ગુરુ સિયાગ યોગા

  • ખાતરી કરો કે તમે આરામ-દાયક અને સહજ સ્થિતિમાં છો કારણ કે તે વિવિધ યોગ આસન, ક્રિયા, બંધ, મુદ્રા ને માં મદદરૂપ થશે અને કુંડલિની દ્વારા થતા પ્રાણાયામમાં અવરોધ નહિ કરે છે.
  • ધ્યાન દરમિયાન તમારી આંખો બંધ રાખો.
  • ધ્યાન દિવસના કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ તમને યોગ્ય લાગે ત્યાં કરી શકાય છે. તમે કોઈપણ દિશામાં બેસીને ધ્યાન કરી શકો છો.
  • ધ્યાન તમે જમ્યા ના બે કલાક પછી ખાલી પેટ કરવું જોઈએ. જમ્યા પછી તરત ધ્યાન કરવાથી તમને નિદ્રા આવે છે અને ધ્યાન દરમ્યાન તમે કંટાળી શકો છો. જો તમે ધ્યાન કરતા પહેલા જમ્યા હોવ તો, ઝડપી અને આપમેળે થતી યોગિકક્રિયાઓ થી તમને ઉબકા અને ઉલટી આવી શકે છે.
  • જો તમે ધ્યાનમાં આજ્ઞાચક્ર પર 15 મિનિટ ગુરુદેવના ચિત્રની કલ્પના કરી શકતા નથી, તો તેની ચિંતા કરશો નહીં. શરૂઆતની થોડી મિનિટો માટે ચિત્રની કલ્પના કરવાનો પ્રયાસ કરો. જો તે પછી ચિત્ર દૂર થઈ જાય, તો ધ્યાન આજ્ઞાચક્ર પર કેન્દ્રિત રાખી અને મંત્રનો જાપ કરતા રહો.
  • ધ્યાન દરમિયાન વિચારો આવવા એ સ્વાભાવિક છે. દિવસ દરમિયાન તમે જેટલા મંત્રનો જાપ કરો છો તેટલું જ મન સાધના વિશે વધુ કેન્દ્રિત થાય છે. માટે જો તમે ધ્યાન દરમિયાન જેટલા વિચારોથી ઘેરાયેલા હોવ તો તમે ધ્યાન તોડશો નહીં પણ ચાલુ જ રાખજો. તમે જોશો કે તમારું મન થોડા સમય પછી સ્થિર થવા લાગશે. ઉપરાંત, નિયમિત પ્રેક્ટિસથી તમારી એકાગ્રતામાં પણ સુધારો આવશે.
  • ધ્યાન દરમિયાન તમે શરીરમાં કંપન, મેરૂ સ્તંભમાં ઇલેક્ટ્રિક પ્રવાહનો અનુભવ, ભમવું, આગળ અથવા પાછળની બાજુ નમવું, જમીન પર આળોટવું, તાળીઓ પાડવી, બૂમો પાડવી, રડવું, હસવું અને ગાવું જેવા અન્ય અનુભવો પણ થઈ શકે છે. તમે તેજસ્વી પ્રકાશ જોઈ શકો છો, સુગંધિત ગંધને અનુભવી શકો છો, તમે ઘંટનો અથવા ડ્રમ ના ગર્જવું કે મેઘગર્જના જેવા અનુભવો પણ કરી શકો છો. અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં, તમે પૂર અથવા ભૂકંપ જેવા કેટલાક ભયાનક દ્રશ્યો પણ જોઈ શકો છો. પણ તમે ઉત્તેજના, આનંદ અથવા ડરને કારણે તમારું ધ્યાન તોડશો નહીં. દૈવી શક્તિ કુંડલિની તમારા શરીર અને મનને શુદ્ધ કરવા અને રોગો / વ્યસન વગેરેથી મુક્ત કરવા માટે આ અનુભવો પ્રેરિત કરે છે અને આ રીતે તમારી આધ્યાત્મિક પ્રગતિની ખાતરી આપે છે.
  • જો તમને ઉપરોક્ત કોઈપણ યોગિક હલનચલન અથવા સંવેદનાનો અનુભવ ના કરો તો પણ તમે ધ્યાન તોડશો નહીં. આ અનુભવોની ગેરહાજરીનો અર્થ એ નથી કે તમે પ્રગતિ નથી કરી રહ્યા. કેટલીકવાર, નિયમિત આધ્યાત્મિક સાધનાના થોડા દિવસો અથવા મહિનાઓ પછી પણ આ અનુભવો થવાનું શરૂ થાય છે.
  • દરરોજ ઓછામાં ઓછું બે વાર ધ્યાન કરવું એ પ્રગતિની ચાવી છે.
  • મંત્રનો જાપ કર્યા વિના ધ્યાન કરવાથી કોઈ પરિણામ મળશે નહીં. ધ્યાન દરમિયાન મંત્ર જાપ કરવો આવશ્યક છે.
  • મંત્રનો જાપ ચોવીસ કલાક (લગાતાર, બને તેટલો) કરવો જોઈએ. આનો અર્થ એ છે કે સાધકે દૈનિક પ્રવૃત્તિઓ જેમ કે દાંત સાફ કરવા, હજામત કરવી, નાહવું, નાસ્તો / બપોરના ભોજન / રાત્રિભોજન, બસ, ટ્રેન, કારમાં ઓફિસમાં, ઘરે ટીવી જોતી વખતે તથા અન્ય કોઈ કાર્ય દરમિયાન મંત્રનો જાપ કરવો જોઈએ.
  • જો તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો, તો તમને મંત્ર જાપ કરવો મુશ્કેલ થઈ શકે છે પરંતુ વાતચીત પૂર્ણ થયા પછી ફરી થી શરૂ કરી શકો છો.
  • મંત્ર નો જાપ જીભ અને હોઠ હલાવ્યા વગર કરવાનો હોવાથી, તમને કોઈ સામાજિક અગવડતા નહીં આવે. આ પ્રકારે મંત્રનો જાપ તમારી ઓફિસ, ઘર કે બહાર કોઈને ખલેલ પણ પહોંચાડશે નહીં.
  • જ્યારે તમે ચાર – પાંચ અઠવાડિયા સુધી મંત્રનો સતત જાપ કરો છો ત્યારે જાપ આપમેળે થવા લાગે છે. આ અવસ્થાને અજપા જાપ કહેવામાં આવે છે. અજપા જાપ સાધકના કોઈ પ્રયત્નો વિના થાય છે. જ્યારે તમે આ અવસ્થામાં પહોંચશો, ત્યારે તમારે મંત્રનો જાપ કરવો પડશે નહીં; તમારા ગુરુ તમારા વતી તે કરે છે.
error: Content is protected !!