પ્રશ્ન: મેં હંમેશાં ઘણા સંતો અને આધ્યાત્મિક સાધકોને કહેતા સાંભળ્યા છે કે કુંડલિની એક ખતરનાક શક્તિ છે અને જાગૃત કુંડલિની સાધકને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. શું આ સાચું છે?
કુંડલિની એ એક દૈવી શક્તિ છે જે ફક્ત ગુરુ સિયાગ જેવા સિદ્ધ ગુરુ દ્વારા જાગૃત અને નિયંત્રિત કરી શકાય છે. જે ગુરુ પાસે સાધકોમાં કુંડલિનીને જાગૃત કરવાની સત્તા અથવા ક્ષમતા નથી અને તેઓ જડીબુટ્ટીઓ, તંત્ર અથવા હથયોગની મદદથી બળજબરીથી જાગૃત કરે છે તે સાધકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ નીચેના ઉદાહરણ દ્વારા સમજી શકાય છે: આકાશમાં ગરજતી વીજળી અને આપણા ઘરો અને કચેરીઓમાં ઉપયોગમાં લેવાતી વીજળી એ એક જ પ્રકારની ઉર્જા છે. આકાશમાં ગરજતી વીજળી એ એક કાચી શક્તિ છે જે વિનાશક સાબિત થઈ શકે છે પણ જો તેનો ઇલેક્ટ્રિક પ્રવાહ પાવર લાઇનો અને વાયર દ્વારા નિયંત્રિત પણે આપણા ઘરો અને આસપાસના વિસ્તારમાં પહોંચાડવામાં આવે તો તે આપણને નુકસાન પહોંચાડતી નથી કારણ કે આપણે ઉર્જાનું ખૂબ નિયંત્રિત સ્વરૂપ પ્રાપ્ત કરીએ છીએ. આપણે એટલું જ મેળવીયે છીએ જેટલું આપણા માટે જરૂરી છે. તેવી જ રીતે કુંડલિની એક દૈવી પણ કાચી ઉર્જા છે જે ગુરુ દ્વારા નિયંત્રિત થઇ સૌમ્ય માર્ગે સાધકને તેની જરૂરિયાત તથા ક્ષમતા પ્રમાણે પ્રાપ્ત થાય છે.
ફક્ત તે જ સાધકો કુંડલિનીના હાનિકારક પ્રભાવોનો અનુભવ કરે છે જેઓ કુંડલિનીને જાગૃત કરવા માટે અસુરક્ષિત માધ્યમોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. ગુરુ સિયાગ કહે છે કે કુંડલિનીને ઘણી વાર અગ્નિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કુંડલિની સિદ્ધ ગુરુ દ્વારા જાગૃત થાય છે ત્યારે તે અગ્નિ છે જે ઠંડક આપે છે પરંતુ જ્યારે બળથી જાગૃત થાય છે ત્યારે તે દઝાડે છે.