બાળકોએ ધ્યાન કેમ કરવું જોઈએ?
બાળપણ જ એક એવો સમય છે કે જેમાં બાળકોને કોઈ જવાબદારી નથી હોતી અને બાળકોએ તેમનું બાળપણ માણવું જોઈએ એવું વડીલોનું માનવું છે. પણ આ અર્ધ સત્ય છે. ચોક્કસપણે બાળકોમાં એટલી સમજ નથી હોતી કે તેઓ પોતાના કાર્યનું પરિણામ સમજી શકે અને તેની ભવિષ્યમાં શું અસર થશે? પણ બાળકોની પોતાની તકલીફો હોય છે. જેમકે ભણવાનો તણાવ, સ્કૂલની ચિંતા, વડીલોનું તેમના પ્રતિનું વલણ, શરીરને લઈને ચિંતા (રૂપ-રંગ, દેખાવ) વગેરે વગેરે. આ પ્રકારના તણાવો બાળકોના વ્યહવારને, ખાવા-પીવાની આદતોને, શારીરિક વૃદ્ધિને, સ્વાસ્થ્યને, સ્કૂલમાં ભણવા પ્રત્યેના વ્યહવારને, તેમજ બીજા બાળકો સાથેના આદાન-પ્રદાનને નકારાત્મક રૂપ થી પ્રભાવિત કરે છે. ગુરુ સિયાગનો યોગ બાળકોને આવા તણાવના નકારાત્મક પ્રભાવથી મુક્ત રાખે છે. બાળકોમાં છુપાયેલી યોગ્યતા તથા પ્રતિભાઓને નિખારે છે. ગુરુ સિયાગના યોગને સરળતાથી બાળકોની સ્કૂલ અને ઘરની દૈનિક ક્રિયાઓ માં સમાવિત કરી શકાય છે.
ગુરુ સિયાગ ધ્યાન યોગના બાળકોને થતા ફાયદા
- બાળકોને તણાવ માંથી મુક્તિ
આપણે મોટેભાગે વિચારીયે છીએ કે ધ્યાન કરવું એટલે વિચાર શૂન્યતાની સ્થિતિ, પણ એવું નથી. આતો અશાંત મનને શાંત કરવાની પદ્ધતિ છે. જેમ પાણી ભરેલા ગ્લાસમાં માટી નાખીને હલાવીયે તો, આખ્ખા ગ્લાસમાં માટી તરતી જોવા મળે છે. પછી ધીરે-ધીરે એ માટી ગ્લાસનાં તળિયે બેસી જાય છે. બરોબર આ જ પ્રમાણે જયારે આપણે ધ્યાન કરીયે છીએ ત્યારે વિચારોનું વમળ થોડા સમય માટે ધ્યાનમાં ભમે છે. બાળકો જેમજેમ મંત્ર જાપ કરવામાં કેન્દ્રિત થતા જાય છે તેમતેમ વિચારોનું તોફાન શાંત થવા લાગે છે અને મન શાંત થવા લાગે છે. જેવું મન શાંત થાય છે તેમ શાંત મનનો પ્રભાવ આખ્ખા શરીર ઉપર થવા લાગે છે અને તણાવ તરત જ ઓછો કે સમાપ્ત થઇ જાય છે. - ભણવામાં સારું પ્રદર્શન
આ રીતે બાળકોમાં ઘટેલો તણાવ તેમની સજાગતાને વધારે છે અને ધ્યાનને કેન્દ્રિત કરે છે. જે વિદ્યાર્થીઓ ગુરુ સિયાગ યોગનો નિયમિત અભ્યાસ કરતા હતા તેમણે જણાવ્યું કે ધ્યાન કરવાથી અઘરા વિષયો સરળ લાગવા માંડ્યા. એકાગ્રતા વધવાની સાથે તેમની યાદશક્તિ વધી અને સરળતાથી યાદ પણ રહેવા લાગ્યું. - ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો
