જેમની પાસે સમય નથી તેમણે ચોક્કસપણે ‘વાંચવું અને વિચારવું’
જોઈએ. આપણો જન્મ ધનિક, મધ્યમ વર્ગ કે ગરીબ કુટુંબમાં કેમ થાય છે, આ કેવી રીતે નક્કી થાય છે?
એવું શા માટે છે કે —
* એક બાળક શ્રીમંત પરિવારમાં જન્મે છે અને તરત જ કરોડપતિ બની જાય છે.
* બીજું બાળક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મે છે, અને મોટા થતાં સંઘર્ષભર્યા જીવનનો સામનો કરે છે.
* ત્રીજા બાળકનો જન્મ રસ્તા પર થાય છે, દિવસમાં એક ભોજન મેળવવા માટે પણ ભાગ્યે જ સક્ષમ હોય છે.
જો આ બાળકોએ હજુ સુધી કોઈ કર્મ કર્યું નથી, તો આ ત્રણેય શ્રેણીના બાળકોના જીવનમાં આટલો મોટો તફાવત કેમ છે? આ કોઈપ્રકારે તેમના ભૂતકાળના જીવનના કર્મનું પરિણામ છે.
વિવિધ પ્રકારની મુશ્કેલીઓ કેમ આવે છે?
દરેક માણસને જીવનમાં કંઈ ને કંઈ પ્રકારની મુશ્કેલીઓ આવે છે, જેમ કે –
– શારીરિક બીમારીઓ,
– માનસિક તકલીફો,
– ઘર કે ઓફિસમાં તણાવ,
– બાળકો બગડી જવું કે ખોટા રવાડે ચઢવું,
– પરિવારમાં નશાની આદતની સમસ્યા,
– પતિ–પત્ની વચ્ચે ઝઘડા,
– પરિવારમાં ફૂટ,
– મિલકતના કેસોમાં ફસાઈ જવું,
– વેપારમાં નુકસાન,
– ધિરાણ/લોન ભરવાનો તણાવ,
– અકસ્માતમાં પ્રિયજનોનું મૃત્યુ,
– મન ન હોવા છતાં બદલી (ટ્રાન્સફર) થઈ જવી,
– ખોટા અથવા અયોગ્ય અધિકારી–બોસ સાથે કામ કરવું પડે,
– મોટા અધિકારીઓ, માલિકો અથવા બોસો દ્વારા અયોગ્ય રીતે વર્તન થવું,
– ચામચાગીરી, ખોટી ખુશામત, અથવા અંતરાત્મા વિરુદ્ધ જઈને ગેરકાયદેસર કામ કરવું, વગેરે.
આપણે કેવી રીતે ભ્રમમાં ફસાઈ જઈએ છીએ?
હકીકતમાં કોઈ પણ વ્યક્તિ ઈચ્છાપૂર્વક દુઃખી રહેવા માંગતો નથી કે જાણતાં–અજાણતાં ખોટું કરવું ઇચ્છતો નથી. છતાં વધતી જરૂરિયાતો અને દેખાડાની ભાવના ના નામે, આપણે અજાણતાં એક પછી એક ભૂલો કરતા જ રહીએ છીએ. દૈવી શક્તિનો અનુભવ ન થયો હોવાને કારણે ઈશ્વર પ્રત્યેનો સાચો ભય અને આદર પણ હૃદયથી ઉદ્ભવતો નથી. આપણે એવું માનીએ છીએ કે ઉપવાસ, ચઢાવો, દાન, પૂજા–પાઠ, પ્રસાદ, ધૂપ–દીવો કે માળા દ્વારા ભગવાનને પ્રસન્ન કરી, પાપોથી છૂટકારો મેળવી શકાશે. પણ જ્યારે ઉંડો વિચાર કરીએ ત્યારે સમજાય છે કે આપણાથી પણ અનેક અન્યાય કે ખોટાં કામ જાણતાં કે અજાણતાં થયા છે, અને જીવનની મોટાભાગની સમસ્યાઓ એ જ કર્મોના પરિણામ રૂપ છે. જ્યારે–જ્યારે સમસ્યા કે દુર્ભાગ્ય આવે છે, ત્યારે આપણે તેને ભાગ્ય, પૂર્વજન્મના કર્મ કે ઈશ્વરની ઈચ્છા કહીને પોતાને સાંત્વના આપીએ છીએ. “કર્મનું ફળ તો ભોગવવું જ પડે” – આવું કહીને આપણે પોતાને એક પ્રકારના ભ્રમમાં રાખીએ છીએ. જો દરેક કર્મનું ફળ ભોગવવું જ પડે તો પછી મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા જવાનો અર્થ જ શું? આપણે તો ઈચ્છીએ છીએ કે “ઉપરવાળો” કદાચ આપણી પ્રાર્થના સાંભળે અને આપણા કષ્ટ દૂર કરે. પણ ધ્યાનથી જોઈએ તો, જો ગરમ તવા ને હાથ લગાડીએ તો આ જ જન્મમાં હાથ બળે છે, જો શરીર પર વારંવાર નશા, વિકારોનું ભારણ નાખીએ તો બીમારી પણ આ જ જન્મમાં પકડે છે, બેદરકારીથી વાહન ચલાવીએ તો અકસ્માત પણ આ જ જીવનમાં થાય છે. અર્થાત જીવનની મોટાભાગની સમસ્યાઓ આપણા આ જન્મના કર્મોનું સીધું પરિણામ છે.
