે ધ્યાનમાં ભમે છે. બાળકો જેમજેમ મંત્ર જાપ કરવામાં કેન્દ્રિત થતા જાય છે તેમતેમ વિચારોનું તોફાન શાંત થવા લાગે છે અને મન શાંત થવા લાગે છે. જેવું મન શાંત થાય છે તેમ શાંત મનનો પ્રભાવ આખ્ખા શરીર ઉપર થવા લાગે છે અને તણાવ તરત જ ઓછો કે સમાપ્ત થઇ જાય છે.
- ભણવામાં સારું પ્રદર્શન: આ રીતે બાળકોમાં ઘટેલો તણાવ તેમની સજાગતાને વધારે છે અને ધ્યાનને કેન્દ્રિત કરે છે. જે વિદ્યાર્થીઓ ગુરુ સિયાગ યોગનો નિયમિત અભ્યાસ કરતા હતા તેમણે જણાવ્યું કે ધ્યાન કરવાથી અઘરા વિષયો સરળ લાગવા માંડ્યા. એકાગ્રતા વધવાની સાથે તેમની યાદશક્તિ વધી અને સરળતાથી યાદ પણ રહેવા લાગ્યું.
- ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો: દર થોડા દિવસે આપણે સાંભળીયે છીએ કે બાળકો ભણવાના ભારથી કે નાપાસ થવાની બીકે કે અન્ય કારણોથી ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરીલે છે. જો તેમની સ્કૂલ કે કોલેજ ૧૫ મિનિટ ના ધ્યાનને તેમના પાઠ્યક્રમમાં સમાવીલે તો આ પ્રકારની ભયાનક ઘટનાઓ થી બચી શકાય છે. એટલા માટે માં-બાપ તો બાળકોને સવાર-સાંજ ધ્યાન કરવા બેસાડી શકે છે. બાળકો જેટલી નાની ઉંમરમાં ધ્યાન શરુ કરશે એટલી જ જલ્દીથી પ્રગતિ કરશે. ગુરુ સિયાગની વિધિથી ધ્યાન કરવા વાળા બાળકોએ જણાવ્યું કે તેઓ હવે પહેલાથી વધારે સારી રીતે તણાવ અને ચિંતા માંથી મુક્ત થવામાં શક્ષમ છે. પરીક્ષાના પહેલા ધ્યાન, વાંચવા બેસતા પહેલા ધ્યાન એ મન અને શરીરને શાંત રાખે છે અને હાથમાં લીધેલા કામમાં મન સારી રીતે કેન્દ્રિત થાય છે. ગુરુ સિયાગનું ધ્યાન ભાવનાત્મક સંતુલનને પણ મજબૂત કરે છે – બાળકો કોઈપણ દબાણની પરિસ્થિતિમાં શાંતિથી ઘટનાક્રમનું અવલોકન કરી ઈમોશનલ કે ડિપ્રેસ થયા વગર ભવિષ્ય માટે સારા નિર્ણય લઇ શકવા માટે શક્ષમ થવા લાગ્યા છે.
- બાળકોમાં નવા આઈડિયા વિચારી શકવાની શકમતા નો વિકાસ: ગુરુ સિયાગની વિધીથી બાળકોની માનસિક ક્ષમતાનો વિકાસ થવાથી તેઓ નવા ક્રીએટિવ આઈડિયા વિચારી શકે છે. દરેક કાર્યને એક અલગ જ રીતે અને ઝડપથી પૂર્ણ કરવાની ક્ષમતા વિકસિત થવા લાગે છે. જે વિકાસ માતા-પિતા સમજાવીને પણ નથી લાવી શકતા તે ગુરુ સિયાગની સાધનાથી આપમેળે થવા લાગે છે.
- ખુશીની માનસિક સ્થિતિ: ગુરુ સિયાગની ધ્યાનની રીત બાળકોના વ્યક્તિત્વમાં ખુબ જ સારી અસર કરે છે. તેઓ ખુશ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે. ઘણા બાળકોએ બતાવ્યુંકે ધ્યાન શરુ કર્યા પછી તેઓ વધુ આશાવાદી થયા છે અને દરેક કાર્યમાં આત્મવિશ્વાસ આવે છે. મુશ્કેલીઓ થી ગભરાવાનું બંધ થઇ ગયું અને નવી વાતો દિમાગમાં આપમેળે આવવા લાગી. ખુશીની માનસિક સ્થિતિના કારણે બાળકોની ઝગડાળુ વૃત્તિ અને તોફાની આદતોમાં ઘટાડો થયો. તેઓ આજુબાજુના લોકો સાથે સારી રીતે વર્તવા લાગ્યા જેનાથી તેમની સામાજિક કુશળતા તથા સંબંધોમાં સુધાર આવ્યા.
