ગુરુ સિયાગ યોગા

પ્રશ્ન:એવું કહેવામાં આવે છે કે આ કળિયુગમાં કુંડલિની જાગૃત કરવું લગભગ અશક્ય છે. કોઈની કુંડલિની જાગૃત થાય તે માટે ઘણાં વર્ષો હિમાલય અથવા કોઈ એકાંત સ્થળે જવું પડે છે અને કોઈ ગુરુની સેવા કરવી પડે છે. શું આ સાચું છે?

આ કોઈની ઉપજાવી કાઢેલી વાતો છે. હું જાણું છું કે કેટલાક લોકો યોગીક દર્શનને વ્યક્ત કરવા માટે કાલ્પનિક વાતોનો ઉપયોગ કરે છે કારણ કે તેમની વાતો સંપૂર્ણપણે કલ્પના પર આધારિત છે અને તેમાં અનુભવનો અભાવ છે. કેટલાક “ગુરુઓ” તો એટલી હદ સુધી જઈ કહે છે કે જો સાધક 20 વર્ષ સુધી યોગનો અભ્યાસ કરે છે તો કુંડલિની જાગૃત થઈ શકે છે! તેમની આ વાત પર હું કહું છું, “ગુરુ અને તેના શિષ્ય 20 વર્ષ જીવશે તેની બાંયધરી શું છે? તમે જે આજે પ્રાપ્ત કરી શકો છો તે માટે 20 વર્ષ રોકવાની શું જરૂર છે? અહીં અને હમણાં જ આધ્યાત્મિક ચેતના કેમ ન પ્રાપ્ત થાય? 20 વર્ષ વિશેની આ વાત સાવ નકામી છે અને તેનાથી કશું મળશે નહિ. જો ગુરુ વાસ્તવમાં ગુરુ છે અને આધ્યાત્મિક રીતે સશક્ત છે, તો કુંડલિની જાગૃતિ ક્ષણ માત્ર માં થશે. ” આ પ્રકારની દંતકથાઓ એવા ગુરુઓ દ્વારા ફેલાવવામાં આવી છે જેમની પાસે કોઈ પ્રકારની અનુભૂતિ કરવાની ક્ષમતા હોતી નથી માટે તેઓ કુંડલિની જાગરણને એક રહસ્ય બતાવી શિષ્યોનો ગેરફાયદો ઉઠાવે છે. બધા ગુરુઓ આ શક્તિને જાગૃત કરવા માટે સશક્ત હોતા નથી. માત્ર સિદ્ધ ગુરુના આશીર્વાદથી આ દિવ્યશક્તિ સહજ રીતે જાગૃત થાય છે. આવા સિદ્ધગુરુ દુર્લભ હોવાથી, બીજા બનાવટી ગુરુઓ કુંડલિની જાગરણ વિશે જુઠાણું ચલાવી પોતાને સર્વશક્તિમાન ગણાવે છે.

જો કે સિદ્ધ ગુરુ દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ તે એક અસાધારણ અને દિવ્યરૂપમાં પરિવર્તિત થયેલા વ્યક્તિ છે. તેમણે પોતાની જાતને જાણી અને ઉત્ક્રાંતિના ઉચ્ચ શિખર પર પહોંચ્યા, અને સાધકોની કુંડલિની જાગૃત કરવાની ક્ષમતા મેળવી છે. આવા ગુરુ ચૈતન્યની શાશ્વત સ્થિતિમાં હોય છે, અને આ રીતે અન્યમાં ચેતનાને પ્રવાહિત કરે છે.

error: Content is protected !!