GSYની પ્રેક્ટિસમાં દિવ્ય મંત્રનો જાપ અને ધ્યાન શામેલ છે. ગુરુ સિયાગ સાધકને દિવ્ય મંત્રની દીક્ષા આપી (જે નો સાધકે બને તેટલો માનસિક જાપ કરવાનો હોય છે) તેને ધ્યાનની પદ્ધતિ પણ શીખવે છે. ચોક્કસ સમયગાળા દરમિયાન સતત મંત્રનો જાપ કરવામાં આવે ત્યારે મંત્ર અજપા-જપમાં પરિણામે છે. અજપા-જપ સાધકની મંત્ર જપવાની તીવ્રતા, વિશ્વાસ અને ગંભીરતા પર સીધો આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં જાપ ફક્ત એક અઠવાડિયાની પ્રેક્ટિસ પછી અજપા-જપમાં પરિણામે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં પખવાડિયા અથવા થોડા મહિના પણ લાગે છે. મંત્રના જાપ ઉપરાંત શિષ્યએ 15 મિનિટ માટે દિવસમાં બે થી ત્રણ વખત ધ્યાન કરવું જરૂરી છે.
ધ્યાન અને મંત્ર-જાપથી સુષુપ્ત કુંડલિની (ઉર્જા શક્તિ) જાગૃત થાય છે, જે અનૈચ્છિક યોગ આસન, ક્રિયા, બંધ, પ્રાણાયામ અને મુદ્રાને પ્રેરિત કરે છે.