હિન્દુ ધર્મ એટલે શું?
ગુરુ સિયાગે 2000 ની સાલમાં આપેલા એક પ્રવચનમાં હિન્દુ ધર્મ વિશે:
“હિન્દુ ધર્મ એટલે શું? જો કોઈ આપણને આ સવાલ પૂછશે તો આપણે ખાલી કહી શકીશું કે આપણે હિન્દુ છીએ. પરંતુ આપણે હિન્દુ હોવાનો ખરો અર્થ શું છે તે સમજાવી શકતા નથી. હિન્દુ બનવાનો ખરો અર્થ એક સંપૂર્ણ વિકસિત મનુષ્ય છે. હું જાણું છું કે અત્યારના સમયમાં આ સ્થિતિ નથી. અત્યારે જે હિન્દુ ધાર્મિક દર્શનનું અનુસરણ કરે તે હિન્દુ છે, તેવો અર્થઘટન થઇ રહ્યો છે. આ એક અદ્વૈતની ફિલસૂફી છે જે આપણે વિશ્વને ભેટ આપી છે. બીજા બધા ધર્મો દ્વૈતતાના આધારે વિકસિત થયા છે, જે કહે છે કે ભગવાન અને મનુષ્ય અલગ-અલગ વ્યનક્તિઓ છે. તેઓ કહે છે કે મનુષ્યને ભગવાનનો સીધો અનુભવ અને તેમને પ્રાપ્ત કરવા અશક્ય છે, જયારે ભગવાનની અનુભૂતિ અને તેમને સાક્ષાત્કાર એ હિન્દુ ધર્મનું અંતિમ લક્ષ્ય છે. ભગવાનની અનુભૂતિ કર્યા વિના માનવ જીવન પૂર્ણ થઈ શકતું નથી.
“સવાલ એ છે કે જો અદ્વૈત ફિલસૂફી મનુષ્યના સંપૂર્ણ વિકાસને અવકાશ આપે છે તો તેને સહજ રીતે સમજવાની પ્રક્રિયા કે પદ્ધતિ શું હોઈ શકે? આ પ્રક્રિયા માત્ર હિંદુ ધર્મ જ આપે છે. હિંદુ ધર્મ કહે છે કે મનુષ્ય તેના જીવનકાળમાં બે વખત જન્મ લે છે: પ્રથમ – માતાપિતા દ્વારા મનુષ્યને મળતો શારીરિક જન્મ. અને બીજો જ્યારે તે કોઈ ગુરુ દ્વારા આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરે છે. આ તેનો આધ્યાત્મિક જન્મ છે. જ્યારે કોઈ વ્યક્તિ સિદ્ધયોગની દીક્ષા પ્રાપ્ત કરી આધ્યાત્મિક માર્ગને અનુસરે છે, ત્યારે શિષ્ય તેની સાધના દ્વારા આખરે આત્મ-સાક્ષાત્કાર અને આત્મ-અનુભૂતિ પ્રાપ્ત કરી પોતાના સત્ય અને આત્મ સ્વરૂપનો અનુભવ કરે છે.
“દાર્શનિક પુસ્તિતના આધારે મળેલો આધ્યાત્મિક આત્માનુભિતીનો ખ્યાલ, લગભગ આપણા સૌને અ-દ્વૈતત્વના સિદ્ધાંતનો વ્યવહારિક અનુભવ કરવા માટે ગુરુનો આશરો લેવાની પ્રેરણા આપે છે. પરંતુ આપણને ગુરુની કૃપાથી શરુ કરેલી સાધનામાં અને તેની પહેલાના જીવનમાં આપણા મન, વર્તન અને જીવનશૈલીમાં આવતો દેખીતો તફાવત કઈ ખાસ સમાજમાં આવતો નથી.
“જો કે, આનો અર્થ એ નથી કે એક જ જીવનકાળમાં વ્યક્તિનો બે વાર જન્મ થવો તે કોઈ કાલ્પનિક વાત છે. આ એક વાસ્તવિકતા છે. હિન્દુ ધર્મ સંપૂર્ણ મનુષ્ય જાતિ માટે એક સાર્વત્રિક ધર્મ છે. મારા શિષ્યો વિવિધ જાતિઓ, વર્ણો, જાતો, ધર્મો અને રાષ્ટ્રીયતાથી જોડાયેલા છે. લોકોની પૂર્વભૂમિકા જુદી જુદી હોઈ શકે છે પરંતુ તેમની શારીરિક રચના સમાન છે. તેમની વિભિન્ન પૃષ્ઠભૂમિ હોવા છતાં, તેઓ એકસમાન આધ્યાત્મિક પરિવર્તનમાંથી પસાર થાય છે. હિન્દુ દર્શન ધર્મ રૂપાંતર કરવામાં માનતો નથી. તે મનુષ્યમાં આંતરિક પરિવર્તન લાવવાની વાત કરે છે. મારી પાસે આવતા અન્ય ધર્મોના લોકોને હું કહું છું, ‘તમારા ધર્મનો ત્યાગ ન કરો પરંતુ તમારી આંતરિક શક્તિને જાગૃત કરવા અને તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે હું તમને જે બતાવુ છું તે પદ્ધતિનું પાલન કરો. “