ગુરુ સિયાગ સિધ્ધયોગ માં શિષ્યોને દીક્ષિત કરી તેમની કુંડલીની શક્તિ જાગ્રત કરે છે અને આ વિધિ ને શક્તિપાત દીક્ષા તરેકે ઓળખવામાં આવે છે. સિધ્ધ ગુરુ દ્વારા ચાર રીતે શક્તિપાત આપવામાં આવે છે: શારીરિક સ્પર્શથી, દ્રષ્ટિથી, દિવ્ય મંત્ર અને દૃઢ સંકલ્પથી. ગુરુ સિયાગ દિવ્ય મંત્ર દ્વારા દીક્ષા આપે છે.
શક્તિપાત એક સંસ્કૃત શબ્દ છે. જે શબ્દોનું સંગમ છે: શક્તિ અને પાત. શક્તિપાત નો વાસ્તવિક અર્થ થાય છે “દિવ્ય શક્તિનું સંક્રમણ”. યોગાભ્યાસ કરવાવાળા આ ક્રિયાને ગુરુની દિવ્ય શક્તિઓ નું શિષ્યના શરીરમાં થતું રૂપાંતરણ એવો અર્થઘટન કરે છે. ગુરુ સિયાગના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા એક મર્યાદિત સમજ છે કેમ કે યોગિક શાસ્ત્રો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે કુંડલિની શક્તિ દરેક વ્યક્તિના શરીરમાં રહેલી છે, જે નિષ્ક્રિય હોય છે. તો શક્તિનો એક શરીરમાં થી બીજા શરીરમાં રૂપાંતરણ થવાનો તો પ્રશ્ન જ નથી. શક્તિપાત માં ગુરુ પોતાની દિવ્ય શક્તિ દ્વાર એક માઘ્યમ રૂપે ઉત્પ્રેરક નું કાર્ય કરી શિષ્યની કુંડલિનીને જાગ્રત કરે છે.
ગુરુદેવ કહે છે કે “એવું નથી કે ગુરુ તમારા શરીરમાં કોઈ શક્તિઓ ઠાલવી દેશે. હું જે પધ્ધતિથી દીક્ષા આપુ છુ તે નાથ યોગીયો ની સંસારને એક ભેટ છે. જેને “શક્તિપાત” કહેવામાં આવે છે. શક્તિપાતનો અર્થ એ નથી થતો કે સાધક ગુરુ દ્વારા કોઈ બાહ્ય શક્તિ મેળવે.(જેવું મોટેભાગે માનવામાં આવે છે.) સરળ ભાષામાં કહીએ તો શક્તિપાત એટલે એક પ્રજલિત દીવા થી બીજા અપ્રજલિત દીવા ને પ્રગટાવા ની ક્રિયા. તમે એક અપ્રજલિત દીવા ની જેમ છો, જેની પાસે બધુ જ છે- દિવેટ અને તેલ. તમારે ફક્ત બીજો પ્રજલિત દીવો જોઈએ છે જે તમારા અપ્રજલિત દીવા ને પ્રજલિત કરી શકે. તમે જેવા કોઈ પ્રકાશિત સ્ત્રોતના સંપર્કમાં આવો છો ત્યારે તમે પોતે પ્રકાશ માં પરિવર્તિત થઇ જાવ છો.”
શક્તિપાત એ ગુરુ દ્વારા થતી અપાર(વિશાળ) કૃપા (અનુગ્રહ) છે. ગુરુ સિયાગ કહે છે કે મનુષ્ય જે કંઈપણ કર્મ કરે છે તેની પાછળ કોઈ હેતુ છુપાયેલો હોય છે, પણ શક્તિપાત માં કોઈ જ હેતુ હોતો નથી.