આમારું કોઈ સરનામું નથી:
ગુરુદેવને કોઈએ પૂછ્યું હતું કે આ યોગને વિશ્વમાં ઝડપથી ફેલાવા માટેનો સહજ રસ્તો શું છે? તો તેમણે કહ્યું કે “આ જ્ઞાન પૂર્વથી પશ્ચિમ વિદ્યુતવેગે જશે, માટે વેબસાઈટને વધુ લોકો સાથે શેર કરો. મારું ભૌતિક શરીર અમુક સ્થાનો પર જઈ શકે છે પરંતુ વેબસાઇટ દ્વારા વિશ્વનાં કોઈપણ ખૂણામાં પહોંચી શકાય છે.” ગુરુ સિયાગ એક અર્થમાં નવા સમયના ગુરુ હતા, જે સારી રીતે જાણતા હતા કે આ ભૌતિક યુગમાં વિશ્વ સંકોચાઈ રહ્યું છે, ઇન્ટરનેટે વિશ્વમાં અંતર ઘટાડ્યું છે. માટેજ તેમણે ઉત્સાહપૂર્વક આ યોગ ફેલાવવા માટે અનુયાયીઓને ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે. સોશિયલ મીડિયા અને GSY વેબસાઇટના માધ્યમથી, સમગ્ર વિશ્વના લોકો ગુરુ સિયાગના પ્રચારમાં જોડાયેલા છે.
ગુરુ સિયાગે તેમના શિષ્યોને પોત-પોતાના સ્તર પર ઝુંબેશ ચલાવવા માટે બધા શિષ્યોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. ગુરુદેવે આધ્યાત્મિક ઉન્નતિ માટે કયારેય કોઈ અન્ય વ્યક્તિ કે માળખા પર આધારીત રહેવા માટે નથી કહ્યું. ગુરુદેવે તમારી અંદર બેસેલા ગુરુ સાથે સંબંધ સ્થાપવા પર ભાર મૂક્યો છે. ગુરૂદેવએ કહ્યું હતું કે જેમ કુદરતી શક્તિઓમાં પ્રકાશ, વાયુ, વરસાદ વગેરેનુ કોઈ કાર્યાલય કે સરનામું નથી, તે જ રીતે કુંડલિની શક્તિ અથવા ગુરુસિયાગ યોગ કોઈ પણ સરનામાં સાથે બંધાયેલ નથી. ગુરુ સિયાગ જેવા વિશ્વવ્યાપી વિષયને કોઈ સરનામાં કે સ્થાન સાથે જોડવું તે ખુબજ નાની વાત કરવા સમાન છે. માટે જ ગુરુ સિયાગના શિષ્યો કોઈ સરનામાં કે ઢાંચામાં બંધાયેલા કે નિયંત્રિત નથી અને પોત-પોતાના સ્તર પર પુરા વિશ્વમાં ગુરુ સિયાગ યોગનો નિઃશુલ્ક પ્રચાર કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
કૃપા કરી ઈમેલ કે મેસેજ કરો:
ઈમેલ: gssyworld@gmail.com અથવા કોલ
(+૯૧) ૯૯૦૯૯૩૦૧૭૭ (ગુજરાતી)
(+૯૧) ૭૯૭૬૨૫૧૯૧૬ , ૯૦૮૨૭૪૭૦૩૧ (હિન્દી)
(+૯૧) ૯૮૮૭૪૭૯૯૦૯ (પંજાબીમાં)
(+૯૧)૯૪૬૮૬૨૩૫૨૮(વોટ્સએપ)
(+૧) ૨૪૮૫૨૫૩૭૯૩(USA) વ્હાત્સપ્પ
(+૯૧(૮૩૬૯૭૫૪૩૯૯ (ફક્ત ઈંગ્લીશ)