કર્મોના પરિણામો આગામી જીવન પર કેવી અસર કરે છે?
અહીં પ્રશ્ન થાય છે કે જો કર્મનું ફળ તરત જ મળે છે, તો આજનો જન્મ પૂર્વજન્મના કર્મથી કેવી રીતે મળ્યો?
આપણને સમજાવવામાં આવે છે કે આ જન્મથી મૃત્યુ સુધીના કરેલા સારા અને ખરાબ કર્મોના ફળો તો આ જન્મમાં જ ભોગવવા પડે છે. જો કોઈ કારણસર તમામ ફળો આ જીવનમાં પૂર્ણ ન થાય, તો તે અમુક બાકી રહેલા કર્મો સંસ્કારો રૂપે બીજા જન્મમાં પણ ભોગવાય છે. એ રીતે પૂર્વજન્મના જમા કર્મોના આધારે હાલ જે કુટુંબ, પરિસ્થિતિ અને જીવન મળ્યું છે, તે નક્કી થાય છે.
તેથી આજનું જીવન સુખી છે કે દુઃખી તે પણ પૂર્વજન્મના બાકી રહેલા સારા–ખરાબ કર્મોના ફળ રૂપે જ છે. આને એક ખેડૂતનાં ઉદાહરણથી સમજાવી શકાય.
ખેડૂતને પાક જેટલો મળે છે, તે તેની મહેનત અને પરિસ્થિતિ પર આધારિત હોય છે. ક્યારેક પાક એટલો થાય કે એક વર્ષની જ જરૂરિયાત પૂરી કરે અને ક્યારેક એટલો સારો થાય કે બીજા વર્ષનું પણ કામ ચાલે. પાક બગડે તો નુકસાન અત્યારે પણ સહેવું પડે અને ભવિષ્યના સમયમાં પણ ભોગવવું પડે. એ જ રીતે, આપણાં જીવનમાં કરાયેલા સારા–ખરાબ કર્મોના ફળો આ જન્મમાં જ ભોગવવા પડશે અને જે કર્મો આ જનમમાં ના ભોગવી શક્યા તે બીજા જનમમાં ટ્રાન્સફર થશે.
કર્મ અત્યંત સારા કે ખરાબ કેવી રીતે થાય છે ?
પ્રશ્ન થાય છે કે કર્મો એટલાબધા ખરાબ કે સારા કેવી રીતે બની જાય છે કે તેનું ફળ કે પ્રભાવ આગળના જન્મ સુધી જાય છે? જન્મ સમયે દરેકને કંઈક બુદ્ધિ મળે છે. પ્રશ્ન એ છે કે આ બુદ્ધિ, શરીર, શક્તિ, પદ, પૈસા વગેરેને આપણે કેવી રીતે વાપરીએ છીએ. સારા કામ માટે કે ખરાબ કામ માટે. અપણે અંદરથી જાણીએ છીએ કે જે કરી રહ્યાં છીએ તે યોગ્ય છે કે અયોગ્ય. જીવનમાં કોઈ માત્ર પોતાનાં માટે જીવી શકે છે અથવા બીજાના હિત માટે પણ કર્મ કરી શકે છે. આગળના જન્મની સ્થિતિ પણ આજના કર્મોના ફળોનો આધાર બને છે.
શું એક જ જન્મમાં ચઢાવ–ઉતાર શક્ય છે?
ઈશ્વરની કૃપા બધા પર સમાન છે. જો આપણે અંતરાત્માની અવાજ સાંભળી તેને અનુસરીએ, તો જન્મની પરિસ્થિતિ કેવી પણ હોય, ઈશ્વર સર્વેને પ્રગતિ કરવાની તક આપે જ છે. આ જ જીવનમાં કરેલા સારા–ખરાબ કર્મોના આધારે આજે ખુશ રહેનારં વ્યક્તિ બીજા જન્મમાં દુઃખી થઈ શકે છે અને જે આજે મુશ્કેલીઓમાં છે, તે બીજા જન્મમાં સમૃદ્ધ કુટુંબમાં જન્મ મેળવી શકે છે. પ્રાર્થના, સદ્ગુણો તથા બીજાને ઓછુંથી ઓછું નુકસાન પહોંચાડીને માણસ પોતાનું આજનું જીવન સુધારી શકે છે અને આગળના જન્મમાં આત્મિક ઉન્નતિ તરફ જઈ શકે છે. સૂર્ય, વાદળ, પવન અને વરસાદ જેમ સૌ માટે સમાન છે, તેમ આધ્યાત્મિક પ્રગતિ માટેની પરિસ્થિતિ પણ સૌને એકસરખી ઉપલબ્ધ છે. પરંતુ, સમયના અભાવ, નડતી શિસ્ત અથવા વિધિ–વિધાનોમાં અટવાઈ જવાથી આપણે આ તકનો પૂરતો ઉપયોગ કરતા નથી.
આપણે કેવા–કેવા ખોટા કર્મો કરતા રહીએ છીએ?
