GSY એક પ્રાચીન યોગની પ્રથા છે, જેને ‘સિદ્ધ યોગ’ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમમાં મોટી સંખ્યામાં યોગા સ્કૂલ હોવાને કારણે, ‘યોગ’ શબ્દનો અર્થ શારીરિક વ્યાયામ અથવા શરીરને મજબૂત બનાવી પ્રક્રિયા તરીકે થાય છે. પરંતુ ‘યોગ’ શબ્દનો ખરો અર્થ ‘પરમાત્મા સાથેનું મિલન’ છે અને ‘સિદ્ધ’ શબ્દનો અર્થ છે કે જે ‘સંપૂર્ણ’, ‘પૂર્ણ’ અથવા ‘સશક્ત’ છે. સિદ્ધયોગ એ એક માર્ગ છે જેના દ્વારા યોગ (પરમાત્મા સાથેનું મિલન) સરળતાથી કરી શકાય છે. આ યોગ શિષ્યના કોઈપણ પ્રયત્નો કર્યા વગર સિદ્ધ ગુરુ ની કૃપાથી સહજતા થી સાકાર થઈ શકે છે.
સિદ્ધ યોગની પરંપરા પ્રાચીન નાથ સંપ્રદાયની મનુષ્યને એક ભેટ છે. પ્રાચીન ઋષિ મત્સ્યેન્દ્રનાથે હજારો વર્ષો પહેલા હિમાલયમાં સ્વયં ભગવાન શિવ પાસેથી યોગનું જ્ઞાન મેળવ્યું હતું. ભગવાન શિવજી એ મત્સ્યેન્દ્રનાથને મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે યોગને સમગ્ર માનવજાત સુધી પહોંચાડવા કહ્યું. ત્યારથી જ જ્ઞાન અને અનુભવથી ભરેલી યોગની આ પ્રણાલી ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા પેઢી દર પેઢી આપવામાં આવી રહી છે. આ યોગ એટલો વ્યાપક છે કે તે ભક્તિ યોગ, કર્મયોગ, રાજયોગ, ક્રિયા યોગ, જ્ઞાન યોગ, લય યોગ, ભાવ યોગ, હઠ યોગ વગેરે જેવી યોગની તમામ પદ્ધતિને એકીકૃત કરે છે તેથી તેને પૂર્ણ યોગ અથવા મહા યોગ પણ કહેવામાં આવે છે.
સિદ્ધયોગ દ્વારા પરમાત્મા સાથે મિલન સરળતાથી કરી શકાય છે. આ યોગ શિષ્યના કોઈપણ પ્રયત્નો કર્યા વગર સિદ્ધ ગુરુ ની કૃપાથી સહજતા થી સાકાર થઈ શકે છે. અહીં પ્રયત્નો વગરનો અર્થ એ છે કે શિષ્યને ફક્ત અભ્યાસ કરવો પડશે, પણ તેને પ્રાપ્ત કરવા માટે ચોક્કસ ધ્યેય નક્કી કરવાની જરૂર નથી. આધ્યાત્મિક પરિવર્તન તો આપમેળે થશે.