- ઉચ્ચ ચેતનાનો વિકાસ: બાળકોમાં બીજાના પ્રતિ દયા અને સહાનુભૂતિ નો વિકાસ થાય છે તથા બીજાની જરૂરતો પ્રતિ પણ સચેતન થઇ તેમની સાથે સારી રીતે વર્તે છે. જરૂરતમંદ પ્રતિ દયાનો ભાવ ઉત્પન્ન થઇ અન્યાયના વિરુદ્ધ ઉભા થવાની ક્ષમતાનો વિકાસ થવો વગેરે વગેરે.
વ્યસન મુક્તિ
- દરેક વ્યક્તિમાં ત્રણ પ્રકારની આંતરિક વૃત્તિઓ હોય છે: સાત્વિક (શુદ્ધ, પ્રકાશ), રાજસિક (પ્રખર) અને તામસિક (નીરસ, જડ). આ વૃત્તિઓ વ્યક્તિની માનસિક રચના, જીવન અને ક્રિયાઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ તથા તેની આહાર પસંદગી અને ખાનપાન ને પણ નક્કી કરે છે. GSYની નિયમિત પ્રેક્ટિસ રાજાસિક અને તામસિક વૃત્તિઓ પર સાત્ત્વિક વૃત્તિનું વર્ચસ્વ સરળ બનાવી સાધકને પરિવર્તન તરફ દોરી જાય છે. સાત્ત્વિક ગુણવત્તાનું વર્ચસ્વ વ્યક્તિની આંતરિક વૃત્તિઓને સકારાત્મક, સભાન, બુદ્ધિશાળી, શુદ્ધ વિચાર અને ક્રિયાઓ તરફ પરિવર્તિત કરે છે. આનાથી તેની ખાણીપીણી અને આહારની પસંદગીઓમાં પણ બદલાવ આવે છે. આ પરિવર્તનનો મુખ્ય પરિણામ એ છે કે જે કંઈ પણ તે વ્યક્તિની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે નકારાત્મક અને નુકસાનકારક છે, તે તેને પોતાની મરજીથી જ છોડી દે છે – વ્યક્તિએ આ કૃત્ય કરવા માટે કોઈ સભાન પ્રયત્નો કરવાની જરૂર પડતી નથી. આમ, જો વ્યક્તિ ડ્રગ્સ, દારૂ અથવા ધૂમ્રપાનના વ્યસનોથી પીડિત છે અથવા કોઈ એવા ખોરાક સાથે જોડાયેલ છે જે તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો તે વ્યસન તેને આપમેળે છોડી દેશે.
- નીચે ગુરુ સિયાગ તેમના પોતાના શબ્દોમાં વ્યસન મુક્તિની યોગિક પ્રક્રિયાને સમજાવે છે:
- “મંત્રનો જાપ કરવાથી આવતો નશીલો (દિવ્ય) આનંદ તણાવ અને માનસિક વિકારથી મુક્તિ આપે છે.
- “વ્યક્તિને વ્યસનમાંથી પણ મુક્તિ મળી રહે છે. વ્યક્તિએ ડ્રગ (નશો) છોડી દેવાની જરૂર નથી; તે ડ્રગ (નશો) વ્યક્તિને છોડી દેશે … તો આ વ્યસનોથી વ્યક્તિ કેવી રીતે મુક્તિ મેળવે છે? આવું થાય છે કારણ કે સાધકની વૃતિ બદલાઈ જાય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ માયા ના ત્રણ પ્રકારના ગુણોથી થઇ છે. આ વૃત્તિઓ છે: રજસ (ઉત્સાહી અને મહેનતુ), તમસ (નિસ્તેજ, જડ) અને સત્ત્વ (શુદ્ધ, પ્રબુદ્ધ, સકારાત્મક).
- શરીરમાં જે ગુણ વર્ચસ્વ ધરાવતું હશે તે એક ચોક્કસ પ્રકારના ખોરાકની માંગ કરશે અને તમારે આ માંગ પૂરી કરવી પડશે.