જાણતાં–અજાણતાં આપણે ઘણા પ્રકારનાં ખોટાં કામ કરતા રહીએ છીએ. જેમ કે –
– કોઈ સાથે અન્યાય કરવો,
– ખોટી ફરિયાદના નામે કોઈને અનાવશ્યક હેરાન કરવા,
– ચાપલુસી કરીને, ગેરરીતિથી કામ કરવું,
– બેઈમાન રીતે કમાણી, લાંચ લેવી,
– સારવારના નામે અતિશય ફી વસૂલવી અથવા કમિશન માટે બિનજરૂરી તપાસ/દવા લખવી,
– નીચસ્તરનું બાંધકામ કરી લાંચ ખાવી,
– પોતાના પદ અથવા સત્તાનો દુરુપયોગ કરવો,
– કોઈની નબળાઈ, મજબૂરી કે અજાણપણાનો લાભ લેવો,
– સ્ત્રી સહકર્મચારીઓ પ્રત્યે ખોટી નજર રાખવી અથવા પ્રમોશન–બોનસના નામે યૌન શોષણ કરવું,
– સ્ત્રીઓ અને યુવતીઓ તરફ લાલચી કે કુપાત્ર દ્રષ્ટિથી જોવું,
– ભેળસેળી વસ્તુઓ વેચવી, ખામીવાળી વસ્તુઓ ને મોંઘી વેચી, ખરીદદારોને ઠગવું,
– માત્ર ટ્યુશન ભરવા મજબૂર કરવા માટે બાળકોને ભણતરમાં કમજોર રાખવું,
– ખોટી જાહેરાતો દ્વારા લોકો ને ગેરમાર્ગે દોરવા,
– ભગવાનના નામે લોકોને ડરાવી ચડવા–ધન માંગવું,
– ખોટા દાવા કે વચનો આપવા,
– ભલામણ કે ખુશામતથી પ્રમોશન મેળવવું,
– ખોટા કેસ લડવાં કે કોઈને તેમાં ફસાવવાનું કામ કરવું,
– વેપારીઓ કે ઓફિસરો દ્વારા કર્મચારીઓ પાસે કામ વધારે લેવડાવવું અને ઓછું વેતન આપવું, જેથી કર્મચારીઓ તણાવ–સંબંધિત બીમારીઓ (ચિંતા, ડિપ્રેશન, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયબિટીસ વગેરે)નો શિકાર બને અને પછી આવી જ બીમારીઓનો ફળ રૂપે અસર એ વેપારીઓ કે અધિકારીઓ પર પણ પડી શકે છે.
આપણે જાણતાં–અજાણતાં આ બધું કરતા રહીએ છીએ, પરંતુ દરેક કર્મોનું ફળ મળે જ છે. કારણ કે દરેક કર્મનું ફળ અનિવાર્ય છે.
આજે તો લગભગ કોઈ કામ લાંચ કે “સર્વિસ ચાર્જ” વિના ચાલતું નથી. અમુક લોકો કહે છે – “ઉપર સુધી ભાગ જવાનો હોવાથી અમે પણ પૈસા લઈએ છીયે.” પરંતુ એની આડમાં ઘણા પોતાના માટે વધારે હિસ્સો રાખે છે.
વેપારીઓ–કંપનીઓ વધુ લાભ મેળવવા અધિકારીઓને લાંચ આપે છે અને કેટલાક અધિકારીઓ મનપસંદ પોસ્ટિંગ માટે પૈસા ખવડાવે છે. આમ ભ્રષ્ટાચાર અને લાંચનું ચક્ર ઉપરથી લઈને નીચે સુધી સતત ચાલતું રહે છે.
આપણે કર્મફળના ભાગીદાર કેવી રીતે બનીએ છીએ?
આપણે અહીંયા શું ખોટું કરી રહ્યા છીયે?
આપણે સાચું–ખોટું જાણીએ છીએ છતાં અનેક વખત અંતરાત્મા વિરૂદ્ધ જઈને વરિષ્ઠના દબાણ હેઠળ ખોટું કામ કરીએ છીએ. આજ્ઞા આપનાર અધિકારીને તો તેમના કર્મનું ફળ મળશે જ, પણ આપણે પણ તેના ભાગીદાર બનીએ છીએ. વારંવાર ખોટું કરતા કરતા, અથવા સતત ગેરરીતિથી પૈસા કમાવતા–ખર્ચતા, આપણે આ રીતના પૈસાને સ્વાભાવિક માની લઈએ છીએ. આ રીતે આપણા કર્મનો ભંડાર બગડે છે. આપણે યાદ રાખવું જોઈએ કે જો કોઈના ખોટા કામમાં ભાગ લઈએ તો તેના કર્મફળના પણ ભાગીદાર બનિયે છીએ. ઘણા વખત કર્મચારીઓ કહે છે કે “લોકો તો પોતે જ પૈસા આપી જાય છે”, પરંતુ આ સ્વ–ભ્રમ છે. હકીકતમાં લોકો સિસ્ટમથી એટલા પરેશાન થઈ જાય છે કે કોઈપણ રીતે તેમનું કામ થઈ જાય અને ભવિષ્યમાં ફરી મદદ મળે એવી આશાથી પૈસા આપે છે. અને આપણે તે આનંદથી લઈ લઈએ છીએ. આવી કમાણી સ્વીકારતાં–સ્વીકારતાં આપણે આપણા કર્મને વધુ ખોટા બનાવીએ છીએ.
ખોટું કામ કરનારા લોકો સમૃદ્ધ કેમ દેખાય છે?
ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણા ગેરરીતિ કરનારા લોકો પાસે અતિશય સંપત્તિ–સાધનો છે.
