- સમર્થ શબ્દનો અર્થ થાય છે “અધિકારયુક્ત” અને સદ્ગુરુ નો અર્થ થાય છે સાચ્ચા ગુરુ. સમર્થ સદ્ગુરુ એ એક એવું પેદ છે કે જે તેમના શિષ્યોને દીક્ષિત કરી તેમનું માર્ગદર્શન કરી તેમને અધ્યાત્મના રસ્તામાં આગળ વધારી આત્મશાક્ષાત્કારના માર્ગે લઈજાય છે. આવા ગુરુ પરમાત્મા સુધી પહોંચવાનો સિદ્ધો અને સાચ્ચો રસ્તો બતાવે છે અને આત્મશાક્ષાત્કાર તથા ઈશ્વર પ્રાપ્તિની વ્યર્થની દલીલો, ક્રિયાકાંડો કે ધાર્મિક વિધિઓ માં થી મુક્તિ અપાવે છે. સમર્થગુરુ તેમના શિષ્યો ઉપર કોઈજ જાતનું બંધન નાખતા નથી. સૂર્ય ની જેમ સમર્થગુરુ બધ્ધાની ઉપર એક સરખી કૃપા અને કરુણા કરે છે, પછી તે વ્યક્તિ કઈ જાતનો, રંગનો, કુળનો, પ્રાંતનો, કે તેની વર્તમાન સ્થિતિ શું છે તેના થી કોઈ જ ફર્ક પડતો નથી. સમર્થગુરુ સિયાગ ની દિવ્ય શક્તિ સમય અને સ્થળની મર્યાદાથી ઉપર છે. કોઈપણ વ્યક્તિ વિશ્વના કોઈપણ ખૂણામાં ગુરુસિયાગના આશિષ મેળવી સાચ્ચા મન થી ધ્યાન અને મંત્ર-જપ કરી આધ્યાત્મિક રૂપાંતરણ અનુભવી શકે છે.
- ગુરુ સિયાગ આપણી બાહરી આંખોથી દેખાતા એક શરીર જ નથી પણ તે આપણા સૌની અંદર પણ છે. ગુરુ સિયાગે કહ્યું છે કે “ગુરુ કોણ છે? ગુરુ કોઈ નાશવાન શારીરિક વ્યક્તિ નથી. આ શરીર તો એક દિવસ પાંચ તત્વોમાં વિલીન થઇ જશે પણ ગુરુ તો એક દિવ્ય ચેતના છે જે ક્યારેય મૃત્યુ નથી પામતી; તે તો શાશ્વત અને અજર-અમર છે. ગુરુ તમારી અંદર વ્યાપ્ત છે. ગુરુ જો વાસ્તવમાં ગુરુ છે તો તે સર્વવ્યાપી છે, હું તમારામાં અને તમે મારામાં છો તો તમે જયારે અને જ્યાં યાદ કરશો ત્યાં ગુરુ ઉપસ્થિત રહેશે. ગુરુ સમય અને સ્થળ ની સીમાઓથી ઉપર છે.
- “તમે અત્યારે મને સાંભળો છો તો તમે મારી શક્તિ શૂક્ષ્મ રૂપથી ગ્રહણ કરી રહ્યા છો. મારી દિવ્ય ચેતના મારી આખો, મારા અવાજ, મારા શરીરના કણ-કણ માંથી વહી રહી છે. આ શક્તિ ત્યાંસુધી વહેશે જ્યાંસુધી આ શરીર છે, તમે અભણ છો કે ખુબ દૂર બેઠા છો કે ખુબજ વેદનામાં છો, જો તમે મને પ્રાર્થના કરશો કે “મને મદદ કરો” આ પ્રાર્થના શશક્ત અને પૂરતી છે મારા સુધી પહોંચવા માટે.”
error: Content is protected !!