ગુરુ સિયાગ યોગા

  • સામાન્ય ભાષામાં નાદનો અર્થ થાય છે કોઈ અવાજ કે ધ્વનિ. જયારે કોઈ એ પદાર્થ બીજા પદાર્થને સ્પર્શ કરે, અથડાય કે ઘસડાય ત્યારે આ ધ્વનિ ઉત્પન્ન થાય છે. વીજળીનો ચમકારો, હવાનો સુસવાટો, પક્ષીઓ નો કલરવ, વીણા ના સ્વર, મશીનનો ઘોઘાટ અને બીજા ઘણા કુદરતી અને માનવનિર્મિત ધ્વનિ એ એક ભૌતિક નાદ/ધ્વનિ છે.
  • જયારે અનાહત-નાદ નો અર્થ યોગિક સાહિત્યમાં અને સાધનામાં અલગ અને મહત્વનો થાય છે. નાદ આધ્યાત્મિક અર્થમા એક ઘર્ષણ વગરની ઘ્વાની થાય છે. જે કોઈ બે પદાર્થના ઘર્ષણ કે અથડાવા વગર ઉત્પન્ન થાય છે. તે અનંત ધ્વનિ છે જે સમગ્ર બહ્માંડમાં વ્યાપ્ત છે. આ અનંત અનાહત-નાદ થી જ આ આખું બ્ર્હમાંડ જીવંત થયું છે. ખરેખર તો એવું કહેવાય છે કે નાદ એ દિવ્યસતા ની દિવ્ય ધ્વનિ સ્વરૂપે એક અભિવ્યક્તિ છે. ૐ પોતે એક દિવ્ય ધ્વનિ છે જે સાધકને ચેતનાની ઉચ્ચ સ્તરો સાથે જોડે છે.
  • ઘણા ગુરુ સિયાગ યોગની સાધના કરવાવાળા અજપા-જપનો અનુભવ કર્યા પછી એક અજીબ ધ્વનિનો અનુભવ કરે છે જે તેમના એક કાનમાં સંભળાય છે. આ ધ્વનિ એક દિવ્ય અને અનંત નાદ છે. સામાન્ય રીતે સાંભળતા નાદ આ પ્રમાણે છે: ભમરાના ગુંજન, મધમાખીની ગુંજન, વાંસળીના સૂર, વીણાનો ઝણકાર, ઘંટનાદ, મંજીરાની ધ્વનિ વગેરે. સાધક આ જે ધ્વનિ સાંભળે છે તે અનાહત-નાદ છે. આ નાદ ભૌતિક રૂપે સાધક તેના એક કાનમાં સાંભળે છે પણ વાસ્તવમાં આ નાદ એક દિવ્ય ધ્વનિ છે જે ગુરુદેવના મંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. ઉચ્ચારેલા શબ્દો એ એક ધ્વનિની ઉપરની સ્તર છે કારણકે તે ભૌતિક જગતનો ભાગ છે.
  • તો સાધક નાદ ને સાભળવા કરતા તેના પ્રતિ જાગ્રત થાય છે. નાદ ગુરુદેવ ના મંત્રનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે અને સાધકનો હંમેશા પ્રયત્ન હોય છે કે તે ચેતનાની સૂક્ષ્મ સ્તર સુધી પોહોચે માટેજ સાધકે મંત્ર નો જપ બંધ કરી નાદ સાંભળવાનું શરુ કરવું જોઈએ. મંત્રનો જપ કરવાનું બંધ કરતા પહેલા સાધકે ચોક્કસ થવું કે નાદ અવિરતપણે અને સતત સંભળાય રહ્યો છે. થોડા દિવસ નાદને ધ્યાનથી સાભળવો. જો નાદની તીવ્રતા વધે અને ઘોઘાટવાળી જગ્યાએ પણ સાભળી શકો તો સમજવું કે તમને અનાહ્ત-નાદ સંભળાઈ રહ્યો છે.
