ગુરુ સિયાગ યોગા

કુંડલિની એક દિવ્ય આધ્યાત્મિક માતૃ શક્તિ છે. તે માનવ શરીરમાં સુષુપ્ત રહે છે અને ગુરુ સિયાગ જેવા સિદ્ધ ગુરુની કૃપાથી જાગૃત થાય છે. એકવાર જાગૃત થયા પછી આ શક્તિ સાધકને બીમારીઓ અને રોગોથી મુક્ત કરી આત્મજ્ઞાન તરફ દોરી જાય છે.

કુંડલિનીનું સ્થાન અને તેનું માનવ શરીર સાથેનું જોડાણ નીચે વર્ણવેલ છે:

પરમાત્મા પ્રત્યેક માનવ શરીરમાં પુરુષ અને સ્ત્રી એમ બંને સ્વરૂપે વિરાજમાન રહે છે. માથાના ઉપરના ભાગમાં એક સૂક્ષ્મ અને અદ્રશ્ય બિંદુ છે જેને સહસ્ત્રાર કહેવામાં આવે છે. સહસ્ત્રારમાં શિવ (દિવ્ય પુરુષ) રહે છે. કરોડરજ્જુના અંતમાં નીચે એક બીજું સૂક્ષ્મ અને અદ્રશ્ય બિંદુ છે જે મૂળાધાર કહેવામાં આવે છે જ્યાં દેવી કુંડલિની (સ્ત્રી શક્તિ) રહે છે. આ બે દૈવી કેન્દ્રો વચ્ચે 6 સૂક્ષ્મ અને અદ્રશ્ય ચક્રો (ઉર્જા કેન્દ્રો) આવેલા છે  – જે સુષુમાણા નામના સૂક્ષ્મ સ્તંભમાં (નાડી) અને કરોડરજ્જુની સમાંતર એકબીજા પર ટેકવીને મૂકવામાં આવેલા છે. આ ચક્રો કરોડરજ્જુના નીચેના ભાગથી શરુ થઇ ઉપરની તરફ ગળા સુધી જાય છે. ગળાના ચક્રથી ઉપર કપાળની મધ્યમાં (ભમર વચ્ચે) બીજુ એક મુખ્ય બિંદુ છે, જેને આજ્ઞાચક્ર અથવા ત્રીજી આંખ કહેવામાં આવે છે. આ બધા 6 ચક્રો 72,000 નાડીઓ દ્વારા આખા શરીરમાં જોડાઈ એક અદૃશ્ય અને વિશાલ નેટવર્ક બનાવે છે.

કુંડલિની કરોડરજ્જુના છેલ્લા ભાગમાં સાડા ત્રણ આંટા લગાવી સુષુપ્ત અવસ્થામાં રહે છે. આ માતૃ શક્તિને કુંડલિની તરીકે વર્ણવવામાં આવી છે – નાડીઓ, ચક્રો અને કુંડલિનીની રચના સૂક્ષ્મ અને અદ્રશ્ય હોવાથી આધુનિક તબીબ વિજ્ઞાન તેની શારીરિક તાપસ દ્વારા કોઈ નોંધ લઇ શકતા નથી.

error: Content is protected !!