ગુરુ સિયાગ યોગા

  • તબીબી વિજ્ઞાન વ્યસનકારક દવાઓ (શામક દવાઓ, ઉંઘની ગોળીઓ વગેરે) દ્વારા તણાવની સારવાર કરે છે જે ભાગ્યે જ દર્દીના ઇલાજમાં કારગર હોય છે. GSY પણ નશાને એક સારવાર તરીકે જુએ છે, પરંતુ તે નશો એક પ્રકારનો આનંદ છે જે ગુરુ સિયાગના દિવ્ય મંત્રનો નિયમિત જાપ કરીને આવે છે. દિવ્ય ઋષિમુનિઓએ આ દિવ્ય આનંદનો ઉલ્લેખ “દવાઓ વિનાનો નશો” તરીકે કર્યો છે. આ પ્રકારનો આનંદ થોડા દિવસોમાં સાધકને તણાવ અને તણાવ સંબંધી બીમારીઓ જેવી કે ડિપ્રેસન, હાયપરટેન્શન, અનિદ્રા, ફોબિઆસ વગેરેથી મુક્ત કરે છે. ગુરુ સિયાગ આ પ્રક્રિયાને વિગતવાર સમજાવે છે:
  • “બીજા હોય છે માનસિક રોગ. ૮૦% બીમારીઓ માનસિક ટેન્શન થી થાય છે. ડોક્ટર પાસે માનસિક ટેન્શન ખતમ કરવા માટે કોઈ દવા નથી. કોઈ એક ફાર્મુલા નથી જેનાથી ટેન્શન ખતમ થઈ જાય. નશાની દવા આપે છે જેનો ૪-૫ કલાક અસર રહે છે. જ્યાં સુધી અસર રહે, ત્યાં સુધી રાહત રહે છે અને અસર ખતમ થઈ તો રોગ એવો ને એવો અને ટેન્શન પણ એવું ને એવું. માનસિક તણાવ ખતમ નથી કરી શકતા ડોક્ટરો. નશો વાસ્તવ માં એક દવા છે, એ આપણે પણ માનીએ છીએ. પણ એ નશો મેટર નો ના હોવો જોઈએ, “સ્પીરીટ” નો હોવો જોઈએ. તે નશો સ્પીરીટ નો હોવો જોઈએ. તો હું તમને જે કૃષ્ણ ના નામનો મંત્ર આપીશ, તેનાથી તમને આનંદ આવાનો શરૂ થઈ જશે. હવે આપણા સંતોએ તેને નામ ખુમારી કહી છે. નાનક દેવજી મહારાજ કહેં છે- “ ભાંગ-ધતુરા નાનકા ઉતર જાય પ્રભાત, ભાંગ-ધતુરા લઇ ને જોઈલો, આંખી રાત સુઈ જાઓ, સવારે નશો સાફ, નામ-ખુમારી નામ કી ચઢી રહે દિન રાત”.
  • આ જ વાત કબીરદાસજી એ કહી છે. “નામ અમલ ઉતરે ના ભાઈ, નામ નો નશો ઉતરતો નથી, ઔર અમલ છિન-છિન ચઠે ઉતરે, નામ અમલ દિન બઢે સવાયા”. તો ગીતા માં ભગવાને આને આનંદ કહ્યો છે. દિવ્ય આનંદ કહ્યો છે, અક્ષય આનંદ કહ્યો છે, અનંત આનંદ કહ્યો છે, અદ્વિતીય આનંદ કહ્યો છે, ઈશ્વર ધ્યાન-જાણિત આનંદ કહ્યો છે. ગીતા માં ૫ શ્લોક છે, ૫ માં અધ્યાય માં ૨૧ મો શ્લોક, છઠા અધ્યાય માં ૪ શ્લોક છે- ૧૫, ૨૧, ૨૭, ૨૮. તો એ નામ વાળો નશો ઉતરતો નથી. ડોક્ટર વાળો ઉતારી જાય છે. તેમણે ‘આનંદ’ ને ઘણી રીતે ઉલ્લેખ કર્યો છે: દિવ્ય આનંદ, આનંદ જે ભગવાનના ધ્યાન દ્વારા ઉત્પન્ન થાય છે અને પાંચેય ઇન્દ્રિયોના સુખને વટાવે છે. જ્યાંસુધી માણસ આ ‘આનંદ’ નો અનુભવ કરે નહિ ત્યાંસુધી તે સુખ અને આનંદ વચ્ચે ભેદ સમજવામાં સમર્થ નથી.
  • “જ્યાં સુધી વ્યક્તિ પાસે સંપત્તિ, મોટી કાર, મકાન અને કુટુંબ હોય ત્યાં સુધી તે ખુશ છે. પરંતુ જો આમાંથી એક વસ્તુ પણ છીનવી લેવામાં આવે તો તેનો આનંદ સમાપ્ત થઇ જાય છે. તો શું આ ભૌતિક સુખ સાચુ સુખ છે? આટલું સહેલાઇથી સમાપ્ત થઇ નાશ પામે? અહીંની આ નાનકડી છોકરી બેઠી છે અને રમી રહી છે, અને તે રમવાનો આનંદ માણી રહી છે હું જે કહી રહ્યો છું તેમાં તેને કોઈ રસ નથી, અને તે અહીં કોઈ સુખ નથી મળી રહ્યું. જ્યારે તે 20-25 વર્ષની થશે ત્યારે તેને કંઈક અન્યમાં ખુશી મળશે. જ્યારે તે મારી જેમ લગભગ 70-80 વર્ષની થશે ત્યારે તે કંઈક અલગ રીતે સુખનો અનુભવ કરશે. જે ‘સુખ’નો લોકો પીછો કરે છે, તે ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે. તે આનંદ નથી. ‘આનંદ’ અક્ષય છે. તે ‘ક્ષય’ થતો નથી. કબીરદાસજી એ કહ્યું છે. “ભગવાનના નામ નો નશો ઉતરતો નથી પણ દરરોજ વધતો જાય છે. હું જે મંત્ર આપુ છું તેનો જાપ કરવાથી તમને ‘આનંદ’ આવવા લાગશે. આ ‘આનંદ’ તમને તણાવથી સંપૂર્ણપણે મુક્તિ આપે છે અને તનાવ અને સંબંધિત બીમારીઓથી મુક્ત કરે છે. ‘આનંદ’ રાત દિવસ તમારી સાથે રહે છે. મેડિકલ વિજ્ઞાનના ડોકટરોને આ માનવું ખૂબ મુશ્કેલ લાગે છે.”

મેં પશ્ચિમને સલાહ આપી છે કે ફક્ત પદાર્થ વિજ્ઞાન ઉપર જ ધ્યાન કેન્દ્રિત ન કરો પરંતુ ‘સ્પિરિટ’ (આત્મા / જીવાત્મા) નો પણ સમાવેશ કરો. મેટર પ્લસ સ્પિરિટ તમામ પ્રકારના રોગોથી મુક્તિ અપાવશે.

error: Content is protected !!