  • ગુરુદેવ તેમના સાધકોને સલાહ આપે છે કે સાધકોએ બને તેટલો વધુ અને નિષ્ઠાપૂર્ણ નાદને સાંભળવો. એકાગ્રહતાપૂર્ણ લાંબા સમય નાદને સાંભળવાથી સાધકનું ચંચળ મન શાંત થઇ નાદ સાથે એકરૂપ થઇ જાય છે. ધ્યાન વખતે. આપણું શરીર ચેતનાની અલગ અલગ સ્તરથી અનુભવો અને સ્પંદનો ગ્રહણ કરવાનું માધ્યમ બને છે જે આપણા ભૌતિક સ્તરથી ખુબજ દૂર છે. માટેજ સાધક જે નાદ સાંભળે છે તે કોઈ ભૌતિક કે સામાન્ય ધ્વનિ નથી પણ એક દિવ્ય અને સૂક્ષ્મ ધ્વનિ છે જે તેના મુખ્ય સ્ત્રોત (બ્ર્હમાંડ) માંથી આવે છે.
  • નાદનું મહત્વ ગુરુદેવની સ્પીચમાં જોવા મળે છે જયારે ગુરુદેવ સમજાવે છે કે કેવી રીતે “ૐ” અવિરત ધ્વનિ દ્વારા બ્રહ્માડનું નિર્માણ થયું અને દિવ્યનું (પરમાત્મા) ભૌતિક સ્વરૂપમાં અવતરણ થયું. ભૌતિક જગતનું નિર્માણ ૐ ની ધ્વનિ દ્વારા પાંચ ક્રમમાં થયું છે, જેમાં દિવ્ય (પરમાત્મા) પોતે અવતરિત થયા છે આકાશ માંથી, જે સૌથી ઉચ્ચ સ્તર છે. પછી વાયુ, અગ્નિ, જળ અને છેલ્લે પૂર્થવી. આ પાંચેય તત્વો દિવ્યસત્તાનું એક અભિન્ન અંગ છે. પૂર્થવી દિવ્યતાનું અંતિમ અને સ્થૂળ તત્વ છે જ્યા તે દીવ્યસત્તા (પરમાત્મા) સ્થાપિત થઈને અસંખ્ય રૂપ ધારણ કરે છે- માનવથી લઈને નાના માં નાનો જીવ. આ દરેક કુદરતી તત્વો માં એક-એક સૂક્ષ્મ તત્વ રહેલું હોય છે. આ તત્વો આપણને પાંચ ઈન્દ્રીઓ પ્રદાન કરે છે. આકાશ વાણી સાથે જોડાયેલું છે. જેમ કે સૂક્ષ્મરૂપે દિવ્ય શબ્દ, ધ્વનિ; વાયુ સ્પર્શ સાથે સંકળાયેલો છે; અગ્નિ અનુભૂતિ અને ગ્રહણ કરવાની ક્ષમતા સાથે જોડાયેલો છે(દેખવું); જળ સ્વાદ સાથે; અને પૂર્થવી સુગંધ સાથે. આ પાંચેય તત્વો એકમેક સાથે સંકળાઈ ને માયાનુ  નિર્માણ કરે છે જેથી આપણે આપણુ સાચું સ્વરૂપ ભૂલીને સુખ અને દુઃખની માયામાં ફસાઈ જઇયે. છીએ.
  • ગુરુ સિયાગ કહે છે કે આપણે આ માયાના જાળ માંથી બહાર આવી શકીયે છીએ જો આપણે આ દિવ્યની અવતરિત થવાની પ્રક્રિયા ને ઉંધી કરીયે તો. જયારે આપણે મંત્ર અને ધ્યાન કરીયે છીએ ત્યારે આપણી કુંડલિની શક્તિ જાગ્રત થઇને બધ્ધાજ તત્વોમાંથી પસાર થઇ તેમને પોતાના નિયંત્રણમાં લઇને છેલ્લે આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર (સહસ્ત્ર ચક્ર) પર પહોંચે છે. તો નાદ એ એક દિવ્ય ધ્વનિ છે જ્યાંથી આપણે આવ્યા છીએ અને જેમાં આપણે પાછા જવાનું છે તે જ આપણું સાચું ઘર છે
error: Content is protected !!