દર થોડા દિવસે આપણે સાંભળીયે છીએ કે બાળકો ભણવાના ભારથી કે નાપાસ થવાની બીકે કે અન્ય કારણોથી ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરીલે છે. જો તેમની સ્કૂલ કે કોલેજ ૧૫ મિનિટ ના ધ્યાનને તેમના પાઠ્યક્રમમાં સમાવીલે તો આ પ્રકારની ભયાનક ઘટનાઓ થી બચી શકાય છે. એટલા માટે માં-બાપ તો બાળકોને સવાર-સાંજ ધ્યાન કરવા બેસાડી શકે છે. બાળકો જેટલી નાની ઉંમરમાં ધ્યાન શરુ કરશે એટલી જ જલ્દીથી પ્રગતિ કરશે. ગુરુ સિયાગની વિધિથી ધ્યાન કરવા વાળા બાળકોએ જણાવ્યું કે તેઓ હવે પહેલાથી વધારે સારી રીતે તણાવ અને ચિંતા માંથી મુક્ત થવામાં શક્ષમ છે. પરીક્ષાના પહેલા ધ્યાન, વાંચવા બેસતા પહેલા ધ્યાન એ મન અને શરીરને શાંત રાખે છે અને હાથમાં લીધેલા કામમાં મન સારી રીતે કેન્દ્રિત થાય છે. ગુરુ સિયાગનું ધ્યાન ભાવનાત્મક સંતુલનને પણ મજબૂત કરે છે – બાળકો કોઈપણ દબાણની પરિસ્થિતિમાં શાંતિથી ઘટનાક્રમનું અવલોકન કરી ઈમોશનલ કે ડિપ્રેસ થયા વગર ભવિષ્ય માટે સારા નિર્ણય લઇ શકવા માટે શક્ષમ થવા લાગ્યા છે. - બાળકોમાં નવા આઈડિયા વિચારી શકવાની શકમતા નો વિકાસ
ગુરુ સિયાગની વિધીથી બાળકોની માનસિક ક્ષમતાનો વિકાસ થવાથી તેઓ નવા ક્રીએટિવ આઈડિયા વિચારી શકે છે. દરેક કાર્યને એક અલગ જ રીતે અને ઝડપથી પૂર્ણ કરવાની ક્ષમતા વિકસિત થવા લાગે છે. જે વિકાસ માતા-પિતા સમજાવીને પણ નથી લાવી શકતા તે ગુરુ સિયાગની સાધનાથી આપમેળે થવા લાગે છે. - ખુશીની માનસિક સ્થિતિ
ગુરુ સિયાગની ધ્યાનની રીત બાળકોના વ્યક્તિત્વમાં ખુબ જ સારી અસર કરે છે. તેઓ ખુશ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે. ઘણા બાળકોએ બતાવ્યુંકે ધ્યાન શરુ કર્યા પછી તેઓ વધુ આશાવાદી થયા છે અને દરેક કાર્યમાં આત્મવિશ્વાસ આવે છે. મુશ્કેલીઓ થી ગભરાવાનું બંધ થઇ ગયું અને નવી વાતો દિમાગમાં આપમેળે આવવા લાગી. ખુશીની માનસિક સ્થિતિના કારણે બાળકોની ઝગડાળુ વૃત્તિ અને તોફાની આદતોમાં ઘટાડો થયો. તેઓ આજુબાજુના લોકો સાથે સારી રીતે વર્તવા લાગ્યા જેનાથી તેમની સામાજિક કુશળતા તથા સંબંધોમાં સુધાર આવ્યા. - ઉચ્ચ ચેતનાનો વિકાસ
બાળકોમાં બીજાના પ્રતિ દયા અને સહાનુભૂતિ નો વિકાસ થાય છે તથા બીજાની જરૂરતો પ્રતિ પણ સચેતન થઇ તેમની સાથે સારી રીતે વર્તે છે. જરૂરતમંદ પ્રતિ દયાનો ભાવ ઉત્પન્ન થઇ અન્યાયના વિરુદ્ધ ઉભા થવાની ક્ષમતાનો વિકાસ થવો વગેરે વગેરે.