ગુરુ સિયાગ યોગા

  • ‘યોગ સૂત્ર’ ગ્રંથમાં, વિભૂતિપદના અધ્યાયમાં, ઋષિ પતંજલિએ વિધિપૂર્વક વિવિધ સિધ્ધિઓને વર્ણવી છે, જો સાધક તેમની આધ્યાત્મિક સાધનામાં કેટલાક મહત્વપૂર્ણ સ્તરને પાર કરવામાં સક્ષમ હોય તો સાધક આ સિધ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે.
  • સિદ્ધીઓને સામાન્ય રીતે ‘વિશેષ શક્તિ’ તરીકે ઓળખવામાં આવે છે; ‘વિશેષ શક્તિ’ એ સિદ્ધી શબ્દની આંશિક સમજ છે. શુદ્ધ યોગિક અર્થમાં સિદ્ધિનો અર્થ અંતર્જ્ઞાન/ દિવ્યજ્ઞાન થાય છે. જ્યારે કોઈ સાધક તેની સાધનામાં પ્રગતિ કરે છે, ત્યારે તે સિદ્ધિ મેળવવાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક સિદ્ધિ સાધકને વિવિધ ક્ષમતાઓ પ્રદાન કરે છે જે આપણા ભૌતિક વિશ્વના નિયમોથી ઉપર હોય છે અને કાલ્પનિક વાર્તાઓ જેમ લાગે છે. સિદ્ધિઓ – જેમ કે પોતાના શરીરને સંકોચવું અથવા વિસ્તૃત કરવાની ક્ષમતા, કોસો દૂરના અવાજ સાંભળવાની ક્ષમતા, હવામાંથી કોઈ વસ્તુ લાવવાની ક્ષમતા, પાણી પર ચાલવુ, પોતાને કોઈ પણ રૂપમાં પરિવર્તિત કરવાની ક્ષમતા. આ શક્તિઓને સામાન્ય અર્થમાં ન સમજવી જોઈએ. સિદ્ધિઓનો અર્થ એ નથી કે અન્ય લોકો પર શક્તિ અથવા લાભ મેળવવાની ક્ષમતા અથવા કોઈપણ રીતે અન્યના જીવનમાં ચાલાકીથી હસ્તક્ષેપ અથવા નિયંત્રણ કરવાની ક્ષમતા. (જેમ કે કાળા જાદુ સાથેના કેસ છે)
  • જેમ જેમ સાધક મંત્ર જાપ અને ધ્યાન કરે છે તેમ તેમ તેની ચેતના વધવા લાગે છે અને સાધક તેની આત્મ વિશે વધુ ને વધુ જાગૃત થવા લાગે છે. સાધકની આ આધ્યાત્મિક પ્રગતિ તેની સુપ્ત ક્ષમતાઓ તરફ દોરી જાય છે. એવું નથી કે આ શક્તિઓ શિષ્યમાં અચાનક કે અકસ્માત રીતે દેખાવા લાગે છે, પણ આ શક્તિઓ શિષ્યમાં પહેલેથી જ વિદ્યમાન હતી જેવી સાધકની ચેતના વધવા લાગે છે તેમ સાધક આ શક્તિઓની હાજરી વિશે જાગૃત થવા લાગે છે. સાધક સ્પષ્ટપણે જાગૃત થઈ જાય છે કે તે ટાઈમ અને સ્પેસની મર્યાદાઓમાં બંધાયેલો નથી. સાધકમાં નવી શક્યતાઓ અને ક્ષમતાઓ ઉભરવા લાગે છે. શ્રી અરવિંદનાં સહયોગી એવા પ્રખ્યાત માતાજી એટલે સુધી કહ્યું છે કે આધુનિક શોધ જેમ કે વિમાન, ટેલિફોન, કાર વગેરે મનુષ્યની સુષુપ્ત શક્તિઓનું જ પરિણામ છે. જો માનવી આ “અતિ-માનવ” ક્ષમતાઓનો અહેસાસ કરી શકે તો આ બધી શોધની (વિમાન, ટેલિફોન, કાર) કોઈ જરૂર રહેશે નહીં.
