- દરેક વ્યક્તિમાં ત્રણ પ્રકારની આંતરિક વૃત્તિઓ હોય છે: સાત્વિક (શુદ્ધ, પ્રકાશ), રાજસિક (પ્રખર) અને તામસિક (નીરસ, જડ). આ વૃત્તિઓ વ્યક્તિની માનસિક રચના, જીવન અને ક્રિયાઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ તથા તેની આહાર પસંદગી અને ખાનપાન ને પણ નક્કી કરે છે. GSYની નિયમિત પ્રેક્ટિસ રાજાસિક અને તામસિક વૃત્તિઓ પર સાત્ત્વિક વૃત્તિનું વર્ચસ્વ સરળ બનાવી સાધકને પરિવર્તન તરફ દોરી જાય છે. સાત્ત્વિક ગુણવત્તાનું વર્ચસ્વ વ્યક્તિની આંતરિક વૃત્તિઓને સકારાત્મક, સભાન, બુદ્ધિશાળી, શુદ્ધ વિચાર અને ક્રિયાઓ તરફ પરિવર્તિત કરે છે. આનાથી તેની ખાણીપીણી અને આહારની પસંદગીઓમાં પણ બદલાવ આવે છે. આ પરિવર્તનનો મુખ્ય પરિણામ એ છે કે જે કંઈ પણ તે વ્યક્તિની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે નકારાત્મક અને નુકસાનકારક છે, તે તેને પોતાની મરજીથી જ છોડી દે છે – વ્યક્તિએ આ કૃત્ય કરવા માટે કોઈ સભાન પ્રયત્નો કરવાની જરૂર પડતી નથી. આમ, જો વ્યક્તિ ડ્રગ્સ, દારૂ અથવા ધૂમ્રપાનના વ્યસનોથી પીડિત છે અથવા કોઈ એવા ખોરાક સાથે જોડાયેલ છે જે તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો તે વ્યસન તેને આપમેળે છોડી દેશે.
- નીચે ગુરુ સિયાગ તેમના પોતાના શબ્દોમાં વ્યસન મુક્તિની યોગિક પ્રક્રિયાને સમજાવે છે:
- “મંત્રનો જાપ કરવાથી આવતો નશીલો (દિવ્ય) આનંદ તણાવ અને માનસિક વિકારથી મુક્તિ આપે છે.
- “વ્યક્તિને વ્યસનમાંથી પણ મુક્તિ મળી રહે છે. વ્યક્તિએ ડ્રગ (નશો) છોડી દેવાની જરૂર નથી; તે ડ્રગ (નશો) વ્યક્તિને છોડી દેશે … તો આ વ્યસનોથી વ્યક્તિ કેવી રીતે મુક્તિ મેળવે છે? આવું થાય છે કારણ કે સાધકની વૃતિ બદલાઈ જાય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ માયા ના ત્રણ પ્રકારના ગુણોથી થઇ છે. આ વૃત્તિઓ છે: રજસ (ઉત્સાહી અને મહેનતુ), તમસ (નિસ્તેજ, જડ) અને સત્ત્વ (શુદ્ધ, પ્રબુદ્ધ, સકારાત્મક).
- શરીરમાં જે ગુણ વર્ચસ્વ ધરાવતું હશે તે એક ચોક્કસ પ્રકારના ખોરાકની માંગ કરશે અને તમારે આ માંગ પૂરી કરવી પડશે.
- “જો તામસિક વૃત્તિ પ્રબળ છે, તો તે માંસ, આલ્કોહોલની માંગ કરશે કારણ કે તે આ પ્રકારના ખોરાક પર પોતાને ટકાવી રાખે છે. જો તમે આ માંગણીઓ સંતોષશો નહીં, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો કોઈને અફીણનું 20 વર્ષ સુધી વ્યસન કર્યું હોય અને જો તે અચાનક વપરાશ બંધ કરે છે, તો તે પાંચથી સાત દિવસમાં મરી જશે, પરંતુ જો તે સિદ્ધયોગનો અભ્યાસ કરે છે, તો તે વ્યસનમુક્ત બને છે અને મૃત્યુ પામતો નથી, કારણ કે તેની વૃતિઓમાં પરિવર્તન આવે છે. તામાસિક વૃત્તિઓ સૌ પ્રથમ સિદ્ધયોગની અસર અનુભવે છે અને તેની માંગણીઓનો અંત આવે છે.
