ગુરુ સિયાગ યોગા

  • “એક પ્રકારની મુદ્રા (આધ્યાત્મિક હાવભાવ) કે જે સાધકો અનુભવે છે તે છે ખેચરિ મુદ્રા. આ મુદ્રામાં, જીભને મોં (મોં નો ઉપેરનો ભાગ) ની છત તરફ પાછળની બાજુ ખેંચી લેવામાં આવે છે અને પછી ત્યાં તે એક બિંદુને સ્પર્શ કરે છે. જ્યારે તે આ બિંદુને સ્પર્શ કરે છે, ત્યારે એક અમૃત જેવા પદાર્થનો સ્ત્રાવ થાય છે.
  • ગોરક્ષનાથજી આ દ્રવ્યને અમૃત કહે છે. કાવ્યાત્મક સ્વરૂપમાં, તેમણે ખેચારી મુદ્રાને એક ઉન્ધા કુવા તરીકે વર્ણવ્યો છે જે અમૃતથી ભરેલો છે. જે વ્યક્તિ ચેતન છે તે મન ભરીને આ અમૃત પીવે છે જ્યારે અચેતન વ્ય઼ક્તિ તરસ્યો જ પાછો જાય છે. જે સાધક આ અમૃતનું સેવન કરે છે તેને જ્ઞાન થાય છે કે તે અમર છે. અને જો તે વાસ્તવમાં અમૃત છે, તો બીજા જન્મનો સવાલ જ ઉભો થતો નથી.
  • “સંત કબીરે શરીરની તુલના પાણીથી ભરેલા માટીના ઘડા સાથે કરી છે. જો માટીનો ઘડો પાણીમાં ડૂબી જાય તો ઘડામાં પણ પાણી છે અને તેની બહાર પણ પાણી છે. બહારના પાણીથી માટીનો ઘડો વિખંડ થવા લાગે છે અને ટૂંક સમયમાં તે માટીનો ઘડો પાણીમાં ઓગાળી જાય છે. માટીના ઘડાના વિઘટન થતાં જ બહારનું અને ઘડાની અંદરનું પાણી એક થઈ જાય છે. ‘એકતા’ ની આ અનુભૂતિ ગુરુની કૃપાથી જ થાય છે. આ શરીર કે જેની તમે ખૂબ કિંમત કરો છો તે માટીના ઘડા સિવાય કંઈ જ નથી જે થોડા સમય પછી ક્ષીણ થઈ જશે. જો તમે આ જીવન અને મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા માંગતા હો, તો તમારે મંત્રનો અવિરત જાપ કરવો જ જોઇએ.
  • “એવું પણ કહેવામાં આવે છે કે,” કળિયુગમાં ફક્ત ભગવાનનું નામ જપ કરવાથી જ તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો છો. ” ગુરુ નાનકે કહ્યું છે કે માદક દ્રવ્યોનો નશો બીજે દિવસે સવારે ઉતરી જાય છે, પરંતુ પ્રભુના નામનો નશો ક્યારેય નથી ઉતારતો. સંત કબીરે એમ પણ કહ્યું છે કે ભગવાનના નામનો નશો ઉતરતો જ નથી પણ દિવસે ને દિવસે વધતોજ જાય છે. તમે જે મંત્રનો જાપ કરો છો તે તમને એક દિવ્ય આનંદ પ્રદાન કરશે છે. આ ડ્રગ્સ વિનાનો નશો છે. “
error: Content is protected !!