  • સાધકનું લક્ષ્ય સિદ્ધિઓની અનુભૂતિ ન હોવું જોઈએ. સિદ્ધિઓ લક્ષ્ય નથી પરંતુ ફક્ત માર્ગમાં આવતી માર્ગસૂચક સ્તભ છે. જ્યારે સાધકો સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે, ત્યારે કેટલાક સાધકો ગૌરવથી ભરેલા હોય છે અને ભૂલથી માની બેસે છે કે તેઓ કોઈ ચોક્કસ શક્તિના માલિક છે. આવી ભ્રમણા સાધકોને માત્ર પતન તરફ દોરી જાય છે કારણ કે તે અહંકારનો શિકાર બની તેના સાચા લક્ષ્ય મોક્ષથી દૂર થઇ જાય છે. આનો અર્થ એ નથી કે સિધ્ધિઓ દુષ્ટ છે અને તે પ્રગટ થતાંની સાથે જ તેને નકારી કાઢવી જોઈએ. પરંતુ, તેને સાધનાની પ્રગતિ અને દિવ્ય કૃપા તરીકે જોવું જોઈએ. ગુરુ સિયાગ કહે છે, સાધકોએ સિદ્ધિઓના લાલચમાં ન ફસાતા તેના તરફ એક વિરક્તતા ભર્યો આદર રાખવો જોઈએ.
  • આના વિસ્તૃત વર્ણનમાં, ગુરુ સિયાગ પ્રાતિભજ્ઞાન તરીકે ઓળખાતી સિદ્ધિનો સંદર્ભ આપે છે: (અમર્યાદિત ભૂતકાળ અને ભવિષ્યકાળ જોવાની અને સાંભળવાની ક્ષમતા છે): “ધ્યાન અથવા સમાધિની સ્થિતિમાં, સાધક પ્રાતિભજ્ઞાન પ્રાપ્ત કરીને, તેની ત્રીજી આંખ દ્વારા અમર્યાદિત ભૂતકાળ અને ભવિષ્યની ઘટનાઓ જોવા અને સાંભળવા સક્ષમ બને છે. ત્રીજી આંખને યોગમાં દસમા દરવાજા તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં સુધી આ નેત્ર નહિ ખુલે ત્યાં સુધી ના યોગ છે ના ધ્યાન. વિજ્ઞાન પણ સ્વીકારે છે કે જ્યારે કોઈ બોલે છે તે અવાજનો ક્યારેય નાશ થતો નથી. તે બ્રહ્માંડમાં તેનું અસ્તિત્વ ધરાવે છે; તેને કંપનને સાંભળવા માટે તમારે ફક્ત યોગ્ય પ્રકારનાં ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે. યોગ દર્શન કહે છે કે જો અવકાશમાં શબ્દ અને તેનો અવાજ (કંપન) છે, તો અવાજ ઉત્પન્ન કરનાર વક્તા પણ અસ્તિત્વમાં હોવો જોઈએ. તે વક્તાની વાતો જોવી અને સાંભળવી શક્ય છે. જેમ ક્રિકેટ મેચના દ્રશ્યો ટીવી પર ફરીથી ચલાવવામાં આવે છે, એવીજ રીતે ભૂતકાળના દ્રશ્યો સાધકને ધ્યાન દરમિયાન ફરીથી દેખાડવામાં આવે છે. પણ જે ઘટના થઈ ગઈ તે થઇ છે, તે ઘટનાને ફરી લાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે ‘મહાભારત’, તેને ફરી જીવિત કે પૂર્વવત્ કરી શકાતું નથી. પરંતુ સાધક ભવિષ્યમાં શું થશે તે ચોક્કસ જાણી શકે છે.