- “જો તામસિક વૃત્તિ પ્રબળ છે, તો તે માંસ, આલ્કોહોલની માંગ કરશે કારણ કે તે આ પ્રકારના ખોરાક પર પોતાને ટકાવી રાખે છે. જો તમે આ માંગણીઓ સંતોષશો નહીં, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો કોઈને અફીણનું 20 વર્ષ સુધી વ્યસન કર્યું હોય અને જો તે અચાનક વપરાશ બંધ કરે છે, તો તે પાંચથી સાત દિવસમાં મરી જશે, પરંતુ જો તે સિદ્ધયોગનો અભ્યાસ કરે છે, તો તે વ્યસનમુક્ત બને છે અને મૃત્યુ પામતો નથી, કારણ કે તેની વૃતિઓમાં પરિવર્તન આવે છે. તામાસિક વૃત્તિઓ સૌ પ્રથમ સિદ્ધયોગની અસર અનુભવે છે અને તેની માંગણીઓનો અંત આવે છે.
- “આ એક ડિમાન્ડ અને સપ્લાયનો વિષય છે. એકવાર સ્વામી વિવેકાનંદ USAમાં ભાષણ આપી રહ્યા હતા. પ્રેક્ષકોમાંથી એક વ્યક્તિએ તેમને કહ્યું,” સ્વામીજી તમે તમારો સમય બરબાદ કરી રહ્યા છો. અમે ક્યારેય યોગા કરી શકીશું નહીં. “હિન્દુ દર્શનનો મુખ્ય સિધ્ધાંત શાકાહારી છે અને અમે બધા માંસ અને આલ્કોહોલ પીએ છીએ. અમે યોગ કેવી રીતે કરી શકીશું?” સ્વામીજીએ જવાબ આપ્યો, “તમારે વસ્તુઓ છોડવાની જરૂર નથી. તે વસ્તુઓ તમને છોડી દેશે.” આનો અર્થ એ કે તમારે કોઈ પદાર્થનું સેવન છોડવું પડશે નહીં, તે પદાર્થ તમને આપમેળે છોડશે.
- “હું તમને ચેલેન્જ કરું છું! તમારામાં જે લોકો વ્યસની છે, તે આજથી ડ્રગ લેવાનો પ્રયાસ કરો. આજે સાંજે જ સેવન કરવાનો પ્રયાસ કરો. તમે નહીં કરી શકશો કારણ કે તે વ્યસન તમને છોડી દેશે. તમે ઇચ્છો તો પણ ડ્રગનું સેવન નહિ કરી શકો.
- “બાડમેરમાં હજારો લોકોને અફીણનું વ્યસન છે; ત્યાં વ્યસનીઓની સંખ્યા સૌથી વધુ છે. અફીણ પાકિસ્તાનની સરહદ પારથી આવે છે. તેથી જ બાડમેરમાં લોકો અફીણ પીવે છે. હું તેમને કહું છું,” અફીણ છોડો નહીં, પણ સિદ્ધ યોગ કરો. ” ત્યાર બાદ હજારો લોકો વ્યસન મુક્ત થયા હતા. હવે તેઓ કહે છે કે અફીણમાંથી અમને દુર્ગંધ આવે છે અને તેને ગળી શકતા નથી. આ પરિવર્તનને કારણે આ લોકો આજે બાડમેરથી આવ્યા છે.
- “હું ક્યારેય ઉપદેશ આપતો નથી કે ડ્રગનો ઉપયોગ કરવાનું છોડી દો. ” હું તો કહું છું કે “છોડો નહીં.” ઘણા ગુરુઓ ઉપદેશ આપે છે, “આ સાચું છે, તે ખોટું છે” અને “આ ન કરો, તે કરો.” પરંતુ ખરેખર આનું અનુસરણ કોણ કરે છે? લોકો એક કાનેથી સાંભળે છે અને બીજે કાનેથી બહાર ફેંકી દે છે. માટે જ હું ઉપદેશ આપતો નથી.
- તમારા માટે જે જાણવું મહત્વપૂર્ણ છે તે છે કે તમારે પદાર્થ (નશો) છોડવાની જરૂર નથી. ઘણા લોકો તેમના સંબંધીઓને જે વ્યસની છે, તેઓને કાર્યક્રમમાં આવવા માટે દબાણ કરે છે અને તેમને કહે છે કે તેઓ વ્યસન મુક્ત બનશે. જયારે વ્યસની ચિંતા કરે છે કે તેને વ્યસન કરવાનું છોડી દેવું પડશે. હું તેમને ખાતરી આપું છું કે તમારે પદાર્થ (નશો) છોડવાની જરૂર નથી. આનાથી તેઓ ખુશ થાય છે અને એક કલાક સુધી મારી વાત સાંભળવામાં તેમને કોઈ તકલીફ પણ પડતી નથી.
