મન સતત અસ્થિર અને ચંચળ રહે છે. કોઈ વિચારોને રોકવાનો ગમે તેટલો પ્રયત્ન કરે પણ સેંકડો વિચારો મનમાં ઉમટી પડે છે. સાધક મન પર અંકુશ કરવાનો પ્રયત્ન કરે છે પણ મન તેના વિરોધમાં વધુ વિચારો ઉત્પન્ન કરે છે. જેમ પેટનું કામ ખોરાકને પચાવવાનું છે, તેમ મનનું કામ વિચારવાનું છે. મનને વિચારવાનું બંધ કરવાનું કહેવું એ પેટને થોડા સમય માટે પાચનક્રિયા બંધ કરવાનું કહેવા સમાન છે. તો પછી ધ્યાન કરવા માટે મનને શાંત કેવી રીતે કરવું? ગુરુ સિયાગ સૂચવે છે કે જ્યારે સાધક મંત્રનો જાપ કરે છે, ત્યારે ગુરુ સાધકના મનને પકડી રાખે છે. આનો અર્થ એ છે કે જ્યારે મંત્રનો જાપ કરવામાં આવે છે ત્યારે મન મંત્ર-જાપના લય અને સ્પંદનો તરફ વળેલું રહે છે અને વિચારને થોડા સમય માટે સ્થગિત કરે છે. આ પ્રક્રિયા નીચેના ઉદાહરણ સાથે સમજી શકાય છે: એક પાણી ભરેલા ગ્લાસમાં ગંદકી છે જે પાણીની પારદર્શકતાને અસ્પષ્ટ કરે છે. પાણીને સાફ કરવાની સૌથી સરળ અને ઝડપી રીત એ છે કે તે પાણીને થોડા સમય માટે બેસવા દેવું જેથી ગંદકી ગ્લાસનાં તળિયે સ્થિર થઇ જશે. આજ રીતે, મંત્ર-જાપ પણ મનને શાંત કરે છે જેથી સાધક સરળતાથી ધ્યાનમાં એકાગ્રહ થઇ શકે છે. જ્યારે આખો દિવસ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખાવું, નહાવું, ચાલવું, ગાડી ચલાવવી વગેરે જેવા રોજબરોજના કાર્ય દરમિયાન નિયમિત અને સતત મંત્રનો જાપ કરવામાં આવે છે ત્યારે મન ધીરે-ધીરે શાંત થતું જાય છે.
ગુરુ સિયાગ કહે છે, “આખું બ્રહ્માંડ તમારી અંદર છે. તેથી તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ પણ તમારી અંદર જ છે. ” માનસિક રીતે વધુમાં વધુ મંત્રનો જાપ કરવાથી શિષ્ય ચેતનતા પૂર્વક ગુરુ સાથે એક આંતરિક જોડાણ બનાવે છે. તેમ છતાં જો કોઈને મંત્રનો જાપ મોટેથી બોલીને કરવો, તો સાધકે તેમ કરવા માટે દિવસનો ચોક્કસ સમય નિર્ધારિત કરવો પડશે. કેટલીક જપની પદ્ધતિઓમાં સાધકે મૌખિક જાપની સાથે-સાથે અમુક વિધિઓ કરવાની આવશ્યકતા હોય છે. જયારે ગુરુ સિયાગના મંત્રનો જાપ કરવા માટે સાધકે કોઈ બીજી વિધિઓ કે તેમના દૈનિક જીવનમાં કોઈ ફેરફાર લાવવાની જરૂર નથી. સાધક હરતા-ફરતા અને અન્ય કર્યો કરતા મંત્રનો જાપ કરી શકે છે.