- “આ એક ડિમાન્ડ અને સપ્લાયનો વિષય છે. એકવાર સ્વામી વિવેકાનંદ USAમાં ભાષણ આપી રહ્યા હતા. પ્રેક્ષકોમાંથી એક વ્યક્તિએ તેમને કહ્યું,” સ્વામીજી તમે તમારો સમય બરબાદ કરી રહ્યા છો. અમે ક્યારેય યોગા કરી શકીશું નહીં. “હિન્દુ દર્શનનો મુખ્ય સિધ્ધાંત શાકાહારી છે અને અમે બધા માંસ અને આલ્કોહોલ પીએ છીએ. અમે યોગ કેવી રીતે કરી શકીશું?” સ્વામીજીએ જવાબ આપ્યો, “તમારે વસ્તુઓ છોડવાની જરૂર નથી. તે વસ્તુઓ તમને છોડી દેશે.” આનો અર્થ એ કે તમારે કોઈ પદાર્થનું સેવન છોડવું પડશે નહીં, તે પદાર્થ તમને આપમેળે છોડશે.
- “હું તમને ચેલેન્જ કરું છું! તમારામાં જે લોકો વ્યસની છે, તે આજથી ડ્રગ લેવાનો પ્રયાસ કરો. આજે સાંજે જ સેવન કરવાનો પ્રયાસ કરો. તમે નહીં કરી શકશો કારણ કે તે વ્યસન તમને છોડી દેશે. તમે ઇચ્છો તો પણ ડ્રગનું સેવન નહિ કરી શકો.
- “બાડમેરમાં હજારો લોકોને અફીણનું વ્યસન છે; ત્યાં વ્યસનીઓની સંખ્યા સૌથી વધુ છે. અફીણ પાકિસ્તાનની સરહદ પારથી આવે છે. તેથી જ બાડમેરમાં લોકો અફીણ પીવે છે. હું તેમને કહું છું,” અફીણ છોડો નહીં, પણ સિદ્ધ યોગ કરો. ” ત્યાર બાદ હજારો લોકો વ્યસન મુક્ત થયા હતા. હવે તેઓ કહે છે કે અફીણમાંથી અમને દુર્ગંધ આવે છે અને તેને ગળી શકતા નથી. આ પરિવર્તનને કારણે આ લોકો આજે બાડમેરથી આવ્યા છે.
- “હું ક્યારેય ઉપદેશ આપતો નથી કે ડ્રગનો ઉપયોગ કરવાનું છોડી દો. ” હું તો કહું છું કે “છોડો નહીં.” ઘણા ગુરુઓ ઉપદેશ આપે છે, “આ સાચું છે, તે ખોટું છે” અને “આ ન કરો, તે કરો.” પરંતુ ખરેખર આનું અનુસરણ કોણ કરે છે? લોકો એક કાનેથી સાંભળે છે અને બીજે કાનેથી બહાર ફેંકી દે છે. માટે જ હું ઉપદેશ આપતો નથી.
- તમારા માટે જે જાણવું મહત્વપૂર્ણ છે તે છે કે તમારે પદાર્થ (નશો) છોડવાની જરૂર નથી. ઘણા લોકો તેમના સંબંધીઓને જે વ્યસની છે, તેઓને કાર્યક્રમમાં આવવા માટે દબાણ કરે છે અને તેમને કહે છે કે તેઓ વ્યસન મુક્ત બનશે. જયારે વ્યસની ચિંતા કરે છે કે તેને વ્યસન કરવાનું છોડી દેવું પડશે. હું તેમને ખાતરી આપું છું કે તમારે પદાર્થ (નશો) છોડવાની જરૂર નથી. આનાથી તેઓ ખુશ થાય છે અને એક કલાક સુધી મારી વાત સાંભળવામાં તેમને કોઈ તકલીફ પણ પડતી નથી.
- ” તેઓ વ્યસન છોડવાનો ઇરાદો ન ધરાવતા હોવા છતાં, તે વ્યસન જ તેમને થોડા દિવસોમાં છોડી દે છે. તમે પણ વ્યસનથી મુક્ત થઈ શકો છો. ધ્યાન દરમિયાન આ કેવી રીતે થશે તે તમે જાણશો. તો સહદકની વૃત્તિઓ બદલાય છે. અમુક ઇચ્છાઓ કે જે કોઈ ચોક્કસ વૃત્તિમાંથી આવે છે તે તમને છોડી દેશે.
- જો અંદર માંગ ન હોય તો તેનો અર્થ એ છે કે સપ્લાયની જરૂર નથી. પણ જ્યારે માંગ હોય ત્યારે તેને પૂરી પાડવી પડે છે. જ્યારે વૃતિ બદલાઈ જાય છે તો તેની માંગણી અને પુરવઠો પણ બંધ થઈ જાય છે. આનો અર્થ એ થાય છે કે હવે તમે વ્યસન કરવાની મુશ્કેલીમાં મુકશો નહીં. જે ઈચ્છાઓ પદાર્થોનું સેવન કરવાની ફરજ પાડતી હતી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. “
error: Content is protected !!