ગુરુ સિયાગ યોગા

આ સંસકૃતમાંથી લેવામાં આવેલો શબ્દ છે જેનો અર્થ થાય છે “એવો જપ જે સ્વયં ના જપાય” જયારે કોઈ સાધક ગુરુ સિયાગ દ્વારા મેળવેલો મંત્ર અમુક સમય માટે  મન થી નિરંતર જપ કરે છે ત્યારે તે મંત્ર કોઈપણ  રોકટોક વગર અંદરો અંદર આપમેળે જપવા લાગે છે. સાધકે પછી તે કેવી રીતે આપમેળે જપાય છે તેના ઉપર જ ધ્યાન રાખવાનું હોય છે. આ અવસ્થા અજપા-જપ તરીખે ઓળખાય છે. જે રીતે કુંડલિની દ્વારા આપમેળે યોગિક ક્રિયાઓ થાય છે, તેજ પ્રમાણે અજપા-જપ પણ કુંડલિની દ્વારા અનુભવ કરવામાં આવતી દિવ્યાનુભુતી છે. જે સાધક ગુરુ સિયાગ દ્વારા મેળવેલો મંત્ર લાંબા સમય માટે સાચ્ચા મન થી નિરંતર જપે છે તેને અજપા-જપનો અનુભવ થાય છે. અજપા નો અનુભવ થવાનો કોઈ ચોક્કસ સમય નથી, આ પૂર્ણ રીતે તે વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે કે તે સાધના કેટલા મન થી કરે છે.  એ નિશ્ચિત છે કે જે સાધક રાઉન્ડ દ ક્લોક મંત્ર જપ કરે છે તેમને અજપાનો અનુભવ થાય છે. જો સાધક અનિયમિત સાધના કરે કે મંત્ર જપ માં અનિયમિતતા દાખવે છે તેને અજપાનો અનુભવ કરવામાં એટલીજ વાર લાગે છે.

સાધકે સાધનાના પ્રારંભિક તબક્કામાં મંત્રનો સતત જાપ કરવાનો પ્રયાસ કરવો જરૂરી છે. સતત મંત્ર જાપ કરવા પાછળનો ઉદેશ્ય છે કે સાધકની મંત્ર પ્રતિ અને તેની પાછળ રહેલી દિવ્ય શક્તિ માટે જાગૃત થાય. સતત જાપ કરવાથી આખરે સાધકના કોઈપણ પ્રયત્ન કર્યા વગર મંત્ર આપમેળે જપાવા લાગે છે. તે પછી સાધક મનમાં સતત મંત્ર-જાપની હાજરી વિશે સંપૂર્ણ રીતે સભાન બને છે. અજપા જાપસામાન્ય રીતે “આપોઆપ થતો જાપ” તરીકે ઓળખાય છે. ખરેખરમાં તો સાધક તે દિવ્ય શબ્દથી સંપૂર્ણ પરિચિત જાય છે જે સનાતન રૂપે હાજર હોય છે અને સર્વની આંતરિક ચેતનામાં સ્વયંભૂ રીતે ગુંજી રહ્યો છે. અજપા જાપએક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે, જેના પછી સાધક આધ્યાત્મિક ચેતનાના ઉચ્ચ સ્તર પર આગળ વધે છે. અજપા-જાપનો અનુભવ કરવા માટે શિષ્યે કોઈપણ કામકાજ અને પ્રવૃત્તિઓ (ખાવું, સ્નાન કરવું, ચલાવવું, ડ્રાઇવિંગ કરવું, રાંધવું વગેરે) દરમિયાન સતત મંત્રનો જાપ કરવો જ જોઈએ. મંત્રનો જાપ મનમાં મૌનપૂર્વક કરવામાં આવે છે, તેથી તે સાધકની બીજીકોઈ પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પાડતો નથી અથવા તે તેની આસપાસના અન્ય લોકોને ખલેલ પહોંચાડતો નથી. જ્યારે જાપ હૃદયપૂર્વક જપવામાં આવે છે ત્યારે સાધક સાધનની શરૂઆતમાં જ નોંધપાત્ર ફેરફારોની નોંધ લે છે.

error: Content is protected !!