કુંડલિની જાગરણના સંકેત. એક સામાન્ય પ્રશ્ર્ન થાય કે કુંડલિની શક્તિનું શરીરમાં જાગ્રત થવાના સંકેત શું છે? શરીરમાં થવા વાળી યોગિક ક્રિયાઓ જેમકે કોઈ મુવમેન્ટ, આસાન, મુદ્રા વગેરે. જો આ અનુભવ ના થયા તો શું કુંડલિની શક્તિ જાગ્રત થઇ કે નહિ? તે કેવી રીતે ખબર પડે?
આને બે પ્રકારે સમજી શકાય છે:
- કુંડલિની જાગરણના થોડા વિશેષ કે શાંત સંકેતો
- ધ્યાન દરમિયાન સાધક દ્વારા ધ્યાનમાં રાખવા યોગ્ય બાબતો
ધ્યાન દરમિયાન યોગિક ક્રિયાઓ ના થવા પર કુંડલિની જાગરણના સંકેત નીચે પ્રમાણે છે – જોકે આ સંકેતો અસંખ્ય છે પણ અહીં એ અનુભવો લખવામાં આવ્યા છે જે સાધકો દ્વારા કહેવામાં આવ્યા છે. જો તમને કોઈ બીજા નવા અનુભવો થાય તો કૃપા કરી જણાવશો.
- હથેળીઓમાં કે માથા ના ભાગમાં ઠંડુ કે ગરમ અનુભવવું. ઘણા સાધકોને પીઠના ભાગમાં ઠંડક કે ગરમીનો અનુભવ થાય છે.
- ધ્યાનમાં પ્રકાશ કે રંગોનું દેખાવું કે કોઈ દિવ્ય ઘટના દેખાવી.
- કોઈ વ્યક્તિ કે ઘટનાના વિષે પૂર્વાભાસ થવો અથવા સાધકને કોઈ કાર્યના સંબંધમાં કોઈ સંકેત આવવો, અને તેજ પ્રમાણે ઘટિત થવું.
- અચાનક ખુબજ આનંદ આવવો કે સૌની માટે અત્યાધિક પ્રેમની અનુભૂતિ થવી. અત્યાધિક આનંદની સ્થિતિમાં આકાશમાં ઉડવા જેવી અનુભૂતિ થવી.
- કોઈનું ધ્યાન દરમિયાન ખુબજ રડવું અને ત્યાર બાદ અનુભવવું કે જીવનભરનું ભરાયેલું દુઃખ આંસુઓ સાથે વહી ગયું.
- ધ્યાનમાં સ્વયંનો ફેલાવો થવો, જેમ કે બધુજ આપણી અંદર સમાઈ ગયું હોય અથવા ખુબ ઊંડાણ માં જવાની અનુભૂતિ.
- એવું અનુભવવું કે નાના થતા જતા કોઈ દિવ્ય બિંદુમાં પરિવર્તિત થવાની અનુભૂતિ થવી.
- ગુરુ સિયાગના ઘણા શિષ્યો એવા પણ છે જેમને ધ્યાન દરમિયાન કોઈપણ અનુભવ નથી થતા, ના કોઈ યોગિક ક્રિયા, ના કોઈ ફીલિંગ, ના રોવાનું, ના હસવાનું, કે ના કોઈ દિવ્ય અનુભૂતિ. આવા સાધક કેવી રીતે જાણે કે એમની કુંડલિની શક્તિ જાગ્રત છે? ગુરુદેવ કહે છે કે કોઈપણ સાધક માટે અગત્યનું છે તેનામાં આવતો બદલાવ. ગુરુદેવ જણાવે છે કે જો સાધકમાં સાધના પછી પણ તેના વ્યક્તિત્વમાં બદલાવ નથી આવતો અને જેવો તે પહેલા હતો તેવોજ રહે છે તો સાધકે સમજવું જોઈએ કે કુંડલિની જાગરણ નથી થઇ. સાધનામાં કે નિયમિતતામાં ક્યાંક ને ક્યાંક અછત છે.
જે સાધકોને કોઈપણ અનુભૂતિ નથી થતી તે પણ જીવનમાં ઘણા બદલાવ અનુભવે છે. જેમ કે –
- નિરંતર નામજપ અને ધ્યાનથી વૃત્તિઓમાં બદલાવ આવે છે જેવી કે ખાવાની આદતોમાં બદલાવ, માંસ, દારૂ કે નશો ગ્રહણ ના કરવાની ઈચ્છા, સાત્વિક કે હળવું ભોજન કરવાની ઈચ્છા.
- સામાજિક જીવન કે સંબંધોમાં બદલાવ આવવો. વધારે મહેનત કર્યા વગર ખરાબ સોબતનું આપમેળે છૂટી જવુ. સ્વયમની ઉપસ્થિતિમાં આસ-પાસ ના વાતાવરણમાં બદલાવ અનુભવવો.
- સાધનામાં આગળ વધવાની સાથે આંતરિક ઉર્જા નકારત્મક વિચારોને દૂર કરવા લાગે છે. સાધકને એવા લોકો મળવા લાગે છે જે તેની આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક હોય છે.
- સાધકનો વ્યહવાર બદલાવ લાગે છે, સાધક પોતાના કામ અને ખોટ પ્રતિ વધારે ચેતન થવા લાગે છે. જેમ જેમ ચેતના વધવા લાગે છે તેમ તેમ ગુસ્સો આવાનો ઓછો થઇ જાય છે. સાધક તરત જ પોતાની ભૂલ સમજવા લાગે છે. બધા ના પ્રતિ પ્રેમપૂર્ણ થવા લાગે છે. તેની ચેતના નકારાત્મકતાની શ્રુંખલાને તોડવામાં સહાયક બને છે.
- આ પ્રકારે થતા બદલાવોની અસંખ્ય લિસ્ટ છે. કુંડલિની જાગરણ થી આવતા બદલાવોને લાગતું એક આખ્ખું પુસ્તક લખી શકાય તેમ છે. જો તમને કુંડલિની જાગરણનો કોઈ વિશેષ અનુભવ થયો હોય તો કૃપા કરી કોમેન્ટ કરો જેથી પોસ્ટ અપડેટ કરી શકીયે.