મારા ગુરુ ગંગાનાથજીને શરણેમાં જાઓ ગુરુ સિયાગ, 2007: જ્યારે મેં મારા ગુરુ ગંગાનાથજીની શરણાગતિ સ્વીકારી ત્યારે મેં મારામાં એક સંપૂર્ણ પરિવર્તન અનુભવ્યું. તમે પણ આ પરિવર્તનનો અનુભવ કરી શકો છો. આ પરિવર્તનનો અનુભવ કોઈપણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે. તમારે ફક્ત તે સમજવાની જરૂર છે કે તમે કોણ છો. હું તમને તમારા વાસ્તવિક સ્વરૂપ સાથે જોડી દઈશ જેથી તમે સમજી શકો કે તમે કોણ છો. તમે આ શરીર નથી. તમે આત્મા છો જે અજર-અમર છે. સનાતન ધર્મ કહે છે કે પ્રબુદ્ધ ગુરુ વિના મુક્તિ શક્ય નથી. પરંતુ મુક્તિ મેળવવી સરળ નથી. મુક્તિ કોઈ રમકડુ નથી કે જ્યારે તમે ગુરુને મળો અને ગુરુ તમને તે સોંપી દે. ગુરુ તો ફક્ત તમને રસ્તો બતાવે છે અને તમને કહે છે કે જો તમે આ માર્ગ પર ચાલશો તો તમે તમારા લક્ષ્ય સુધી અવશ્ય પહોંચશો….