શું આ અજપા છે? કેવી રીતે ખબર પડે?
મુખ્ય રીતે બે અજપાના અનુભવના સંકેત છે.
- મોટેભાગે જયારે આપણે કોઈ કાર્યમાં વ્યસ્ત હોઈએ છીએ જેમાં આપણને માનસિક એકાગ્રતાની જરૂર હોય છે તે સમયે મંત્ર જપ સંભવ નથી હોતો. પણ અજપા ને લીધી મંત્ર જપ ચાલ્યા કરે છે, ભલેને તે વ્યક્તિ કાર્યમાં વ્યસ્ત હોય. વ્યક્તિની જપ કરવાની ગંભીરતા અને નિયમિતતા ને લીધે કુંડલિની શક્તિ સાધકને અજપા-જપ ની સ્થિતિમાં લાવીદે છે.
- જયારે રાત્રે અચાનક ઊંઘમાંથી જાગીએ તો તરત જ આપણને લાગે છે કે મંત્ર જપાઈ રહ્યો છે.
અજપા અનુભવ થાય ત્યારે શું કરવું?
- સૌથી પહેલાતો અજપાનો આનંદ લો. જયારે સાધક શંકા અને ડર ની જગ્યાએ ખુલ્લાપન અને આનંદથી અજપાને લે છે ત્યારે શક્તિની કૃપાનો આનંદ અનેક ઘણો વધી જાય છે. અજપા-જપ થી સાધક અનંત આનંદની તરફ આગળ વધે છે.
- ગુરુ સિયાગ કહે છે કે અજપા માટે દિવસમાં ૭ – ૮ વાર જપ તરફ ધ્યાન દો કે જાપ ચાલી રહ્યા છે કે નહિ. ગુરુ સિયાગ કહે છે કે જયારે તમે નિરંતર તથા મન થી જપશો તો મંત્ર અજપા થઇ જશે અને તમારા રોકવા પર પણ નહિ રોકાય. તમને લાગશે કે તમારી અંદર કોઈએ મંત્ર જપ્વાનો નિશ્ચય કરી લીધો હોય અને તમને મંત્ર જપવામા થી મુક્ત કરી દીધા હોય. તમે ફક્ત થોડીક વાર તમારી અંદર ઝાકી લો પછી તમારું કામ સમાપ્ત. આના માટે તમારે તમારા રોજિંદા જીવનમાં કોઈ બદલાવ કે ખાન-પાનમાં બદલાવ કરવાની જરૂર નથી. કોઈ પણ વાત માટે ના નથી. સાધનાથી આપમેળે બદલાવ આવશે.