ગુરુ સિયાગ યોગા

  • માણસો જે રોગોથી પીડાય છે તે આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા શારીરિક અને માનસિક રીતે બે વ્યાપક વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આની સારવાર આંતરિક દવાઓ અને / અથવા બાહ્ય દવાઓ દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન ભારતીય ઋષિઓ, ધ્યાન દ્વારા જીવનના ઊંડા રહસ્યોમાં ઉતાર્યા અને જાણ્યું કે એકલા જંતુઓ અથવા પેથોજેન્સના આકસ્મિક સંપર્કમાં આવવાથી રોગો થતાં નથી, જેવું આધુનિક ચિકિત્સક વૈજ્ઞાનિકો સમજી રહ્યા છે. તેઓએ જાણ્યું કે મોટાભાગની વેદના અને તકલીફો જેતે વ્યક્તિના પાછલા જન્મના કર્મના કારણે થાય છે. એક જન્મની ક્રિયા તે જ જન્મની પ્રક્રિયા તરફ દોરી જાય છે અથવા તો બીજા જન્મની ક્રિયામાં પરિણામે છે. દરેક વ્યક્તિ જીવન અને મરણના અનંત ચક્રમાં ફસાયેલો હોવાથી, રોગો અને જીવનના ચઢાવ/ઉતાર થી સતત પીડાતો રહે છે. આધ્યાત્મિક શબ્દોમાં કહીયે તો કર્મના બંધનમાં – પાછલા જન્મના કર્મો રોગ રૂપે આ જન્મમાં ભોગવે છે અને એક જન્મ પછી બીજો એમ કદી ન સમાપ્ત થતા જીવનમાં પીડાય છે.
  • યોગિક ગ્રંથો અનુસાર, પાછલા જીવનના સંસ્કાર અને વર્તમાનના કર્મ આપણા વર્તમાન જીવનનો માર્ગ બનાવે છે. યોગ સૂત્ર ગ્રંથમાં, પતંજલિ ઋષિએ રોગોને શારીરિક (આદિદૈહીક), માનસિક (અદિભૌતિક) અને આધ્યાત્મિક (આદિદૈવિક) એમ ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કર્યા છે. કોઈ પણ વ્યક્તિ સિદ્ધ ગુરુનો આશ્રય લઈ અને સિધ્ધયોગ સાધના નો નિયમિતપણે અભ્યાસ કરીને આ ત્રિવિધિ-તાપથી પોતાને સંપૂર્ણપણે મુક્ત કરી શકે છે. ગુરુ સિયાગ કહે છે, “સમગ્ર વિશ્વમાં યોગના નામે ફક્ત શારીરિક કસરતો કરવામાં આવે છે. જ્યારે હું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ગયો ત્યારે મેં જોયું કે ત્યાં પણ યોગનો અર્થ શારીરિક વ્યાયામ જ હતો. પરંતુ વૈદિક દર્શનમાં વર્ણવેલ યોગનો ઉદ્દેશ મોક્ષ અથવા જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ છે. હકિકતમાં, વૈદિક દર્શન રોગોની વાત જ નથી કરતા. દાખલા તરીકે, પતંજલિ યોગ દર્શનમાં 195 સુત્રો છે અને તેમાંથી કોઈ પણ રોગો વિશે કંઇ ઉલ્લેખ કરતું નથી. વૈદિક દર્શન તો પૂર્વજન્મના સંસ્કારોનો નાશ કેવી રીતે કરવો તે વિષે વાત કરે છે.
  • ” માત્ર ગુરુ સિયાગ જેવા આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ યોગનો નિયમિત અભ્યાસ કરવાથી સાધકને તેના તમામ દુઃખોનો આધ્યાત્મિક ઉપાય શોધવામાં મદદ મળી શકે છે. GSYની પ્રેક્ટિસ શિષ્યને પૂર્વજન્મના કર્મોના જાળ કાપી, રોગોથી મુક્તિ કરી અને આત્મજ્ઞાન દ્વારા તેના જીવનના સાચા હેતુને સમજવા માટે મદદ કરે છે.
error: Content is protected !!