ધ્યાનની ક્રમબંધ રીત
- સૌ પ્રથમ એક આરામદાયક સ્થિતિમાં બેસવું.
- તમે ધ્યાન કરવા માટે જમીન પર પલાઠી વળી બેસી શકો છો, જમીન પર સુઈ શકો છો અથવા ખુરશીમાં કે સોફા પર પણ બેસી શકો છો.
- ગુરૂ સિયાગના ચિત્રને ખુલ્લી આંખે એક કે બે મિનીટ માટે જોવું.
- હવે આંખ બંધ કરી મનો મન ગુરુદેવને ૧૫ મિનીટ માટે ધ્યાન લાગે તેવી પ્રાથના કરવી.
- પછી આંખ બંધ રાખી ગુરુ સિયાગના ચિત્ર ને બન્ને આંખ વચ્ચે (જ્યાં સ્ત્રી ચાન્લો કરે છે) માનસિક રીતે જોવાનો પ્રયત્ન કરવો.
- ગુરુદેવના ચિત્રનું ધ્યાન કરતા-કરતા મનો-મન ગુરુદેવ દ્વારા અપાયેલા મંત્રનો માનસિક જાપ કરવો.
- ધ્યાન દરમિયાન તમે અમુંક આપમેળે થતી યોગિક ક્રિયાઓ અને હલન-ચલન અનુભવી શકો છો. જેવીકે આગળ-પાછળ લહેરાવુ, માથાનુ હલવું, માથાની ડાબેથી જમણે અને જમણેથી ડાબે ઝડપથી હલન-ચલન થવી, પેટનુ ફુલાવુ અને અંદર દબાવવુ, તાળીઓ પાડવી, ગળાથી ગણ-ગણવુ, આહ ભરવી અથવા આળસ ખાવી વગેરેનો સમાવેશ થાય છે. જયારે આ ક્રિયાઓ થાય ત્યારે તમારે જરાય પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ ક્રિયાઓ કુંડલીની શક્તિ દ્વારા તમારા ભલા અને ભવિષ્યની પ્રગતિ માટે આપમેળે થાય છે.
- ઘણી વખત તમે કંપન અનુભવવુ, તેજસ્વી પ્રકાશ દેખાવો, રંગો તેમંજ દ્રશ્યો દેખાવા, અથવા ભૂત અને ભવિષ્ય કાળની ઘટનાઓ દેખાવી, જેવા અનુભવો થઇ શકે છે. આ દર્શાવે છે કે તમે આધ્યાત્મિક માર્ગ માં પ્રગતિ કરી રહ્યા છો.
- તેમ છતાં જો તમે કોઈ યોગિક ક્રિયાઓ કે દ્રશ્યોનો અનુભવ ના કરો તેનો અર્થ એ નથી થતો કે તમારી પ્રગતિ નથી થઇ રહી. શક્ય છે કે તમારી દિવ્ય શક્તિ જાગૃત તો થઇ ગઈ છે પણ તમને કોઈ ક્રિયાની જરૂર ન હોવાના લીધે તમે અનુભવી નથી રહ્યા.
- તમે અનુભવશો કે જેટલો સમય માંગીને તમે ધ્યાન કરવા બેઠા હતા તેટલા જ સમયમાં તમારુ ધ્યાન સમાપ્ત થઇ જશે.