પ્રશ્ન: મંત્ર લીધા પછી શું મારો રોગ તરતજ સમાપ્ત થઈ જશે?
ખાલી ગુરુદેવ સિયાગ પાસેથી મંત્ર દીક્ષા લેવી પૂરતું નથી. પૂર્ણ રોગ મુક્ત થવા માટે વધુમાં વધુ મંત્ર-જાપ અને રોજ ૧૫ મિનિટ સવારે/સાંજે ધ્યાન કરવુ જોઈએ. સતત અને નિયમિત સાધના પૂર્ણ રોગમુક્ત થવાની ચાવી છે. ગુરુ સિયાગ યોગ સર્વગ્રાહિતાથી સાધકને રોગ મુક્ત કરે છે માટે રાતોરાત પરિણામ નથી મળતું. તે શરીરને ધીરે-ધીરે રોગ મુક્ત કરે છે. માટે સાધકે ધીરજ રાખીને સાધના કરવી જોઈએ અને તત્કાળ પરિણામ ના મળે તો દુખી ન થતા નિયમિત સાધના કરતા રહેવું જોઈએ. અમુક દુર્લભ કિસ્સાઓમાં, કેટલાક દર્દીઓએ થોડાક જ દિવસોની સાધનાથી રોગમાં નોંધપાત્ર રાહત અનુભવી છે. જોવામાં આવ્યું છે કે જે દર્દી-સાધકે સંપૂર્ણ આસ્થા અને નિષ્ટાથી (અન્ય ઉપાસના અને ધાર્મિક વિધિઓ છોડી) ગુરુદેવ પ્રતિ સમર્પણ કરીને ધ્યાન અને એકાગ્રતપૂર્ણ પ્રાર્થના કરી છે તેઓ ઝડપથી રોગમુક્ત થયા છે.
પ્રશ્નઃ હવે હું GSY નો અભ્યાસ કરું છું, તો શું મારે મારા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા લેવી જોઈએ?
દર્દીએ નીચેની ૨ પરિસ્થિતિઓ માં દવાનું સેવન ચાલુ રાખવું.
૧ – જો દર્દી અત્યંત કમજોર છે અને હોશમાં રહીને મંત્ર-જપ અને ધ્યાન કરવાંમાં સક્ષમ નથી તો દવાઓનું સેવન ચાલુ રાખવું જ્યાં સુધી દર્દી હોશપૂર્વક મંત્ર-જપ અને ધ્યાન કરવા સક્ષમ ન થાય.
૨ – જો દર્દી GSYની પદ્ધતિ પર વિશ્વાસ કરતા નથી. વિશ્વાસના અભાવના કારણે દર્દી સતત GSY ની પદ્ધતિ છોડવાના બહાના જોશે અથવાતો આ પદ્ધતિ અપનાવ્યા પછી તેના રોગમાં વધારો થયો છે તેમ વિચારવા લાગશે. આવા કિસ્સાઓમાં દર્દીએ દવાઓનું સેવન ચાલુ રાખવું જ્યાંસુધી તેની સ્થિતિમાં સારો બદલાવ ન આવે અને તે એટલો શરીરિક/માનસિક સશક્ત ન થઇ જાય કે તે વગર દવાએ પદ્ધતિ ને અનુસરી શકે.
ખાસ નોંધ: ગુરુ સિયાગ તેમના શિષ્યોને તબીબી મદદ અથવા સારવાર મેળવવા માટે ના નથી કહેતા. ગુરુ સિયાગ સાધકોને યોગમાં તબીબી દવાના જેતો જ વિશ્વાસ રાખવાની સલાહ આપે છે. તેમના અનુસાર GSYએ આંતરિક અને બાહ્ય જીવન વચ્ચેના તફાવતને ભરવાનો માર્ગ છે, ” હું તમને એક એવી પદ્ધતિ બતાવીશ જેના દ્વારા તમારા અંદરના ડૉક્ટરને જાગૃત કરી શકાય છે. હું બાહ્ય શારીરિક ડૉક્ટરની સારવાર ચાલુ રાખવા માટે દર્દીઓ અને ડૉક્ટરોને સલાહ આપું છું — હું વિજ્ઞાનને ક્યારેય નકારતો નથી. વિજ્ઞાન એક સત્ય છે, પરંતુ તે હજુ સુધી અપૂર્ણ છે. એલેક્ઝાન્ડરના ગુરુ, એરિસ્ટોટલ, તેમના સમયના એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે કહ્યું કે વિજ્ઞાન એક અપૂર્ણ તત્વશાસ્ત્ર છે, પરંતુ તત્વશાસ્ત્ર એક સંપૂર્ણ વિજ્ઞાન છે. યોગ તત્વશાસ્ત્ર એ એક પૂર્ણ વિજ્ઞાન છે. વિજ્ઞાન તત્વશાસ્ત્રનું પૂરક છે. મેં ક્યારેય વિજ્ઞાનનો વિરોધ નથી કર્યો. પણ હું કહું છું કે તમારી અંદર પણ એક ડૉક્ટર છે. આંતરિક ડૉક્ટર બાહ્ય ડૉક્ટરને માર્ગદર્શન આપે છે અને તે જ બાહ્ય ડોકટરના જ્ઞાનની હદ છે. આંતરિક ડૉક્ટરને બીજું ઘણું આપવા માટે છે. હું તમારો અંદરના ડોક્ટર સાથે ફક્ત પરિચય કરાવી દઉં છું. તેની સાથે મિત્રતા વિકસાવવાનું કામ તમારું છે. આનો અર્થ એ છે કે મેં આપેલા મંત્રનો તમારે સતત જાપ કરવો. ”