કોઈ તેમનું કંઈ બગાડી પણ શકતું નથી. એવો ભાસ થાય છે. વાસ્તવમાં તેઓ પૂર્વજન્મના સારા કર્મોના જમા થયેલા કર્મના ફળનો આનંદ લઈ રહ્યાં છે, પરંતુ સાથે–સાથે પોતાના પતનનો રસ્તો તીવ્ર કરી રહ્યાં છે. એવા લોકો પૂર્વજનમાં જમા થયેલા પુણ્યનો ભંડાર આજના પાપ કર્મથી ખાલી કરી રહ્યાં છે. ખોટા માર્ગે કમાયેલા પૈસાથી યજ્ઞ, દાન, તીર્થ, યાત્રા, પૂજા કરતા રહેવાથી અંતરમાં શાંતિ મળતી હોય તેમ લાગે છે, પરંતુ એ ફક્ત મનને છલવા જેવું છે. મનુષ્ય પોતાના દોષો દુનિયાથી છૂપાવી શકે છે, પણ “અંતરનો સાક્ષી” તો બધું જ જોતો હોય છે અને કર્મફળ ટાળવું શક્ય નથી.
વિચારો કેમ અને કેવી રીતે ખરાબ બને છે?
માણસ ઘણી વખત માનતો હોય છે કે પૈસા જ સર્વસ્વ છે.
તેથી જેટલું બને તેટલું ધન કમાવવા માટે તે દોડતો રહે છે.
પરંતુ કોઈને છેતરી, બીજાનું હૃદય દુભાવી, પદ અથવા સત્તાનો દુરુપયોગ કરી કમાયેલા પૈસાથી અંતે દુઃખ અને તકલીફ જ મળવાની છે. આ નિશ્ચિત છે. અંતરાત્માની અવાજથી વિરુદ્ધ જઈને, ઘર ચલાવવાના નામે ગેરરીતિથી કે વધુ કમાણીના લાલચમાં કરેલા કામો પછી પીડા–તકલીફ સહન કરવા તૈયાર રહેવું પડે છે. આવી કમાણી ઘણાં વખત કંઈક ગંભીર બીમારી, દુઃખ, પરિવારભંગ અથવા સંતાનોના બગાડમાં, અથવા એને માણવા લાયક શક્તિ ગુમાવવામાં જ ખર્ચાઈ જાય છે. અન્યાયથી કમાયેલા પૈસાથી વારંવાર નવા તણાવ, નવી મુશ્કેલી જન્મે છે. જ્યારે મુશ્કેલી આવે, ત્યારે માણસ કહે છે – “સારું થયું, પાસે પૈસા હતા, એટલે કામમાં આવી ગયાં.” પણ એ ભુલાઈ જાય છે કે જો આ પૈસા ખોટી રીતે કમાયા જ ન હોત, તો કદાચ આ મુશ્કેલી જ ન આવત.
દરેક દુર્ભાગ્ય પણ પૂર્વકર્મ કે વર્તમાનના ખોટા કર્મનું જ પરિણામ હોઈ શકે છે. કર્મનો નિયમ માત્ર ખરાબ કમાણી સુધી સીમિત નથી. જો પૈસા અથવા પદના અહંકારથી કોઈનું મન દુભાવીએ, કોઈને અપમાનિત કરીએ, ક્રોધમાં બીજાને દુઃખ પહોંચાડીએ, તો બદલેમાં આપણને પણ બીજા લોકો પાસેથી દુઃખ, અપમાન અને ક્રોધ જ મળશે. જેમ આશીર્વાદમાં શક્તિ છે તેમ મજબૂર, ગરીબ અને દબાયેલા લોકોની આહ અને શ્રાપમાં પણ એટલી જ શક્તિ હોય છે.
ખોટા કામ કરવાથી પોતાને કેવી રીતે બચાવવા?
આપણે ઘણી વાર પૂછીએ છીએ – સાચું શું છે? ખોટું શું છે? કેવી રીતે જાણી શકાય?” જે દૈવી શક્તિ બહાર છે તે જ શક્તિ આપણા સૌ ની અંદર પણ છે.
એ આપણને સતત સંકેત આપે છે કે શું યોગ્ય છે અને શું અયોગ્ય. આ જ અંતરાત્માનો અવાજ છે.
જો આ અવાજનું અનુકરણ કરીએ તો ઘણા ખોટા કર્મોથી બચી શકાય છે. અને જ્યારે યોગ્ય કર્મ કરીએ ત્યારે જીવનમાં મુશ્કેલીઓ પણ ઓછી આવે છે.
પણ અજાણતાં–અજાણતાં ઘણી વખત આપણે આ આંતરિક અવાજને અવગણી દઈએ છીએ અને ત્યાંથી જ સમસ્યાઓ શરૂ થાય છે. જો આપણે અંતરાત્માની માર્ગદર્શિકા પ્રમાણે ચાલીએ તો જે જરૂરિયાતો માટે આપણે ખોટો રસ્તો અપનાવીએ છીએ, તે જરૂરિયાતો દૈવી કૃપાથી સારા માર્ગથી જ પૂરી થવા લાગે છે. ત્યારે અનુભવ થાય છે કે “ઉપરવાળો” પોતે જ આપણા કામની જવાબદારી લઈ રહ્યો છે અને તકલીફોને દૂર કરી રહ્યો છે.
