“ગુરુ કોઈ નાશવાન શારીરિક વ્યક્તિ નથી. આ શરીર તો એક દિવસ પાંચ તત્વોમાં વિલીન થઇ જશે પણ ગુરુ તો એક દિવ્ય ચેતના છે જે ક્યારેય મૃત્યુ નથી પામતી; તે તો શાશ્વત અને અજર-અમર છે. ગુરુ તમારી અંદર વ્યાપ્ત છે. ગુરુ જો વાસ્તવમાં ગુરુ છે તો તે સર્વવ્યાપી છે. યોગિક વિજ્ઞાનમાં સમય અને અવકાશનું કોઈ મૂલ્ય નથી. હું તમારામાં અને તમે મારામાં છો તો તમે જ્યારે અને જ્યાં યાદ કરશો ત્યાં ગુરુ ઉપસ્થિત રહેશે. ગુરુ સમય અને સ્થળ ની સીમાથી ઉપર છે.”