- “તેઓ વ્યસન છોડવાનો ઇરાદો ન ધરાવતા હોવા છતાં, તે વ્યસન જ તેમને થોડા દિવસોમાં છોડી દે છે. તમે પણ વ્યસનથી મુક્ત થઈ શકો છો. ધ્યાન દરમિયાન આ કેવી રીતે થશે તે તમે જાણશો. તો સહદકની વૃત્તિઓ બદલાય છે. અમુક ઇચ્છાઓ કે જે કોઈ ચોક્કસ વૃત્તિમાંથી આવે છે તે તમને છોડી દેશે.
- જો અંદર માંગ ન હોય તો તેનો અર્થ એ છે કે સપ્લાયની જરૂર નથી. પણ જ્યારે માંગ હોય ત્યારે તેને પૂરી પાડવી પડે છે. જ્યારે વૃતિ બદલાઈ જાય છે તો તેની માંગણી અને પુરવઠો પણ બંધ થઈ જાય છે. આનો અર્થ એ થાય છે કે હવે તમે વ્યસન કરવાની મુશ્કેલીમાં મુકશો નહીં. જે ઈચ્છાઓ પદાર્થોનું સેવન કરવાની ફરજ પાડતી હતી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે.”
ક્રોધથી મુક્તિ
- દરેક પ્રકારનો ક્રોધ આપણામાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને નિયંત્રણ આપણા હાથમાં થી છૂટી જવાના કારણે ઉદભવે છે. આપણે નિયંત્રણ કરવાની ઈચ્છા સાથે એટલા સઘંન રીતે જોડાઈ જઈએ છીએ કે જયારે તે પૂરી નથી થઇ શકતી ત્યારે આપણી પોતાની ઉર્જા જ આપણા માટે અગ્નિ સમાન બની જાય છે, અને આપણા ને જ બળે છે. ગુરૂ સિયાગ કહે છે “ મૃત્યુ પછી શરીરને આગ ચાંપવામાં આવે છે અને શરીર રાખમાં મળી જાય છે પણ ગુસ્સો તો મનુષ્યને અંદરથી જ જીવતા-જીવત બળે છે.” આત્યાર ના સમયમાં આપણે બેદરકારીથી ઘણીવાર કઈ એવું કહી કે કરી બેસીએ છીએ કે જેને આપણે ઉલટી શકતા નથી જે ક્યારેય ભરપાઈ ના થઇ શકે તેવું નુકશાન કરે છે. આત્યંતિક કિસ્સાઓમાં ગુસ્સો એવા સંકટ અને ઘટનાઓનું નિર્માણ કરે છે જેની સાથે આપણે આજીવન બંધાઈ જઈએ છીએ.
- થેરપિસ્ટ્સ અને અન્ય તબીબી પ્રેક્ટિશનરો ગુસ્સો સાથે વ્યવહાર કરવા માટે વિવિધ પદ્ધતિઓની ભલામણ કરે છે જેમ કે નિયંત્રિત અને અડગ રીતે ગુસ્સો વ્યક્ત કરો, ક્રોઘને દબાવો અને વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ લઇ જવો, અથવા તો ઊંડા શ્વાસની પધ્ધતિથી તેને શાન્ત કરવો. ચોક્કસ પરિસ્થિતિઓમાં, તાત્કાલિક અસર માટે ટ્રાંક્વીલાઈઝર્સ (મગજ ને શાન્ત કરે તેવી દવાઓ) પણ આપવામાં આવે છે. ઉપર જણાવેલી બધીજ પદ્ધતિઓ અસરકારક હોય છે, પરંતુ માત્ર એક હદ સુધીજ. તે વ્યક્તિને ક્ષણભર માટે ગુસ્સો નિયંત્રિત કરવા મદદ કરી શકે છે પણ સંપૂર્ણપણે છુટકારો આપી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ પધ્ધતિઓ જેતે વ્યક્તિને ગુસ્સાના સમયે સયમ રાખી તેની દિશા બદલવામાં મદદરૂપ થઇ શકે છે પણ સંપૂર્ણપણે ગુસ્સાથી છુટકારો આપી શકતી નથી.