આપણે જાણતાં હોવા છતાં પણ ખોટું કેમ કરતા રહીએ?
દરેક માણસને અંદરથી ખબર પડે છે કે જે કરી રહ્યો છે, તે ખોટું છે, છતાં ચાલું રાખે છે – કેમ? તેનું મૂળ કામુકતા, ક્રોધ, લોભ, મોહ, માયા અને અહંકાર જેવા ગુણમાં છે, જે જન્મથી જ આપણા અંદર હોય છે. આના પર બુદ્ધિ થી વિજય મેળવી શકાતો નથી. માત્ર તર્ક–બુદ્ધિથી, પ્રવૃત્તિઓ, વાર્તાઓ–પ્રવચનોથી આપણે તેમને જીતી શકતા નથી. આ બધા અંગો અંદર રહેલી તામસિક વૃત્તિઓમાંથી ઊભા થાય છે. જ્યારે અંદર તામસિક ગુણનો પ્રભાવ વધારે હોય – જેમ કે લોભ, ચોરી, ખોટ, દુર્વ્યવહાર, લાંચ, આળસ, ગેરજવાબદારી, બેફામ ભોગવૃત્તિ – ત્યારે જાણતાં–અજાણતા પણ માણસ ખોટાં કર્મ કરતો રહે છે. તામસિક સ્વભાવની અસર હેઠળ ખોટું પણ આપણને સાચું લાગવા લાગે છે. જો “ઉપરના દૈવી સ્ત્રોત” સાથે અંદરથી જોડાણ બની જાય, તો આ તામસિક વૃત્તિઓ ધીમે–ધીમે સાત્વિક ગુણોમાં – પ્રેમ, સત્ય, દયા, ઇમાનદારી, નિઃસ્ર્થ સેવામાં – રૂપાંતર પામે છે. ત્યારથી ખોટાં કર્મ બંધ થવા લાગે છે, અથવા અંતરાત્મા વારંવાર ચેતવણી આપે છે જેથી ખોટું કરવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ પ્રશ્ન રહે છે – આ અંદરનું જોડાણ કેવી રીતે બનાવવું?
પરમાત્મા સાથે જોડાણ કેવી રીતે કરવું?
દૈવી શક્તિ સાથે જોડાવાં માટે પ્રાર્થના–ધ્યાન જેવા અનેક માર્ગ છે. પરંતુ દરેક ધ્યાનના રસ્તામાં કંઈક છોડવાનું કે કંઈક અપનાવવું પડે છે – એટલે કે, દરેક માર્ગની કેટલીક મર્યાદા અને શિસ્ત હોય છે. આ પાબંદીઓના કારણે કેટલાક માટે સતત માર્ગને અનુસરવું મુશ્કેલ લાગે છે.
આધ્યાત્મિક પ્રગતિની ભારે ઈચ્છા હોવા છતાં, અનેક વાર ગુંચવણ થાય છે – કયો માર્ગ સાચો? કયો ખોટો?
જે માર્ગ યોગ્ય લાગે છે તે પણ લાંબો અથવા કઠિન શિસ્તોથી ભરેલો લાગે છે.
તો પછી સરળ અને સ્વાભાવિક રસ્તો કેવી રીતે શોધો?
આને એક પર્વત પર ચઢવાના ઉદાહરણથી સમજીએ.
એક પર્વત પર ચઢવા માટે ઘણા રસ્તા હોઈ શકે – સીડીઓ, પાક્કા ઢાળવાળો રસ્તો, માટીનો રસ્તો, પથરાળ વિસ્તાર, ઝાડ–વેલ વાળો રસ્તો વગેરે. કોઈ પણ એક રસ્તે સતત ચાલતા રહીએ, તો શિખર સુધી પહોંચી જ શકીએ. મુખ્ય વાત ‘અવિરત પ્રયત્ન’ની છે; મધ્યમાં અટકી જઈએ તો ગંતવ્ય સુધી નહીં પહોંચી શકીએ.
જેમ અમુક રસ્તા પર હીલવાળા ચંપલ યોગ્ય નથી, ક્યાંક ચપ્પલ ચાલે નહીં, ક્યાંક લાકડીની જરૂર પડે, ક્યાંક દોરીની – તેમ દરેક માર્ગની પોતાની શરતો છે. કેટલાક રસ્તા નાના દેખાય છે, પરંતુ ઊંચી ઢાળને કારણે કઠિન હોય છે.
ઘણા લોકો ડર, દુખાવો, શ્વાસ–ચડાવ, સુવિધાનો અભાવ કે સમયના અભાવે મધ્યમાં જ અટકી જાય છે. ક્યારેક તો એ રસ્તા પર જ રમવાનું, ફોટા લેવા, મનોરંજક પ્રવૃતિઓમાં લાગી જઈએ અને ચઢાણ જ ભૂલી જઈએ.
એ જ રીતે, ઈશ્વર સાથે જોડાવા માટે પણ ઘણાં રસ્તા છે – મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે તમામ સાચા માર્ગ છે, જો મનથી અનુસરાય.
પરંતુ દરેકમાં પોતાની વિધિ–શરતો છે; જો એ મુજબ ચાલવામાં ખામી રહી જાય, તો લક્ષ્ય સુધી પહોંચવું મુશ્કેલ થઈ જાય છે, અને પછી આપણે માર્ગ અથવા ઈશ્વરને જ દોષ આપવા લાગી જઈએ છીએ.
