- ‘તણાવ’ જે હંમેશા હાજર હોય છે અને ઘણીવાર બિમારીઓ આપણા બધાને અસર કરે છે. નીચે, ગુરુ સિયાગ સમજાવે છે કે કેવી રીતે મંત્ર-જાપ કરવાથી તણાવથી મુક્તિ મળે છે. બધા સાથે મફત શેર કરો (કૃપા કરીને ફક્ત વ્યક્તિગત ઉપયોગ માટે કોપી-પેસ્ટ કરો)!
- “આખા વિશ્વમાં 80% ટકા રોગો તણાવને કારણે થાય છે. કળિયુગે માનવજાત ઉપર એક તામાસિક (નકારાત્મક, શ્યામ, નિસ્તેજ, નિષ્ક્રિય) પકડ બનાવેલી છે. ભલે તે શ્રીમંત હોય કે ગરીબ, લોકો નિરંતર ભારે તણાવમાં રહે જ છે. તબીબી વિજ્ઞાન તણાવની સારવાર કરવા માટે સમર્થ નથી. તેઓ માત્ર ચેતનાને શાંત કરવા માટે શામક દવાઓ ઉપીયોગ કરે છે જેથી સંવેદના શાંત થઇ જાય છે અને તણાવ ઓછો લાગે છે. દર્દી જ્યાં સુધી દવા લે છે ત્યાં સુધી તણાવની અસર દૂર રહે છે પણ જેવી તે દવાની અસર સમાપ્ત થાય છે તણાવ અને તેને સંબંધિત રોગો પાછા આવે છે.
- અમે પણ માનીએ છીએ કે તણાવની સારવાર નાશ દ્વારા થવી જોઈએ. પણ એ નશો મેટર નો ના હોવો જોઈએ, “સ્પીરીટ” નો હોવો જોઈએ. સિદ્ધયોગમાં ભગવાનના નામનો જાપ કરવાથી નશો આવે છે.
- “ભગવાનના નામનો જાપ કરવાથી એક નશીલો આનંદ આવે છે.
- એ તથ્ય છે કે ભગવાનના નામનો જાપ કરવાથી આનંદનો અનુભવ થઈ શકે છે. ગુરુ નાનક જેવા ભારતીય રહસ્યવાદી સંતો એ આ આનંદને “નામ ખુમારી” (જાપ દ્વારા આવતો નશો) તરીકે ઓળખાવ્યો છે. ગુરુ નાનકે કહ્યું છે કે માદક દ્રવ્યોનો નશો બીજે દિવસે સવારે ઉતારી જાય છે, પરંતુ ભગવાનના નામનો નશો ક્યારેય ઉતારતો નથી. સંત કબીરે પણ કહ્યું છે કે ભગવાનના નામનો જપ કરવાથી આવતો નશો ઉતારતો નથી પણ તે દરરોજ વધતો જ જાય છે. હું તમને જે મંત્ર આપુછું તેમાં રાધા અને કૃષ્ણની દિવ્ય શક્તિ છે.
- “કૃષ્ણ નવમા અને સંપૂર્ણ અવતાર હતા. હજી એક અવતાર આવવાના બાકી છે – કલ્કી. વિશ્વભરમાં કલ્કી આવ્યા છે કે નહિ તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો દાવો કરે છે કે તેઓ કલ્કી છે. જેને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવશે તેને જ કલ્કી અવતાર તરીકે જાહેર કરવામાં આવશે. તેથી, ભગવાનના નામનો જાપ કરવાથી નશીલો (દિવ્ય) આનંદ મળે છે. ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આને ‘આનંદ’ તરીકે ઓળખાવ્યો છે. આ અંગે ગીતા માં ૫ શ્લોક છે, ૫ માં અધ્યાય માં ૨૧ મો શ્લોક, છઠા અધ્યાય માં ૪ શ્લોક છે- ૧૫, ૨૧, ૨૭, ૨૮. તેમણે ‘આનંદ’ ને ઘણી રીતે ઉલ્લેખ કર્યો છે: દિવ્ય આનંદ, આનંદ જે ભગવાનના ધ્યાન દ્વારા ઉત્પન્ન થાય છે અને પાંચેય ઇન્દ્રિયોના સુખને વટાવે છે. જ્યાંસુધી માણસ આ ‘આનંદ’ નો અનુભવ કરે નહિ ત્યાંસુધી તે સુખ અને આનંદ વચ્ચેનો ભેદ સમજવામાં સમર્થ નથી.
- “જ્યાં સુધી વ્યક્તિ પાસે સંપત્તિ, મોટી કાર, મકાન અને કુટુંબ હોય ત્યાં સુધી તે ખુશ છે. પરંતુ જો આમાંથી એક વસ્તુ પણ છીનવી લેવામાં આવે તો તેનો આનંદ સમાપ્ત થઇ જાય છે. તો શું આ ભૌતિક સુખ સાચુ સુખ છે? આટલું સહેલાઇથી સમાપ્ત થઇ નાશ પામે? અહીંની આ નાનકડી છોકરી બેઠી છે અને રમી રહી છે, અને તે રમવાનો આનંદ માણી રહી છે હું જે કહી રહ્યો છું તેમાં તેને કોઈ રસ નથી, અને તે અહીં કોઈ સુખ નથી મળી રહ્યું. જ્યારે તે 20-25 વર્ષની થશે ત્યારે તેને કંઈક અન્યમાં ખુશી મળશે. જ્યારે તે મારી જેમ લગભગ 70-80 વર્ષની થશે ત્યારે તે કંઈક અલગ રીતે સુખનો અનુભવ કરશે.
- જે ‘સુખ’નો લોકો પીછો કરે છે, તે ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે. તે આનંદ નથી.
- ‘આનંદ’ અક્ષય છે. તે ‘ક્ષય’ થતો નથી.
- કબીરદાસજી એ કહ્યું છે. “ભગવાનના નામ નો નશો ઉતરતો નથી પણ દરરોજ વધતો જાય છે. હું જે મંત્ર આપુ છું તેનો જાપ કરવાથી તમને ‘આનંદ’ આવવા લાગશે. આ ‘આનંદ’ તમને તણાવથી સંપૂર્ણપણે મુક્તિ આપે છે અને તનાવ અને સંબંધિત બીમારીઓથી મુક્ત કરે છે. ‘આનંદ’ રાત દિવસ તમારી સાથે રહે છે. મેડિકલ વિજ્ઞાનના ડોકટરોને આ માનવું ખૂબ મુશ્કેલ લાગે છે.”
- મેં પશ્ચિમને સલાહ આપી છે કે ફક્ત પદાર્થ વિજ્ઞાન ઉપર જ ધ્યાન કેન્દ્રિત ન કરો પરંતુ ‘સ્પિરિટ’ (આત્મા / જીવાત્મા) નો પણ સમાવેશ કરો. મેટર પ્લસ સ્પિરિટ તમામ પ્રકારના રોગોથી મુક્તિ અપાવશે.”
error: Content is protected !!