ગુરુ સિયાગ યોગા

1999 માં આપેલા ગુરુદેવના પ્રવચન માંથી અમે તમને એક નાનકડો ભાગ જણાવીએ છીએ. ગુરુદેવ અહીં યોગ શું છે તે વિશે અને ખાસ કરીને સિધ્ધ યોગના ઇતિહાસ અને તેની અસરો વિશે વાત કરે છે. અંતમાં યુવાનો ને સંદેશ અને તેઓ યોગ દ્વારા તેઓ કેવી રીતે પરિવર્તન લાવશે તેના વિશે કહે છે. ગુરુ સિયાગ વિષે કહે છે કે  “તમે યોગની વ્યાખ્યા કેવી રીતે કરો છો? પતંજલિ ઋષશીએ તેમના ‘યોગસૂત્ર’ ગ્રંથમાં યોગની વ્યાખ્યા ફક્ત ‘મનની આંતરિક વૃત્તિનું શાન્ત થવું’ તરીકે કરી છે. જ્યાં સુધી મન ચંચળ અને ઉદ્વેગમાં રહે છે, ત્યાં સુધી મન શાંત અને સ્થિર થતું નથી અને ત્યાં સુધી સાધક ન તો ધ્યાન કરી શકે છે અને ન તો તે યોગનો કોઈ અનુભવ કરી શકે છે. સિદ્ધ યોગની પ્રેક્ટિસમાં, જેની હું વાત કરું છું, તે ગુરુ છે જે શિષ્યનું મન ભટકતા અટકાવે છે, તેને શાંત કરે છે અને તેને વિચારથી મુક્ત રાખે છે.

“આપણે જે નાથ સંપ્રદાયનું (સિદ્ધયોગ દ્વારા) પાલન કરીયે છીએ તેનું નેતૃત્વ નવ નાથ (તપસ્વી યોગીઓ) કરે છે જે અમર છે. લાખો વર્ષો પહેલા કાલિયુગનો યુગ શરૂ થયો ત્યારે મહાન ગુરુઓની શ્રેણીમાં મચ્છન્દ્ર નાથજી પ્રથમ હતા.

“ગોરખનાથજી મચ્છિન્દ્રનાથજીના શિષ્યોમાંના એક શિષ્ય હતા. ગોરખનાથજીએ વેદોની તુલના કલ્પતરુ સાથે કરી હતી અને યોગને “વેદોનું અમર ફળ” ગણાવ્યું હતું. સિદ્ધયોગની પ્રેક્ટિસ સાધકને ત્રણ પ્રકારના દુઃખથી મુક્ત કરે છે: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. આ ત્રણેય પ્રકારના દુઃખ સિવાય બીજા કોઈપણ દુઃખ અસ્તિત્વમાં નથી. સિદ્ધયોગની પ્રેક્ટિસ સેંકડો હજારો સાધકોને તમામ પ્રકારના શારીરિક રોગો અને બિમારીઓ થી મુક્તિ આપે છે.

“આ પરિવર્તન મૂર્ત દર્શન પર આધારિત છે. તે કોઈની ઉપજાવી કાઢેલી કલ્પના નથી. હું જાણું છું કે કેટલાક લોકો યોગીક દર્શનને વ્યક્ત કરવા માટે કાલ્પનિક વાતોનો ઉપયોગ કરે છે કારણ કે તેમની વાતો સંપૂર્ણ રીતે સિદ્ધાંત આધારિત છે અને તેમાં અનુભવનો અભાવ છે. કેટલાક “ગુરુઓ” તો એટલી હદ સુધી જઈ કહે છે કે જો સાધક 20 વર્ષ સુધી યોગનો અભ્યાસ કરે છે તો કુંડલિની જાગૃત થઈ શકે છે! તેમની આ વાત પર હું કહું છું, “ગુરુ અને તેના શિષ્ય 20 વર્ષ જીવશે તેની બાંયધરી શું છે? તમે જે આજે પ્રાપ્ત કરી શકો છો તે માટે 20 વર્ષ રોકવાની શું જરૂર છે? અહીં અને હમણાં જ આધ્યાત્મિક ચેતના કેમ ન પ્રાપ્ત થાય? 20 વર્ષ વિશેની આ વાત સાવ નકામી છે.”

error: Content is protected !!