ઘણી વાર સમયના અભાવે આપણે આ નિયમોને પૂર્ણ રીતે પાલન કરી શકતા નથી અને પછી માર્ગ ઉપર શંકા થાય છે. વાસ્તવમાં કોઈ રીત ખોટી નથી; બધા માર્ગ અંતિમ લક્ષ્ય તરફ લઈ જઈ શકે છે.
એ જ રીતે આધ્યાત્મિક ગુરુઓ દ્વારા બતાવેલા માર્ગોમાં પણ ઘણી શિસ્તો હોય છે. ગહીરાઈથી પ્રતિકૂલ લાગતી આ પાબંદીઓના કારણે આપણે તે માર્ગ તોડી નાંખીએ છીએ અને જવાબદારી પૂરેપૂરી રીતે પોતાના ઉપર લેવાની જગ્યાએ પંડિત, પુરોહિત, ભીખ્ષુ, પાઠી–મૌલવી જેવા અન્ય લોકો પર ઠાલવીએ છીએ.
પરંતુ જો પોતે કંઈ ન કરીએ અને અન્યને કહીને કરાવીએ, તો પરિમાણ અપેક્ષા પ્રમાણે કેમ મળે?
વિચારો જો કોઈને પ્રેમ વ્યક્ત કરવો હોય, તો બીજી વ્યક્તિ મારફતે નહીં, આપણે સ્વયં જ રજૂ કરવો પડશે.
તેમજ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પણ આપણે પોતે વ્યક્ત કરવો પડે; અન્યોને સોંપવાથી અંદરની તૃપ્તિ નહીં મળે. જેમ પરીક્ષા પાસ કરવા માટે સ્વયં અભ્યાસ કરવો પડે છે, તેમ પરમાત્માની અનુભૂતિ માટે પણ સ્વપ્રયત્ન અનિવાર્ય છે.
ઈશ્વર પ્રાર્થના સાંભળતા કેમ નથી?
જો આપણો અંગત સંપર્ક દેશના વડાપ્રધાન સાથે હોય, તો આપણા કોઈ કાર્ય અટકતા નથી. જો માત્ર માનવીય સત્તાવાળાની ઓળખથી એટલો લાભ મળી શકે, તો જો ઈશ્વર સાથે સીધો સંબંધ હોય તો શું શક્ય નથી?
આ જ સંબંધ બનાવવા લોકો પોત–પોતાની ધાર્મિક માન્યતાઓ મુજબ વિવિધ ધર્મસ્થળોમાં જાય છે. ક્યારેક એવું લાગે છે કે ઈશ્વરે પ્રાર્થના સાંભળી લીધી, અને ક્યારેક લાગતું રહે કે કાંઈ સાંભળ્યું જ નથી. એવા સમયે પ્રશ્ન થાય છે કે પ્રાર્થના અથવા દુઆ હંમેશા સાંભળવામાં કેમ નથી આવતી? ક્યારેક માગ્યા વિના મળે છે, તો ક્યારેક કેટલીય પ્રાર્થના છતાં કામ કેમ નથી થતાં?ઘણા લોકો કહે છે કે તેઓ બહુ પ્રાર્થના, પૂજા–પાઠ, વેદ–મંત્ર, ઉપાસના કરે છે, છતાં કશું ઉપજતું નથી. જાણે ઈશ્વર સાંભળતા જ નથી.
આને વીજળીના ઉદાહરણથી સમજીએ.
આકાશમાં ચમકતી વીજળી લાખો–કરોડો વોલ્ટની હોય છે, છતાં તેઓ આપણા ઘરનો એક બલ્બ પણ પ્રગટાવી શકતી નથી. તે પ્રકાશ તો આપે છે પણ આપણા લાભ માટે નિયંત્રિત રીતે ઉપયોગી નથી. જ્યારે વીજ ઉત્પાદન કેન્દ્રમાં જનરેટ થયેલી વીજળી તાર અને ટ્રાન્સફોર્મર દ્વારા જોડાઈને આવે છે, ત્યારે સંપૂર્ણ ઘર રોશન થાય છે. અંતર ફક્ત “કનેક્શન”નું છે.
આપણે જેને પણ પૂજીએ છીએ તે આકાશની વીજળી જેવી છે – અતિશય શક્તિશાળી દૈવી શક્તિ. તે તેની ઇચ્છા મુજબ કૃપા કરે છે, ન કે આપણી. એટલે આપણે તેની કૃપા માટે તે દિવ્ય શક્તિ સાથે કનેક્શન કરવું જરૂરી છે. આ દિવ્ય શક્તિ સાથે જોડાવાનો કોઈ સીધો માર્ગ આપણે ખબર નથી. તેની સાથે જોડાણ એક વાયર (ધ્યાન) થી કરી શકાય છે. દુનિયાના દરેક ધર્મમાં ધ્યાન પર ભાર દેવામાં આવ્યો છે.
પરમાત્માનો અનુભવ કેવી રીતે થઈ શકે?
