“બાળપણ અથવા કિશોરાવસ્થા એ તમારી આધ્યાત્મિક યાત્રા શરૂ કરવા માટેનો યોગ્ય સમય છે. નાની ઉંમરે આધ્યાત્મિક પરિવર્તનમાંથી પસાર થવું યોગ્ય છે. મારા 90 ટકા શિષ્યો લગભગ યુવાન લોકો જ છે.”
“મારી પ્રબળ માન્યતા છે કે જ્યાં સુધી યુવા આધ્યાત્મિક રીતે સભાન નહિ થાય ત્યાં સુધી વિશ્વમાં આધ્યાત્મિક ક્રાંતિ (જાગૃતિ) શક્ય નથી. યુવાનો જ છે જે વિશ્વમાં પરિવર્તન લાવશે. યુવાનોએ પહેલા પણ આમ કર્યું છે, અને તેઓ ભવિષ્યમાં પણ કરશે. ”