ગુરુ સિયાગ યોગા

  • GSYમાં કોઈ પણ પ્રકારની પ્રથા, રીતી-રીવાજ અને અનુષ્ઠાનનો સમાવેશ થતો નથી. (શ્રીફળ, અગરબતી, ફળ-ફૂલ)
  • ગુરૂ સિયાગના ચિત્રનુ ધ્યાન કરી વિશ્વના કોઈ પણ ખૂણામાં રહતો વ્યક્તિ ગહન-ધ્યાનનો અનુભવ કરી શકે છે.
  • ગુરૂ સિયાગ કોઈપણ વ્યક્તિને તેમને વ્યક્તિગત મળી દીક્ષા લેવાનું દબાણ નથી કરતા.
  • GSYમાં વિડીયો/ઓડીયો, સીડી, ટીવી કે ઈ-મેઈલ દ્વારા મોકલાતા વિડીયોથી મળતી દીક્ષા, સ્વયં ગુરૂદેવના સાનિધ્યમાં મળતી દીક્ષા બરાબર જ હોય છે.
  • જો કોઈ ઇચ્છુક વ્યક્તિ ધ્યાન અને મંત્ર-જાપ કરવા અક્ષમ હોય તો તેનો કોઈ મિત્ર કે સગો-સંબધી જે દીક્ષિત છે તે વ્યક્તિના વતી ધ્યાન અને મંત્ર-જાપ કરી શકે છે.
  • GSYમાં કોઈ પણ પ્રકારના પાઠ્યક્રમ કે અભ્યાસનો સમાવેશ થતો નથી.
  • GSY સંપૂર્ણ નિશુલ્ક છે.
  • GSY માટે કોઈ પ્રકારનુ પંજીકરણ કરવાનું હોતુ નથી.
  • ગુરૂ સિયાગ દીક્ષા માટે કોઈ પણ પ્રકારની ભેટ-સોગાદોની માંગ કરતા નથી.
  • GSYમાં કોઈપણ પ્રકારના બંધન તથા જીવનમાં બદલાવ લાવવાની જરૂર નથી.
  • ગુરૂ સિયાગ દીક્ષા આપ્યા પછી કોઈને પણ બીજા ગુરૂને માનવા તથા બીજી ઉપાસના પદ્ધતિને અનુસરવાથી રોકતા નથી.
  • ગુરૂ સિયાગ કોઈ ધર્મના ધાર્મિક ઉપદેશો આપતા નથી. તે ફક્ત GSYની એક ફિલસુફી (દર્શન) ને વ્યક્ત કરે છે.
  • ગુરૂ સિયાગ કોઈપણ પ્રકારની ઔષધિઓ કે દવાઓનું વેચાણ કરતા નથી.
  • કોઈપણ ધર્મ, જાતિ, દેશ અને લિંગ નો વ્યક્તિ GSYમાં આવકાર્ય છે.
error: Content is protected !!