ગુરુ સિયાગનો યોગ રોગોને કેવી રીતે સજા કરે છે:
- માણસો જે રોગોથી પીડાય છે તે આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા શારીરિક અને માનસિક રીતે બે વ્યાપક વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આની સારવાર આંતરિક દવાઓ અને / અથવા બાહ્ય દવાઓ દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન ભારતીય ઋષિઓ, ધ્યાન દ્વારા જીવનના ઊંડા રહસ્યોમાં ઉતાર્યા અને જાણ્યું કે એકલા જંતુઓ અથવા પેથોજેન્સના આકસ્મિક સંપર્કમાં આવવાથી રોગો થતાં નથી, જેવું આધુનિક ચિકિત્સક વૈજ્ઞાનિકો સમજી રહ્યા છે. તેઓએ જાણ્યું કે મોટાભાગની વેદના અને તકલીફો જેતે વ્યક્તિના પાછલા જન્મના કર્મના કારણે થાય છે. એક જન્મની ક્રિયા તે જ જન્મની પ્રક્રિયા તરફ દોરી જાય છે અથવા તો બીજા જન્મની ક્રિયામાં પરિણામે છે. દરેક વ્યક્તિ જીવન અને મરણના અનંત ચક્રમાં ફસાયેલો હોવાથી, રોગો અને જીવનના ચઢાવ/ઉતાર થી સતત પીડાતો રહે છે. આધ્યાત્મિક શબ્દોમાં કહીયે તો કર્મના બંધનમાં – પાછલા જન્મના કર્મો રોગ રૂપે આ જન્મમાં ભોગવે છે અને એક જન્મ પછી બીજો એમ કદી ન સમાપ્ત થતા જીવનમાં પીડાય છે.
- યોગિક ગ્રંથો અનુસાર, પાછલા જીવનના સંસ્કાર અને વર્તમાનના કર્મ આપણા વર્તમાન જીવનનો માર્ગ બનાવે છે. યોગ સૂત્ર ગ્રંથમાં, પતંજલિ ઋષિએ રોગોને શારીરિક (આદિદૈહીક), માનસિક (અદિભૌતિક) અને આધ્યાત્મિક (આદિદૈવિક) એમ ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કર્યા છે. કોઈ પણ વ્યક્તિ સિદ્ધ ગુરુનો આશ્રય લઈ અને સિધ્ધયોગ સાધના નો નિયમિતપણે અભ્યાસ કરીને આ ત્રિવિધિ-તાપથી પોતાને સંપૂર્ણપણે મુક્ત કરી શકે છે. ગુરુ સિયાગ કહે છે, “સમગ્ર વિશ્વમાં યોગના નામે ફક્ત શારીરિક કસરતો કરવામાં આવે છે. જ્યારે હું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ગયો ત્યારે મેં જોયું કે ત્યાં પણ યોગનો અર્થ શારીરિક વ્યાયામ જ હતો. પરંતુ વૈદિક દર્શનમાં વર્ણવેલ યોગનો ઉદ્દેશ મોક્ષ અથવા જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ છે. હકિકતમાં, વૈદિક દર્શન રોગોની વાત જ નથી કરતા. દાખલા તરીકે, પતંજલિ યોગ દર્શનમાં 195 સુત્રો છે અને તેમાંથી કોઈ પણ રોગો વિશે કંઇ ઉલ્લેખ કરતું નથી. વૈદિક દર્શન તો પૂર્વજન્મના સંસ્કારોનો નાશ કેવી રીતે કરવો તે વિષે વાત કરે છે.
- ” માત્ર ગુરુ સિયાગ જેવા આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ યોગનો નિયમિત અભ્યાસ કરવાથી સાધકને તેના તમામ દુઃખોનો આધ્યાત્મિક ઉપાય શોધવામાં મદદ મળી શકે છે. GSYની પ્રેક્ટિસ શિષ્યને પૂર્વજન્મના કર્મોના જાળ કાપી, રોગોથી મુક્તિ કરી અને આત્મજ્ઞાન દ્વારા તેના જીવનના સાચા હેતુને સમજવા માટે મદદ કરે છે.