જાપનું મહત્વ
પ્રશ્ન: ગુરુ સિયાગના મંત્રનો જાપ કરવાનું શું મહત્વ છે?
વિશ્વના તમામ મોટા ધર્મોમાં પરસ્પર તફાવતો હોવા છતાં, તેઓ સર્વસંમતિથી એક અભિપ્રાય આપે છે કે બ્ર્હમાંડની ઉત્પત્તિ એક દિવ્ય શબ્દમાંથી થઇ છે. હિન્દુ અને વૈદિક ધર્મ પણ આમાં અપવાદ રૂપ નથી અને માને છે કે આપણી ઉત્પત્તિ શબ્દ બહ્મમાંથી થઇ છે. તે ૐ ને પવિત્ર ઉચ્ચારણ તરીકે સ્વીકારે છે- દિવ્ય ધ્વનિ કે જેમાંથી ભગવાને આ બ્રહ્માંડની રચના કરી છે. આ દિવ્ય શબ્દમાંથી ઉત્પન્ન થતા શક્તિશાળી કંપનયુક્ત અવાજો, આપણે ચેતનાના વિભિન્ન સૂક્ષ્મ સ્તરો સાથે જોડાવા માટે સક્ષમ છે. આ દરેક પવિત્ર કંપનયુક્ત અવાજોને ‘મંત્ર’ તરીખે ઓળખવામાં આવે છે જે ને શાસ્ત્રોએ વિશિષ્ટ પરિણામો પ્રાપ્ત કરવા માટે દિવ્ય શબ્દનો ઉચ્ચારણ કરવાની વિશિષ્ટ પદ્ધતિ કહી છે. આ પ્રમાણે “મંત્રો” ભારતીય આધ્યાત્મિકતાના આધારસ્તંભ છે.
આધ્યાત્મિક શિસ્ત હેઠળ, મંત્ર ત્યારે જ શક્તિશાળી અને અસરકારક હોય છે જ્યારે કોઈ ગુરુ વ્યક્તિને શિષ્ય તરીકે સ્વીકારી તેને મંત્ર આપે. ગુરુ સિયાગને આત્મબોધ/આત્મજ્ઞાન પ્રાપ્ત થયુ તે પહેલાં તેમણે શક્તિશાળી મંત્રોનો જાપ કર્યો છે, અને તેથી જ તેઓ બીજા સાધકોને દિવ્ય મંત્રની દીક્ષા આપવા માટે સક્ષમ અને અધિકૃત છે. તેઓ કહે છે, “જ્યારે કોઈ પ્રબુદ્ધ ગુરુ મંત્ર બોલે છે (સાધકોને દીક્ષા આપતી વખતે) ત્યારે તેમનો અવાજ મંત્રને દિવ્ય શક્તિથી ચાર્જ કરે છે. જ્યારે હું મંત્ર ઉચ્ચારું છું, ત્યારે મારો અવાજ આ સામાન્ય શરીરમાંથી નહીં પણ પ્રબુદ્ધ શરીરમાંથી નીકળ્યો રહ્યો છે. જેણે ક્યારેય ભગવાનનું નામ જપ્યું નથી તેણે ભગવાન વિશે ઉપદેશ આપવો જોઈએ નહિ. મારે મંત્રનો જપ કરવાની ફરજ પડી હતી. મારે સંજોગોવસાત જપ કરવાની ફરજ પડી અને આજે તેના લીધે હું અહીંયા (ગુરુના પદ) છું.” આ જ કારણ છે કે મંત્ર શિષ્યના જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. ‘વેદો’ અથવા ‘ગીતા’ જેવા કોઈ લખાણમાંથી મંત્રનું વાંચન કરવું નિરર્થક છે કારણ કે આવા મંત્રોમાં શક્તિનો અભાવ હોય છે અને તેથી તે ઇચ્છિત પરિણામ આપી શકશે નહિ. મંત્રનો સતત માનસિક જાપ તેની સંભવિતતાના સંપૂર્ણ ઉપયોગમાં પરિણમે છે.