  • “એકવાર પ્રાતિભજ્ઞાન પ્રાપ્ત થયા પછી, તમે તમારા ઘણા પરિચિતોનું મૃત્યુ પહેલીથી જ જોઈ શકશો (ધ્યાનની અવસ્થામાં) અને તેમનું મૃત્યુ પણ તમારા દેખવા પ્રમાણે જ થવા લાગશે. જો તમે કોઈ એક પરિચિત નું મૃત્યુ જોયું અને એ તે જ પ્રમાણે મૃત્યુ પામે તો કદાચ તમે તેને એક સંયોગ માની લેશો, પરંતુ જ્યારે ઘણા પરિચિતો તમે જેમ ધ્યનમાં જોયું તે જ પ્રમાણે મારવા લાગશે તો તમને પણ મનમાં વિચાર આવશે કે “હું પણ કોઈ અમરપટો લઇ ને નથી આવ્યો અને હું પણ ક્યારેક મૃત્યુ પામીશ.” પછી તમે ધ્યાનની અવસ્થામાં જોશો કે ભવિષ્યમાં તમે ક્યારે અને કેવી રીતે મૃત્યુ પામશો, તમારી આશરે ઉંમર શું હશે. જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. 20, 30, 50 અથવા 100 વર્ષની ઉંમરે. તમે બધા જાણો છો કે મૃત્યુ અનિવાર્ય છે; તેનાથી બચવાનો કોઈ ઉપાય નથી, તો પછી મૃત્યુનો ડર કેમ? માયા એ મૃત્યુને એટલું ભયાનક બનાવ્યું છે કે કોઈ તેની વાસ્તવિકતા સ્વીકારવા માંગતું નથી, અને મૃત્યુ કોઈને બક્ષતુ પણ નથી. જ્યારે તમે તમારી પોતાની મૃત્યુ જોશો ત્યારે તમે ડરશો. આજ સુધી ફક્ત તમે બીજાના જ મૃત્યુ જોયા હશે, જેની તમે કઈ ખાસ નોંધ નહિ લીધી હોય, પણ જયારે તમને તમારું પોતાનું મૃત્યુ જોશો તો તમારા સારા અને ખરાબ બધ્ધા કર્મો તમારી આંખોની સમક્ષ પલકારામાં આવશે. તમે દુનિયાથી તમારા કર્મો છુપાવી શકો છો પરંતુ તમે ક્યારેય તમારી આત્માથી એ સત્ય છુપાવી શકતા નથી. અને પછી તમે ભગવાનને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરશો, “હે ભગવાન, હું જાણું છું કે તમે દયાળુ છો, મેં સાંભળ્યું છે કે તમે ખૂબ દયાળુ છો. મેં ઘણી ભૂલો કરી છે, હું મૂર્ખ હતો. કૃપા કરી મને આ એક વખત માફ કરો; હું ફરીથી આ ભૂલને પુનરાવર્તિત નહીં કરું”.
  • “સાધક તેની સમગ્ર એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરે છે. પછી તેનું મન અંદરની તરફ વળવા લાગે છે અને સાધકને ખ્યાલ આવે છે કે આખું બ્રહ્માંડ તેની અંદર છે અને જો બ્રહ્માંડ તેની અંદર છે, તો બ્રહ્માંડનો સર્જક પણ તેની અંદર છે. સાધક તેની અંદરની દિવ્યતાનો આભાસ કરશે. અને અનુભવ કરશે કે જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ એ જ આ દિવ્યતા છે. ધ્યાન અને મંત્ર જાપ માયાના આવરણને તોડી મૃત્યુનું રહસ્ય તમારી આગળ પ્રગટ કરશે. જયારે તમને આ જ્ઞાન થશે ત્યારે તમે મુર્ત્યુને, જીવન-મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાનું ઈશ્વરે આપેલા એક વરદાન તરીકે જોશો. સાધક મૃત્યુની ભય વિના રાહ જોશો અને તેને સહજતાથી સ્વીકારશો.”
  • સાપેક્ષમાં, ગુરુ સિયાગ કહે છે કે પ્રતિભજ્ઞાનનો ઉપયોગ આત્માનુભૂતિ માટે કરવો જોઈએ. આત્માનુભૂતિના માર્ગમાં અવરોધ ને બદલે, આ સિધ્ધિ સાધકને તેના લક્ષ્ય સુધી પહોંચાડવામાં એક પગથિયા સમાન બની શકે છે.
error: Content is protected !!