ગુરુ સિયાગ યોગા

ગુરુ ગુરુ સિયાગ એક સિદ્ધપુરુષ છે જેમણે સગુણ સાકાર અને નિરગુણ નિરાકાર એમ બંને દિવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગુરુદેવની આ દિવ્ય શક્તિઓ ફક્ત તેના શરીર સુધી જ મર્યાદિત નથી. તેમની દિવ્ય શક્તિઓ સમસ્ત બ્રહ્માંડમાં સૂક્ષ્મ અને અદ્રશ્ય સ્વરૂપે વિદ્યમાન છે. તેથી જ તેમના ફોટોગ્રાફ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સ્વયં તેમની ઉપસ્થિતિમાં ધ્યાન કરવા યોગ્ય જ છે. ગુરુ સિયાગના ફોટો ઉપર ધ્યાન કરીને સાધક તેમની આ દિવ્ય શક્તિઓનું આહ્વાન કરે છે. ગુરુ સિયાગ કહે છે, “ગુરુ ગુરુત્વાકર્ષણ શક્તિ છે. આ દેહ ગુરુ નથી. આ દેહ તો થોડા વર્ષોમાં મૃત્યુ પામશે. ગુરુ તમારી અંદર છે. યોગ વિજ્ઞાનમાં સમય અને સ્થાનનું કોઈ મહત્વ નથી. હું તમારી અંદર છું અને તમે મારી અંદર છો. તમે જ્યારે અને જ્યાં મને યાદ કરશો હું ત્યાં હાજર રહીશ. જો ગુરુ વાસ્તવમાં ગુરુ છે, તો તે સર્વવ્યાપી છે. ”

એકવાર કોઈ સાધક સ્વયં ગુરુદેવ પાસેથી અથવા ટીવી, સીડી કે ઇ-મેઇલ દ્વારા મંત્ર દીક્ષા મેળવી શિષ્ય બને છે, પછી તે ગુરુદેવ સાથે સૂક્ષ્મ સ્તર પર હંમેશા માટે જોડાઈ જાય છે. આ પ્રક્રિયા પછી ગુરુ શિષ્ય માટે હંમેશા હાજર રહે છે, પછી શિષ્ય શરીરથી ગુરુની નજીક હોય કે હજારો કિલોમીટર દૂર હોય તેનો કોઈ ફરક પડતો નથી. શિષ્ય જયારે પણ ગુરુને હૃદયથી યાદ કરે અથવા પ્રાર્થના કરે ત્યારે તેને ગુરુદેવની સુરક્ષાત્મક હાજરી અને માર્ગદર્શન હંમેશા મળે જ છે. આમ ગુરુદેવનો ફોટો તેમની સ્વયં ઉપસ્તીથી જેટલો જ અસરકારક છે.

error: Content is protected !!