- ગુરૂ સિયાગ કહે છે કે ગુસ્સાની અભિવ્યક્તિ કરવી તે ક્યારેય ના ખતમ થવા વાળું ચક્ર છે. “તમે કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો કરી તેને પણ ગુસ્સાના ચક્રમાં ખેચીલો છો ત્યારે તે વ્યક્તિ પણ તમારા ગુસ્સાને શાંતિથી લેશે નહિ. તેમના ક્રોધનો પ્રતિકારી પ્રતિભાવ તમારી ઉપર પણ આવશે. આનો કોઈ અંત નથી. તમે કોઈની ઉપર છાણ ફેકો છો અને એવી અપેક્ષા કરો છો કે તમારા ઉપર છાણના છાંટા ન પડે. અવશ્ય તમે પણ છાણથી ગંદા થશો જ! આમા પેઢીઓની પેઢીઓ મૃત્યુ પામી છે કેમ કે તેમનો ગુસ્સો દ્વેષભાવમાં તબદીલ થઇ ગયો અને તેઓ આ ચક્રને તોડી ન શક્યા.” તો કેવી રીતે કોઈ આ ચક્રને તોડે? ગુરૂ સિયાગ કહે છે કે ગુસ્સાનો નાશ ફક્ત તેને ધ્યાન રૂપી મહાસાગરમાં વિસર્જિત કરીને જ કરી શકાય છે. ગુસ્સો કરવો કે તેની માટે જવાબદારી લેવા કરતા સાધકે તેને ફક્ત સાક્ષીભાવથી જોવો જોઈએ. ગુસ્સો એ એક લાગણી છે તેના મૂળ કોઈ વ્યક્તિ કે ઘટના સાથે જોડાયેલા નથી.
- ધ્યાનની અવસ્થામાં તમે કોઈ ના ઉપર ગુસ્સે નથી હોતા પણ તમે ફક્ત ગુસ્સામાં હોવ છો. ક્રોધ એક બાહ્ય શક્તિ છે અને તમે તેને તમારી અંદર પ્રવેશવા દીધી છે. જયારે એ તમારી અંદર પ્રવેશે છે ત્યારે જ તમે ગુસ્સાની અવસ્થા ધરાવો છો. જે કોઈના પ્રત્યે ગુસ્સો છે કે કોઈ ઘટના થી હતાશ છે અથવા કોઈ પરિસ્થિતિમાં ફસાયેલો છે. ધ્યાનમાં ક્રોધ ગુણવતા વિહીન બની જાય છે. સાધક જયારે પણ ક્રોધ અનુભવે ત્યારે તેના ઉપર સંયમ રાખી, ક્રોધને ધ્યાનમાં મુક્ત કરી દેવો જોઈએ. આમ કરવાથી તમારા તરફ આવેલા ક્રોધને તમે બ્રહ્માંડમાં ત્યજી દીધો. નદી જયારે દરિયામાં વહી જાય છે ત્યારે તે પોતાનું અસ્તિત્વ ગુમાવીને દરિયા સાથે એક બની જાય છે. તે જ પ્રમાણે જ્યરે ક્રોધને ધ્યાનમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે અનંત બ્રહ્માંડ સાથે એક થઇ પોતાનું અસ્તિત્વ ગુમાવી સ્વયમ બ્રહ્માંડ થઇ જાય છે. અલબત, આ એક વખતની પ્રક્રિયા નથી પણ જયારે પણ ક્રોધ આવે ત્યારે સાધકે સભાનપણે આ પ્રક્રિયા કરવાની હોય છે. ટુંક સમયમાં ક્રોધ સંપૂર્ણપણે નાશ થઇ જશે. જો ક્રોધ આવે તે સમયે ધ્યાન કરવું સંભવ ના હોય તો મંત્રનો સઘન જપ કરવો. ગુરૂ સિયાગ કહે છે કે જયારે તમે ક્રોધની પહેલી તરંગ અનુભવો છો ત્યારે મંત્રનો જાપ કરવાનું શરુ કરો. મંત્રના તરંગો તમારામાં તીવ્ર એકાગ્રતા લાવી ક્રોધની શક્તિને વિખેરી નાખશે અને તમારી ઉપર કોઈ ખરાબ અસર કરવા કરતા ક્રોધ તમને છોડીને જતો રહેશે.

