- GSY એ પતંજલિ ઋષિના યોગ સૂત્રની ફિલસુફી (દર્શન) અષ્ટાંગયોગ ઉપર આધારિત છે. જેમાં GSY નો સાધક આ આઠેય અંગનુ કોઈ પણ પ્રકારના પ્રયત્નો વગર સરળતાથી પાલન કરે છે.
- થોડાક જ અભ્યાસ પછી આ મંત્ર-જાપ તેની જાતે(અનૈચ્છિક રીતે) જપાવા લાગે છે. આ અનુભવને અજપા-જાપ કહેવામાં આવે છે. આ અવસ્થામાં સાધક અનુભવે છે કે મંત્ર નિરંતર તેમજ સાધકના કોઈ પણ પ્રયત્ન વગર એક લયમાં અંદર થી જપાયા કરે છે.
- જયારે સાધક આ મંત્ર નો જાપ એકધારી રીતે(અજપા-જાપ રૂપે) કરે છે ત્યારે આ મંત્ર એક દિવ્ય ધ્વનિમાં રૂપાંતરિત થઇ જાય છે. જેને અનહત-નાદ કહેવામાં આવે છે. જયારે બે વસ્તુઓ એક બીજા સાથે અથડાય છે ત્યારે ભૌતિક ધ્વનિનું નિર્માણ થાય છે. પણ આ આકાશી ધ્વનિ (અનહત-નાદ) નું આવુ કોઈ ભૌતિક ઉદગમ સ્થાન નથી. આ ઉદગમ અને રોકાયા વગર અવિરત ચાલતી ધ્વનિ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આ નાદ સાધકના કોઈ પણ એક કાનમાં સંભળાય છે જે સંકેત આપે છે કે સાધક આધ્યાત્મિક ઉન્નતિનું એક મહત્વપૂર્ણ શિખર પસાર કરી ચુક્યો છે.
- GSY ના અભ્યાસ દ્વારા સાધક ઘણી દિવ્ય સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેમની એક દિવ્ય શક્તિ છે પ્રાતિભજ્ઞાન. સાધકને જયારે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે સાધક ગમે તેટલું ભવિષ્ય અને ભૂતકાળ દેખી અને સાંભળી શકે છે.
- ધ્યાન દરમિયાન સાધકને ખેચરી-મુદ્રાનો અનુભવ થઇ શકે છે. આ એક યોગિક ક્રિયા છે જેમાં સાધકની જીભ પાછળની તરફ ખેચાંઈ મોઢાની ઉપરના એક ચોક્કસ ભાગને સ્પર્શ કરે છે. જેમાંથી એક દિવ્ય રસ ટપકે છે જેને અમૃત કહે છે. તે સાધકની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરીને અસાધ્ય રોગોમાંથી મુક્તિ અપાવે છે.
- GSY નો અભ્યાસ સાધકની વૃત્તિમાં પરિવર્તન લાવે છે, તામસિક વૃતિનુ (કાળી, નકારાત્મક) રાજસિક વૃત્તિમાં (કામલોલુપ, ઉત્સાહિત) અને રાજસિક વૃતિનુ સાત્વિક વૃતિમાં (સકારાત્મક, શુધ્ધ, દિવ્ય) રૂપાંતરણ કરે છે. આ વૃત્તિઓનું બદલાવુ સ્વાભાવિક રીતે સાધકના સમસ્ત વ્યક્તિત્વમાં આવેલા બદલાવ ને દર્શાવે છે.
- સાધક છેવટે મોક્ષની પ્રાપ્તિ કરે છે (જીવન અને મૃત્યુ ના ચક્રમાંથી મુક્તિ) અને દિવ્ય રૂપમાં રૂપાંતરિત થઇ જાય છે.
error: Content is protected !!