ગુરુ સિયાગ યોગા

પ્રશ્ન: યોગિક ક્રિયાઓ શું છે? આમાંથી કેટલાક ક્રીયાઓ ભયાનક લાગે છે કારણ કે તેમાં ચીસો પાડવી, રાડ પાડવી અને શરીરની વિચિત્ર ગતિવિધિઓ શામેલ છે. જો આ ક્રિઆઓ બંધ ન થાય તો શું થશે?

 યોગિક ક્રિયાઓ આપમેળે થતા આસનો, મુદ્રાઓ, પ્રાણાયામ, સંવેદનાઓ અને ધ્યાન દરમિયાન જાગૃત કુંડલિની દ્વારા પ્રેરિત સાધકના શરીરમાં થતી હલચલ છે. બીજા શબ્દોમાં કહીએ તો તે કુંડલિની જાગરણની નિશાની છે. સાધક આ યોગિક ક્રિયાઓ ને તેની ઈચ્છાપૂર્વક શરૂ, રોકી કે નિયંત્રિત કરી શકતો નથી. ક્રિયાઓ વૈવિધ્યપૂર્ણ રીતે દરેક સાધક માટે વ્યક્તિગત અને વિશિષ્ટ છે. દરેક સાધકની શારીરિક અને માનસિક સ્થિતિ અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ સંપૂર્ણપણે અલગ છે. જે એક પર લાગુ પડે છે તે બીજાને લાગુ પડતું નથી. શક્તિ જાણે છે કે કોઈ સાધકને શરીર અને બિમારીઓના જાળ માંથી મુક્તિ મેળવવા અને આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ કરવાની જરૂર છે અને તેજ પ્રમાણે તે સાધકને ક્રિયાઓ કરાવે છે. ગુરુ સિયાગ યોગમાં પરંપરાગત યોગશાળાની જેમ કોઈ ચોક્કસ યોગાસનો કરવામાં આવતા નથી. ગુરુ સિયાગ યોગના સામુહિક દીક્ષા કાર્યક્રમમાં આવતા લોકો ઘણીવાર આશ્ચર્યચકિત થાય છે કે લગભગ દરેક વ્યક્તિ જે ધ્યાનમાં ભાગ લઇ રહ્યો છે તે કોઈને કોઈ યોગિક ક્રિયાઓ નો અનુભવ કરે છે.

ધ્યાન દરમિયાન કેટલાક સાધકો ચીસો પાડે, રડે, જમીન પર તેમના હાથ અને પગ પછાડે કે ઘસે અથવા શરીરની કેટલીક વિચિત્ર ગતિવિધિઓ કરે છે. કોઈ નિરીક્ષકને આ ક્રિયાઓ ડર ઉપજાવે તેવી લાગે છે અને તે વિચારે છે કે જે તે વ્યક્તિને આ ક્રિયાઓ દરમિયાન ભારે પીડા કે વેદના અનુભવાતી હશે. નવા સાધકોને પણ ડર લાગે છે અને એમ માની શકે છે કે કંઈક ખોટું થઇ રહ્યું છે અથવા નકારત્મક ઉર્જાના કારણે આ ક્રિયાઓ થઇ રહી છે. પણ આ સત્ય નથી. કુંડલિની એક દિવ્ય અને માતૃ શક્તિ છે અને તે સાધકના શરીર, તેના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના વિષે સંપૂર્ણ જાણકારી ધરાવે છે. કુંડલિની શક્તિ સાધકને માત્ર તે જ ક્રીયાઓ કરાવે છે જે સાધકના શારીરિક, માનસિક રોગો, ખરાબ ટેવો, વ્યસનો અને તણાવ દૂર કરવા માટે જરૂરી છે. ક્રિયાઓને સાધકની શુદ્ધિકરણની પ્રક્રિયા સાથે જોડી શકાય છે, જે સાધકના તમામ પ્રકારના દુઃખ નો અંત લાવે છે.

આ પ્રકારે ક્રિઆઓમાંથી પસાર થતા સાધકોને ક્યારેય કોઈ નુકશાન પહોંચતું નથી. સિદ્ધગુરુ દ્વારા કુંડલિની જાગરણ અને તેની અનુગામી પ્રગતિ નિયંત્રિત અને નિયમિત રીતે થાય છે. ગુરુની કૃપાથી સાધકને ફક્ત તે જ અનુભવો થાય છે જે તેના આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે. ઉપરાંત, કુંડલિનીને ‘બ્રહ્માંડની માતા’ તરીકે ઓળખવામાં આવે છે. તેનો એકમાત્ર ધ્યેય સાધકને તમામ શારીરિક, માનસિક વ્યથાઓ અને કર્મબંધનમાંથી મુક્ત કરી, આત્મસાક્ષાત્કાર તરફ દોરી જવો. ગુરુદેવ કહે છે, “કુંડલિની એક માતૃ શક્તિ છે. શું માતા ક્યારેય પોતાના બાળકને નુકસાન પહોંચાડી શકે છે? ”

સાધકોએ આ ક્રિઆઓથી કયારેય ડરવું જોઈએ નહીં. આમ છતાં, જો કોઈ સાધક હજી પણ ક્રીયાઓથી ડર અનુભવે, તો તેણે તેનું ધ્યાન તોડ્યા વિના ગુરુદેવને ક્રીયાઓને  રોકવાની પ્રાર્થના કરવી જોઈએ. તેની પ્રાર્થનાનો તરત જ જવાબ મળશે અને ક્રીયાઓ બંધ થઈ જશે.

ધ્યાન શરૂ કરતા પહેલાં સાધક ગુરુદેવને ઇચ્છિત સમય માટે ધ્યાન લગાવવા મદદ કરવા પ્રાર્થના કરી શકે છે. સાધક જેટલો સમય માંગીને ધ્યાન કરવા બેઠા હશે તે સમયથી વધારે આ ક્રિયાઓ થશે નહિ. તેનું ધ્યાન પૂર્વનિર્ધારિત સમય મર્યાદા પર સમાપ્ત થાય છે.

error: Content is protected !!