જો આપણે આનો વિચાર કરીએ, તો આપણને ખબર પડશે કે સતયુગના દેવી-દેવતાઓ, ત્રેતાયુગના રામ અને સીતા, દ્વાપરયુગના કૃષ્ણ અને રાધા, અથવા વર્તમાન યુગના બુદ્ધ, મહાવીર, નાનક, મોહમ્મદ, મૂસા, ઈસુ, કબીર, રૈદાસ, મીરા, વિવેકાનંદ વગેરે શારીરિક રીતે સામાન્ય માનવીઓ જેવા જ હતા. તેમના શરીરમાં એવું તો શું ખાસ હતું જે તેમને પૂજનીય બનાવતું હતું? તેનો જવાબ એ છે કે તે બધામાં કોઈ શક્તિ ચેતન હતી જેનો આપણામાં અભાવ છે? તે શક્તિને કુંડલિની શક્તિ કહેવામાં આવે છે. આ શક્તિ તે બધામાં જાગૃત હતી, જેણે તેમને વિશિષ્ટ બનાવ્યા. આપણા બધામાં કુંડલિની શક્તિ છે, પરંતુ તે સુષુપ્ત છે. હવે, જો આ શક્તિ આપણી અંદર જાગૃત થઈ જાય, તો આપણને ખ્યાલ આવશે કે આપણે જે દિવ્યતા બહાર શોધીએ છીએ તે આપણી અંદર જ છે.
વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે પણ તેણે હજુ સુધી એવું મશીન નથી બનાવ્યું જે કોઈપણ ખાદ્ય પદાર્થ – બટાકા, ડુંગળી, શાકભાજી, બ્રેડ વગેરે ને એક છેડાથી દાખલ કરી અને તે બીજા છેડાથી લોહીના રૂપમાં બહાર કાઢે. પરંતુ આપણું શરીર એ મશીન છે. વિજ્ઞાન લોહીમાં રહેલા બધા રસાયણો (પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, વગેરે) ની તપાસ કરીને ઓળખી શકે છે, પરંતુ આજ સુધી વિજ્ઞાન લોહી બનાવી શક્યું નથી. આ આપણી અંદર રહેલા દિવ્યતાને કારણે છે. આપણે તે દિવ્યસત્તા સાથે જોડાવાની જરૂર છે, જે ધ્યાન દ્વારા શક્ય છે.
જેમ એક સ્ત્રી કોઈની માતા, પુત્રી, બહેન, પત્ની, કાકી અથવા માસી હોઈ શકે છે. તેવી જ રીતે, શક્તિ એક જ છે. રાધા, સીતા, કાલી, પાર્વતી, અંબા, દુર્ગા, વગેરે બધા કુંડલિની શક્તિના વિવિધ સ્વરૂપો છે. યોગીઓએ ધ્યાન દરમિયાન કુંડલિની શક્તિના વિવિધ સ્વરૂપો જોયા, જેનું તેમણે પછીથી ચિત્રણ અને શિલ્પન કર્યું. તે શક્તિઓ સાથે જોડાવા માટે આધ્યાત્મિક સાધના કરવાને બદલે આપણે બધાએ તે છબીઓ અને મૂર્તિઓની પૂજા કરવાનું શરૂ કરીદીધું.
આપણે બધા પરમાત્માની શક્તિ સાથે જોડાવા માટે પ્રાર્થના કરીએ રહ્યા છીયે. કોઈ વ્યક્તિ કોઈપણ નામ (રામ, કૃષ્ણ, હનુમાન, વિષ્ણુ, અલ્લાહ, વાહેગુરુ, ઈસુ, બુદ્ધ, મહાવીર, વગેરે) દ્વારા કોઈપણ માધ્યમ (મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, વગેરે) દ્વારા તેમની પાસે જઈ શકે છે. આ નામો અલગ અલગ હોઈ શકે છે, પણ શક્તિ એક જ છે.
જેમની કુંડલિની શક્તિ જાગ્રત હતી, એટલે કે તેમનો આંતરિક દીવો પ્રગટેલો હતો. આપણી પાસે દીવો, તેલ અને વાટ છે, પણ દીવો બુઝાયેલો છે. દીવામાં કોઈ પ્રકાશ નથી. આ દીવો પ્રગટાવવા માટે આપણે પ્રાર્થના, પૂજા, અરજીઓ વગેરે કરીએ છીએ. જો દીવો અંદર હોય, તો તેને બહારથી કેવી રીતે પ્રગટાવી શકાય? આ બુઝાઈ ગયેલો દીવો મંત્રો અને ધ્યાનથી પણ પ્રગટાવી શકાય છે. ધ્યાન અને મંત્રોના જાપની શક્તિથી, આંતરિક દીવો પ્રગટવા લાગે છે. આમ, જાગૃત કુંડલિની શક્તિ આપણને અંદરથી તે જ પરમાત્માનો પરિચય કરાવે છે જેને આપણે બહાર શોધી રહ્યા છીએ.
શું ભગવાન સાથે જોડાવાનો કોઈ સરળ રસ્તો છે?
જો આપણે પ્રયાસ કરવા તૈયાર હોઈએ, તો એક સરળ પદ્ધતિ (GSSY) આપણને આપણા આંતરિક અવાજને સાંભળવા અને તેના પર કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. GSSY (ગુરુ સિયાગ સિદ્ધ યોગ) એ ધ્યાનનું ખૂબ જ સરળ સ્વરૂપ છે જેનો અભ્યાસ ઘરે બેઠા મફતમાં કરી શકાય છે. આ પદ્ધતિમાં કોઈ મુસાફરી કરવાની જરૂર નથી, કંઈપણ છોડવાની જરૂર નથી, અને ખાવા-પીવા પર કોઈ પ્રતિબંધ નથી. આ ધ્યાન ઘરે, ઓફિસમાં અથવા કારમાં કરી શકાય છે.
