- દરેક પ્રકારનો ક્રોધ આપણામાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને નિયંત્રણ આપણા હાથમાં થી છૂટી જવાના કારણે ઉદભવે છે. આપણે નિયંત્રણ કરવાની ઈચ્છા સાથે એટલા સઘંન રીતે જોડાઈ જઈએ છીએ કે જયારે તે પૂરી નથી થઇ શકતી ત્યારે આપણી પોતાની ઉર્જા જ આપણા માટે અગ્નિ સમાન બની જાય છે, અને આપણા ને જ બળે છે. ગુરૂ સિયાગ કહે છે “ મૃત્યુ પછી શરીરને આગ ચાંપવામાં આવે છે અને શરીર રાખમાં મળી જાય છે પણ ગુસ્સો તો મનુષ્યને અંદરથી જ જીવતા-જીવત બળે છે.” આત્યાર ના સમયમાં આપણે બેદરકારીથી ઘણીવાર કઈ એવું કહી કે કરી બેસીએ છીએ કે જેને આપણે ઉલટી શકતા નથી જે ક્યારેય ભરપાઈ ના થઇ શકે તેવું નુકશાન કરે છે. આત્યંતિક કિસ્સાઓમાં ગુસ્સો એવા સંકટ અને ઘટનાઓનું નિર્માણ કરે છે જેની સાથે આપણે આજીવન બંધાઈ જઈએ છીએ.
- થેરપિસ્ટ્સ અને અન્ય તબીબી પ્રેક્ટિશનરો ગુસ્સો સાથે વ્યવહાર કરવા માટે વિવિધ પદ્ધતિઓની ભલામણ કરે છે જેમ કે નિયંત્રિત અને અડગ રીતે ગુસ્સો વ્યક્ત કરો, ક્રોઘને દબાવો અને વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ લઇ જવો, અથવા તો ઊંડા શ્વાસની પધ્ધતિથી તેને શાન્ત કરવો. ચોક્કસ પરિસ્થિતિઓમાં, તાત્કાલિક અસર માટે ટ્રાંક્વીલાઈઝર્સ (મગજ ને શાન્ત કરે તેવી દવાઓ) પણ આપવામાં આવે છે. ઉપર જણાવેલી બધીજ પદ્ધતિઓ અસરકારક હોય છે, પરંતુ માત્ર એક હદ સુધીજ. તે વ્યક્તિને ક્ષણભર માટે ગુસ્સો નિયંત્રિત કરવા મદદ કરી શકે છે પણ સંપૂર્ણપણે છુટકારો આપી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ પધ્ધતિઓ જેતે વ્યક્તિને ગુસ્સાના સમયે સયમ રાખી તેની દિશા બદલવામાં મદદરૂપ થઇ શકે છે પણ સંપૂર્ણપણે ગુસ્સાથી છુટકારો આપી શકતી નથી.
- ગુરૂ સિયાગ કહે છે કે ગુસ્સાની અભિવ્યક્તિ કરવી તે ક્યારેય ના ખતમ થવા વાળું ચક્ર છે. “તમે કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો કરી તેને પણ ગુસ્સાના ચક્રમાં ખેચીલો છો ત્યારે તે વ્યક્તિ પણ તમારા ગુસ્સાને શાંતિથી લેશે નહિ. તેમના ક્રોધનો પ્રતિકારી પ્રતિભાવ તમારી ઉપર પણ આવશે. આનો કોઈ અંત નથી. તમે કોઈની ઉપર છાણ ફેકો છો અને એવી અપેક્ષા કરો છો કે તમારા ઉપર છાણના છાંટા ન પડે. અવશ્ય તમે પણ છાણથી ગંદા થશો જ! આમા પેઢીઓની પેઢીઓ મૃત્યુ પામી છે કેમ કે તેમનો ગુસ્સો દ્વેષભાવમાં તબદીલ થઇ ગયો અને તેઓ આ ચક્રને તોડી ન શક્યા.” તો કેવી રીતે કોઈ આ ચક્રને તોડે? ગુરૂ સિયાગ કહે છે કે ગુસ્સાનો નાશ ફક્ત તેને ધ્યાન રૂપી મહાસાગરમાં વિસર્જિત કરીને જ કરી શકાય છે. ગુસ્સો કરવો કે તેની માટે જવાબદારી લેવા કરતા સાધકે તેને ફક્ત સાક્ષીભાવથી જોવો જોઈએ. ગુસ્સો એ એક લાગણી છે તેના મૂળ કોઈ વ્યક્તિ કે ઘટના સાથે જોડાયેલા નથી.
- ધ્યાનની અવસ્થામાં તમે કોઈ ના ઉપર ગુસ્સે નથી હોતા પણ તમે ફક્ત ગુસ્સામાં હોવ છો. ક્રોધ એક બાહ્ય શક્તિ છે અને તમે તેને તમારી અંદર પ્રવેશવા દીધી છે. જયારે એ તમારી અંદર પ્રવેશે છે ત્યારે જ તમે ગુસ્સાની અવસ્થા ધરાવો છો. જે કોઈના પ્રત્યે ગુસ્સો છે કે કોઈ ઘટના થી હતાશ છે અથવા કોઈ પરિસ્થિતિમાં ફસાયેલો છે. ધ્યાનમાં ક્રોધ ગુણવતા વિહીન બની જાય છે. સાધક જયારે પણ ક્રોધ અનુભવે ત્યારે તેના ઉપર સંયમ રાખી, ક્રોધને ધ્યાનમાં મુક્ત કરી દેવો જોઈએ. આમ કરવાથી તમારા તરફ આવેલા ક્રોધને તમે બ્રહ્માંડમાં ત્યજી દીધો. નદી જયારે દરિયામાં વહી જાય છે ત્યારે તે પોતાનું અસ્તિત્વ ગુમાવીને દરિયા સાથે એક બની જાય છે. તે જ પ્રમાણે જ્યરે ક્રોધને ધ્યાનમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે અનંત બ્રહ્માંડ સાથે એક થઇ પોતાનું અસ્તિત્વ ગુમાવી સ્વયમ બ્રહ્માંડ થઇ જાય છે. અલબત, આ એક વખતની પ્રક્રિયા નથી પણ જયારે પણ ક્રોધ આવે ત્યારે સાધકે સભાનપણે આ પ્રક્રિયા કરવાની હોય છે. ટુંક સમયમાં ક્રોધ સંપૂર્ણપણે નાશ થઇ જશે. જો ક્રોધ આવે તે સમયે ધ્યાન કરવું સંભવ ના હોય તો મંત્રનો સઘન જપ કરવો. ગુરૂ સિયાગ કહે છે કે જયારે તમે ક્રોધની પહેલી તરંગ અનુભવો છો ત્યારે મંત્રનો જાપ કરવાનું શરુ કરો. મંત્રના તરંગો તમારામાં તીવ્ર એકાગ્રતા લાવી ક્રોધની શક્તિને વિખેરી નાખશે અને તમારી ઉપર કોઈ ખરાબ અસર કરવા કરતા ક્રોધ તમને છોડીને જતો રહેશે.
error: Content is protected !!