સિદ્ધ ગુરુ નીચેની કોઈપણ ચાર પદ્ધતિઓ દ્વારા શક્તિપાત કરી શકે છે.
- શારીરિક સ્પર્શ: સિધ્ધ ગુરુ શિષ્યને ફક્ત સ્પર્શ કરીને તેની કુંડલિની શક્તિને જાગ્રત કરે છે. જે ગુરુ શિષ્યના માથાને સ્પર્શ કરીને કે આજ્ઞાચાક્ર કે મૂલાધારચક્ર ને સ્પર્શ કરીને શક્તિપાત કરે છે. મહાભારતમાં વર્ણન છે કે શ્રી કૃષ્ણ તેમના પ્રિયભક્ત અર્જુનને ગળે મળીને અને થોડા સમય માટે તેને હ્રદયથી લગાવી ને શક્તિપાત કરે છે. કૃષ્ણ તેમના વધુ એક સુપ્રસિધ ભક્ત ધ્રુવ ને હળવેથી શંખ તેના ગાલે સ્પર્શ કરીને શક્તિપાત કરે છે.
દ્રષ્ટી દ્વારા: સિધ્ધ ગુરુ દ્વારા શિષ્યની આંખમાં ફક્ત જોવા માત્ર થી શિષ્યની કુંડલિની શક્તિ જાગ્રત થઇ જાય છે. ભારતના અધ્યાત્મિ સાહિત્યો માં વર્ણન છે કે સિધ્ધ ગુરુ દ્વારા શિષ્યની આંખમાં દર્ષ્ટિ કરવા માત્રથી શિષ્યની શક્તિ જાગ્રત થાય છે. - દિવ્ય શબ્દ: સિધ્ધ ગુરુ શિષ્યને દિવ્ય મંત્ર આપીને તેની કુંડલિની શક્તિ જાગ્રત કરે છે. અહી શબ્દ દિવ્ય છે કેમકે એ દિવ્ય શબ્દ બહ્માંડ ની દિવ્ય શક્તિઓ ધરાવતા ગુરૂ દ્વારા ચેતન કરવામાં આવેલો છે.
- દ્રઢ સંકલ્પ: આ કુંડલિની જાગરણની એક દુર્લભ પધ્ધતિ છે. કેમ કે આ પધ્ધતિ માં શિષ્ય દ્વારા પહેલ હોવી જરૂરી છે નહીકે ગુરુ દ્વારા. આ પધ્ધતિ માં સાધકે ગુરુની પાસે ઔપચારિક રીતે જઈને કુંડલિની શક્તિ ને જાગ્રત કરવાની નથી હોતી. સાધકે અડગ સંકલ્પ કરવા નો હોય છે કે તે ગુરુ દ્વારા શક્તિપાત મેળવવા ઈચ્છે છે. ગુરુ તો બહ્માંડ ની દિવ્ય ચેતના સાથે હમેશા જોડાયેલા હોય છે તેથી તે તરત જ સાધક ના આ સંકલ્પ ને ગ્રહણ કરી લે છે. શક્તિપાત સાધકની નિષ્ઠા અને તેના ગુરુ પ્રત્યેના સમર્પણ ઉપર આધાર રાખે છે. જેવું શિષ્યનું આ પ્રકારનું સમર્પણ શક્તિપાત દીક્ષા મેળવવા માટે થાય છે તેની સાથે સિધ્ધ ગુરુ દ્રઢ સંકલ્પ કરીને શિષ્યની કુંડલિની શક્તિને જાગ્રત(શક્તિપાત) કરે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે જેમ એક સુપ્રસિધ્ધ ધનુર્ધારી એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય ની મૂર્તિનું નિર્માણ કરે છે અને તેમની પાસેથી જ્ઞાન મેળવવાની દ્રઢ ઈચ્છા કરે છે. એકલવ્યની દ્રઢ ઇચ્છા એટલી પ્રબળ હોય છે કે ગુરુ દ્રોણાચાર્ય ની ચેતના તેમની જાણ વગર એકલવ્યના દ્રઢ સંકલ્પને સકારાત્મક પ્રતિસાદ આપે છે.