જો તમે હજુ પણ અન્ય ઉપાસના પદ્ધતિઓ દ્વારા તમારા આંતરિક અવાજને અનુસરવામાં સફળતા નથી મળી રહી, તો તમે 9468623528 પર વોટ્સએપ કરીને અથવા 7976251916 પર કૉલ કરીને આ પદ્ધતિ (GSSY) વિશે જાણી શકો છો. આ પદ્ધતિ સંપૂર્ણપણે મફત છે. જેમને આપણે દરરોજ આપણી મુશ્કેલીઓમાંથી મુક્ત અને આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રાર્થના કરીએ છીએ તેમને સુધી આ ધ્યાન અને મંત્રના દ્વારા આપણી આંતરિક પુકાર સુધી પહોંચે છે. જે કાર્યો અથવા ઇચ્છાઓ માટે આપણે જાણતા-અજાણતાં ખોટા કાર્યો કરીએ છીએ, તે આ પદ્ધતિને અનુસરી સરળતાથી પૂર્ણ થાય છે.
“જો આપણે જીવતાજીવ મુક્તિ કે સ્વર્ગનું સુખ ઇચ્છીએ છીએ, તો આ ધ્યાન અને મંત્ર તેને પ્રાપ્ત કરવાની ચાવી છે. એકવાર અજમાવી જુઓ. જો ક્યારેય કોઈ ઈચ્છા પૂર્ણ ન થાય અથવા તમે કોઈ સમસ્યાથી છૂટકારો મેળવી શકતા ન હોવ, તો તે સમયે તમે આ મંત્રોનો જાપ અને ધ્યાન કરવાનો પ્રયાસ કરી શકો છો.” ધ્યાનમાં રાખો કે જેની તમે પૂજા કરી રહ્યા છો, તમને આપવાવાળો પણ તે જ છે, પરંતુ આ મંત્ર અને ધ્યાન એક માધ્યમ તરીકે કાર્ય કરે છે અને તમારી પ્રાર્થનાઓ ‘સર્વશક્તિમાન પરમાત્મા’ સુધી પહોંચાડે છે. આ રીતે તમારા બગડેલા કાર્ય પૂર્ણ થવા લાગે છે.
દુનિયાભરના લોકો ભગવાનને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે. જેની શોધમાં તેઓ વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. જેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે પછી તેમની શોધ અટકી જાય છે અને જેમને મળતું નથી તેઓ શોધતા રહે છે. આને એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે: તમારી પાસે એક તાળું અને ચાવીઓનો જુથ્થો છે, જેમાંથી કોઈએક ચાવી તમારા તાળા માટે છે. જો તમે દરેક ચાવીને એક પછી એક અજમાવશો તો કોઈએક ચાવી તો તેને ખોલશે જ. તે સાચી ચાવી શોધવામાં લાગતા સમય પર તમારું કોઈ નિયંત્રણ નથી. પરંતુ એક માસ્ટર ચાવી પણ છે જે કોઈપણ તાળું ખોલી શકે છે. પરંતુ તે ચાવી મેળવવી સરળ નથી.
તેવી જ રીતે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઘણી પદ્ધતિઓ અને મંત્રો છે. કઈ પદ્ધતિ અને મંત્ર આપણા મુક્તિ માટે યોગ્ય છે? દરેક પદ્ધતિ કે મંત્રનો પ્રયાસ કરી તેને શોધવામાં ઘણા જન્મો પણ લાગી શકે છે.
ઉપરોક્ત પદ્ધતિ અને મંત્ર જીવનરક્ષક છે. એટલે કે, તે ભગવાન સાથે જોડાવાની મુખ્ય ચાવી છે. તે તમને કંઈપણ છોડ્યા વગર, ક્યાંય ગયા વગર, કંઈપણ આપ્યા કે લીધા વગર, ઘરે બેઠા આ જ જીવનમાં તમારી અંદર રહેલા પરમાત્માની સાથે મળવામાં મદદ કરે છે. દુનિયામાં જે કોઈ પણ “ભગવાન” ની શોધ કરી રહ્યું છે તે આ પદ્ધતિ અજમાવી શકે છે.
આના થી કયા-કયા ફાયદા સંભવ છે?
* શારીરિક બીમારી, વ્યસન કે વ્યસનમાંથી સરળતાથી છુટકારો શક્ય છે.
* માનસિક ચિંતા, હતાશા અને તણાવમાંથી સરળતાથી રાહત શક્ય છે.
* કૌટુંબિક સમસ્યાઓમાંથી સરળતાથી રાહત શક્ય છે.
* વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ વધે છે.
* યાદશક્તિ અને એકાગ્રતામાં નાટ્યાત્મક સુધારો થાય છે.
* અનિયંત્રિત ગુસ્સા પર નિયંત્રણ શક્ય છે.
* વિદ્યાર્થીઓની છુપાયેલી ક્ષમતાઓ પ્રગટ થાય છે.
* કૌટુંબિક જીવન માં રહેતા ભોગ સાથે મોક્ષ બંને શક્ય છે.
* આ જીવતાજીવ મોક્ષ અને માનવના દિવ્ય રૂપાંતરનો માર્ગ છે.