ગુરુ સિયાગ ઘણીવાર તેમના મંત્રને ‘સંજીવની મંત્ર’ તરીકે ઉલ્લેખ કરે છે. તેઓ કહે છે, “હું દિક્ષા દરમિયાન જે મંત્ર આપું છું તે સંજીવની મંત્ર છે. હું તમને પહેલા સમજાવું કે સંજીવની એટલે શું. પૌરાણિક મહાકાવ્ય ‘રામાયણ’માં લક્ષ્મણને એક ઝેરી તીર વાગ્યું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા. હનુમાનજી સંજીવની ઔષધિ લાવ્યા. જ્યારે તે ઔષધિ લક્ષ્મણને આપવામાં આવી ત્યારે તેમને ચેતના આવી. સંજીવની ફક્ત એટલા માટે કારગર સાબિત થઇ કારણ કે લક્ષ્મણ હજી જીવિત હતા. તમને જે પણ રોગ હોય – એઇડ્સ, કેન્સર, હિપેટાઇટિસ બી, લ્યુકેમિયા વગેરે, અને જો તબીબી વિજ્ઞાને કહ્યું છે કે આ અસાધ્ય રોગ છે – એકવાર તમે આ મંત્ર મેળવી લેશો તો તમે મરશો નહીં. સંજીવની મંત્ર શક્તિપાત દીક્ષાની પરંપરાનો એક ભાગ છે. હું જે મંત્ર આપું છું તેમાં રાધા અને કૃષ્ણની દિવ્ય શક્તિ છે. તે કૃષ્ણની શક્તિ છે જે તમને જીવન આપે છે. કૃષ્ણ એક સંપૂર્ણ અવતાર છે. તેમના માટે કંઈ પણ અશક્ય નથી. ”
સંજીવની મંત્રના ગુરુદેવના આ સ્પષ્ટીકરણને ‘ચેતનામાં આવવા’ માટેના રૂપક તરીકે અર્થઘટન કરી શકાય છે. આધ્યાત્મિકતાનો મુખ્ય હેતુ બેભાનતાથી સભાનતા તરફ જવાનો છે. આધ્યાત્મિક ક્ષેત્રેમાં જો જીવન સભાનપણે ન જીવ્યા તો તે મૃત્યુ સમાન જ છે. નાથ યોગીઓની દંતકથાઓ એવી વાર્તાઓથી ભરેલી છે કે કેવી રીતે ગુરુઓએ તેમના ‘સૂતા’ શિષ્યોને ‘જાગૃત’ કરીને ચોંકાવી દીધા. ગુરુ સિયાગના આ ‘સજીવન કરનાર’ સંજીવની મંત્રનો લગાતાર જાપ કરવાથી શિષ્ય અજ્ઞાનતાના અંધકારમાંથી મુક્ત થઇ, ચેતનાના પ્રકાશ તરફ વળે છે. શ્રી અરવિંદે કહ્યું છે કે સિદ્ધ ગુરુ દ્વારા આપવામાં આવેલો મંત્ર શિષ્યને આંતરિક દ્રષ્ટિ આપવાની ક્ષમતા ધરાવે છે, “મંત્ર હંમેશા ગુપ્ત હોય છે, અને શિષ્યને તેના ગુરુ દ્વારા આપવામાં આવે છે, તે જુદા જુદા પ્રકારના હોય છે… આ પ્રકારનો જાદુ, અથવા સ્પંદનોનું રસાયણવિજ્ઞાન, ચેતનાના ઉચ્ચ સ્તરના સ્પંદનોનું જાગૃત રીતે સંચાલન કરી પ્રગતિ આપે છે. કવિતા, સંગીત, ઉપનિષદો, વેદોના આધ્યાત્મિક મંત્રો અને એક ગુરુ દ્વારા તેમના શિષ્યને ગુરુનો સીધો સંપર્ક કરવા અપાયેલો મંત્ર તેના ઉદાહરણો છે. અહીં તે અવાજ (મંત્ર) અનુભવ અને સહાક્ષત્કાર કરાવવાની શક્તિ ધરાવે છે – તે અવાજ (મંત્ર) છે જે આપણને દ્રષ્ટિ પ્રદાન કરે છે. ”
ગુરુ સિયાગના મંત્ર દ્વારા ઉત્પન્ન થતાં સ્પંદનો માથાના ઉપરના ભાગ તરફ વધે છે અને પછી નીચે તરફ નીચે આવે છે. આનો અર્થ એ છે કે ગુરુ સિયાગના મંત્રના સ્પંદનો ચેતનાના ઉચ્ચ સ્તર તરફ વધી પરિવર્તન લાવે છે અને પાછા નીચેના સ્તરમાં ઉતારી અસ્તિત્વના દરેક અણુમાં પ્રગટ થાય છે. અચેતન સાધક તેના સંબંધો, મહત્વાકાંક્ષાઓ, સંપત્તિ, લાગણીઓ વગેરે જેવી દુનિયાની માયાજાળમાં પરોવાયેલો રહે છે, અને હંમેશાં કષ્ટભર્યું જીવન જીવે છે. ગુરુદેવના મંત્રનો જાપ કરવાથી શિષ્ય તેની અન્ધકારયુક્ત સ્થિતિમાંથી જાગૃત થઇ, કદી ન ખતમ થતા ચક્રમાંથી મુક્તિ મેળવે છે.